વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૨)-ખલિલ જિબ્રાન


નમસ્કાર,

આપણી યાત્રાને થોડા વિરામ પછી આગળ ધપાવીએ.

અહીં આ પુસ્તકનાં અમુક પ્રકરણમાંથી થોડું મને ગમતું લીધેલું છે. આપને પણ વાંચવું અને વિચારવું ગમશે તેવી અપેક્ષાસહ:

પ્રેમ

* જ્યારે પ્રેમ તમને ઈશારો કરે, ત્યારે તેની પાછળ જજો

* જો કે એનાં પડખામાં છુપાઈ રહેલી તલવારના તમને કદાચ ઘાવ લાગે

* પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી, અને પોતા સિવાય બીજા કશામાંથી લેતોયે નથી. પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી, અને કોઈનો તાબેદાર બનતો નથી.

કારણ પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે.

* માત્ર પોતે કૃતાર્થ થવું તે સિવાય પ્રેમને કશી કામના હોતી નથી.

લગ્ન

* તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો;
* પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા સાગરના જેવો એને રાખજો.

* તમે એકબીજાને પ્યાલીઓ ભરી દેજો, પણ બેય એક જ પ્યાલી મોઢે માંડશો નહિ.

* એકબીજાને પોતાના રોટલામાંથી ભાગ આપજો, પણ એક જ રોટલાને બેય કરડશો નહીં.

* સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઊભરાજો, પણ બેય એકાકી જ રહેજો, –

* જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતાં છતાં પ્રત્યેક છૂટો જ રહે છે તેમ.

* તમારાં હૃદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાના તાબામાં સોંપશો નહીં.

 કારણ, તમારાં હૃદયોનું આધિપત્ય તો કેવળ જગજ્જીવનનો જ હાથ લઈ શકે.

* અને સાથે ઊભાં રહેજો પણ એકબીજાની અડોઅડ નહીં:

જુઓ મંદિરના થાંભલા અલગ અલગ જ ઊભા રહે છે.

અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઊગતાં નથી.

પતિપત્નીમાં એક (સાધારણ રીતે પત્ની) બીજાના જીવનમાં પોતાનું જીવન લીન કરી દે, પોતાનું વ્યક્તિત્વ ખોઇ દે, અને પોતાના સર્વે ધર્મો છોડી બીજાના શરણમાં જ રહે — એને ઘણા આદર્શ લગ્ન કલ્પે છે. કવિએ અહીં જુદો આદર્શ દેખાડ્યો છે. — (ભાષાંતરકાર)

અહીં આપને સ્ત્રી સ્વાતંત્રતાની ઉચ્ચ ભાવનાનાં દર્શન નથી થતા? જો કે કદાચ આપણી પરંપરાગત માન્યતાઓને કારણે આ ગળે ઉતરવું અઘરું લાગે, પરંતુ કદાચ અદ્વૈત માટે પણ આ દ્વૈત કવિને યોગ્ય લાગ્યું હશે. હવે આગળ જોઇએ.

બાળકો

* તમારાં બાળકો તે તમારાં બાળકો નથી.

પણ, જગજ્જીવનની પોતા માટેની જ કામનાનાં તે સંતાનો છે.

(એટલે કે તમારી માલિકીનાં, તમારાં મમત્વનાં કે અધિકારનાં વિષય નથી. પરંતુ પરમેશ્વર પોતે પોતાને અનેક રીતે વ્યકત કરવા માગે છે, અને તેનું પોતાને વ્યકત કરવાનું એક સાધન તમે છો.  — ભાષાંતરકાર)

* તમે એમને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ નહીં; 

કારણ તેમને એમની પોતાની કલ્પનાઓ છે.

* તમે ભલે એમના દેહને ઘર આપો, પણ એમના આત્માને નહીં;

કારણ તેમના આત્મા તો ભવિષ્યના ઘરમાં રહે છે,

જેની તમે કદી સ્વપ્નમાંયે ઝાંખી કરી શકવાના નથી.

* તમે તેમના જેવાં થવા ભલે પ્રયત્ન કરજો, પણ તેમને તમારા જેવાં કરવા ફાંફા મારશો નહીં;

કારણ જીવન ગયેલે માર્ગે પાછું જતું નથી, અને ભૂતકાળ જોડે રોકાઈ રહેતું નથી.

“તમે એમને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ નહીં; “  કેટલું સીધુંસાદું સત્ય જણાવાયું છે ! આપણે થાપ જ અહીં ખાઇએ છીએ!  હમણાં ૩ ઇડિયટ્સ ના જોયું ? ઇજનેરીમાં અભ્યાસ કરતા મારા પુત્રએ મને ખાસ તે ચલચિત્ર બતાવ્યું !! જો કે મેં તેને કોઇ ચોક્કસ શાખા પસંદ કરવા માટે ક્યારેય દબાણ કરેલું નહીં, આટલી સમજ તો જીબ્રાનને વાંચ્યા પહેલાં (અને 3I જોયા પહેલાં) પણ મારામાં ક્યાંકથી આવી ગયેલી 🙂 Priya 02

ભલું થજો, હવે આ ચલચિત્રો કે પુસ્તકો ઓછામાં ઓછું બાળકોને પોતાની વાત (વાલીઓ સમક્ષ) રજુ કરવા પુરતાયે ખપમાં તો આવે જ છે. પપ્પા !! (કે બાપા જે કહે તે) પેલું પિક્ચર જોઇ જજો કે પેલું પુસ્તક જરૂર વાંચજો– આમ સંતાનો જ્યારે કહે ત્યારે સતર્ક થઇ અને તુરંત શોધખોળમાં લાગી જવું, કારણ કે તેઓ તમને કશુંક કહેવા માગે છે !!!  (બાળકો હવે આમાં કોઇ બ્લોગનાં સરનામાં પણ કદાચ ભેળવશે ખરા જ, ધન્યવાદ બ્લોગર્સ.

ચાલો ત્યારે આગળ આજ પુસ્તક પર હજુ થોડો વિચાર તો કરીશું જ.

વધુ વાંચન માટે :

* ખલિલ જીબ્રાન- અંગ્રેજી વિકિપીડિયા પર  

* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિપીડિયા પર  (પુસ્તક વિશે માહિતી)  
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિલિવર્સ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ -લેબ.નેટ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)

* ધ પ્રોફેટ (પુસ્તક, કલાત્મક લખાણમાં, અંગ્રેજીમાં)

* રીડ ગુજરાતી (’વિદાય વેળાએ’ નાં કેટલાક અંશો, ગુજરાતીમાં)

7 responses to “વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૨)-ખલિલ જિબ્રાન

 1. વાહ! દોસ્ત,.. ખરેખર તમારા આ બ્લોગને વાંચ્યા પછી કોઈપણ માણસ જો સુતો હોય તો બેઠો થશે, બેઠો હોય તો ઉભો થશે, ઉભો હોય તો ચાલતો થશે અને ચાલતો હોય તો દોડવા માંડશે, તેવી સરળ અને સાદી ભાષાઓ દ્વારા સમજણ આપી છે… જય માતાજી…..

  Like

  • મિત્ર જીતુબાપુ, આપના પ્રેમભર્યા પ્રતિભાવને થોડો સંપાદીત કરવા બદલ ક્ષમા કરશો, હું અહીં લખું છું તે ફક્ત મહાન લેખકો કે ચિંતકોનાં વિચારો છે, મારું પોતાનું યોગદાન તો લગભગ ૦ છે! આતો આપનો સ્નેહ છે, બાકી હું વધુ વખાણને પાત્ર નથી, આપનાં ભાવભીના સ્નેહ બદલ ખુબ આભારી છું.

   Like

 2. સુંદર વિચારો – સહજ જીવન કે જ્યાં સહુ કોઈનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે. સહુ સાથે જીવે છે પણ એક મેક ઉપર કશું જ દબાણ નહી અને તેમ છતા એક મેકને સહાયક, હુંફ આપનારા અને સાથોસાથ સ્વતંત્ર જીવનનો આનંદ પણ માણનારા હોય તેવા કુટુંબો વધુને વધુ પાંગરે તો સહુ કોઈને સહજીવનનો અને સાથો સાથ મુક્ત જીવનનો એમ બંને આનંદ મળી શકે.

  Like

  • ખરે જ! અતુલભાઇ, જીબ્રાનની આ પરિકલ્પના કદાચ મગજમાં ઉતરતા વાર લાગે, પરંતુ તેમાં પણ સત્યાંશ તો છે જ ને? બહુ ચોક્કસપણે યાદ નથી આવતું પરંતુ ક્યાંક વાંચેલું કે “જેને તમે પ્રેમ કરતા હો તેને મુક્ત કરી દો, જો તે ખરે જ પ્રેમ હશે તો, તે તમારી પાસે આવશે જ”. જો કે આપણે તો હવે પ્રેમને પણ બંધન માનવા લાગ્યા છીએ. જેના વડે ગુંગળામણ થાય, વિકાસ રૂંધાય જાય, તે અન્ય ગમે તે હશે પણ પ્રેમ તો નથી જ. આપનો સુંદર, વિષયને વધુ સ્પષ્ટ કરતો, પુરક વિચાર રજુ કરવા બદલ ખુબ આભાર.

   Like

 3. ઓ લાખેણા ઝવેરી, આવુ અમોલ ઝવેરાત દેખાડવા માટે ધન્ય છો…….અતિ સુંદર…….બસ……શાંતિ !!

  Like

 4. પિંગબેક: વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૪)-ખલિલ જિબ્રાન « વાંચનયાત્રા

 5. પ્રિય અશોક
  તારા તરફથી ઘણું શીખવા મળે છે અને એથી હું ખુશ રહું છું
  અમદાવાદથી અહી આવવા પ્લેનમાં બેઠો તેજ દિવસે મારી સાથે થોડી શરદી પણ આવી ગઈ
  જો તારી આગળ હું સત્ય વાત કહું તો અમેરિકાના મારા 44 વરસના વસવાટ દરમ્યાન આવું સળેખમ થયું નથી
  હું દવા લે વાનો નથી અને શરદી ભગાડવાનો છું હવે ભાગી રહી છે તો ચિંતાનું કોઈ કારણ નથી પણ લખવા વાંચવાનો થોડો કંટાળો આવે છે પણ હું મારી ગુજરાતની 2013 -2014 યાત્રા પૂરી લખીશ ખરો શ્રી મેરામણ ભાઈને બેન દક્ષા બેન શ્રદ્ધા ભાઈ હિરેન અને નાગા ભાઈ જેવા અન્ય મિત્રોને રામ રામ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s