પ્રતિભાવ ગમ્યો ? કરો ‘લાઈક’ (Reblog)


મિત્રો, નમસ્કાર.

અગાઉ આપણે વર્ડપ્રેસ પર લેખને ‘Like’ કરવાની અને એના માધ્યમે રિબ્લૉગ કરવાની રીત વિશે જાણ્યું હતું. હવે જો કે રિબ્લૉગ માટે વર્ડપ્રેસ દ્વારા અલાયદું બટન પણ આપી દેવાયું છે. એ સગવડ શરૂ કરાઈ ત્યારે એની ઉપયોગીતા અંગે આપણે અવઢવમાં હતા પણ સરવાળે એ સગવડ ઘણી ઉપયોગી નિવડી. જો કે આપણાં કેટલાંક મિત્રોને એ સગવડ સામે ફરિયાદ કરવાપણું પણ હતું ! કેમ કે, એ લાઈક સેવાનો ઉપયોગ હાજરીપત્રક તરીકે થવા લાગ્યો ! આપણે બ્લૉગજગતે એ વિશે ઘણી મજા અને મજાકો પણ માણી છે. ખેર, હવે આ પ્રકરણને વર્ડપ્રેસ દ્વારા થોડું આગળ વધારાયું છે.

લેખ-ક ને તો લાઈક દ્વારા ખબર પડે કે કોણ કોણ હાઉકલું કરી ગયું, પણ એ લેખ પર – મહા મહેનતે – પ્રતિભાવ આપનારા પ્રતિભાવકને પણ ખબર પડવી જોઈએ ને કે આપણો પ્રતિભાવ કેટલેક પહોંચ્યો છે ! અને આમ પ્રતિભાવકોના લાભાર્થે, અને પ્રતિભાવનો પ્રતિભાવ ન આપી માત્ર હાજરી પુરાવવા કે નોધ લીધી એવું જણાવવા ઈચ્છતા મુમુક્ષુઓના લાભાર્થે, વર્ડપ્રેસ દ્વારા પ્રતિભાવો પર પણ ‘લાઈક’ની સેવા ચાલુ કરાઈ છે.

આ સેવાનો લાભ લેવા ઈચ્છતા બ્લૉગરમિત્રોએ નીચે પ્રમાણે ફેરફાર કરવાનો રહેશે.

* ‘સંચાલન’ પેનલ પર ‘સેટિંગ્સ’ ટેબ પર ક્લિકી અને ‘શેરિંગ’ પર જાઓ. (જુઓ ચિત્ર ૧)

ચિત્ર ૧

ચિત્ર ૧

* આ પાને સાવ છેવાડે ‘Comment Likes are’ સામેના ચોકઠાંને ટીક કરી દો. (જુઓ ચિત્ર ૨)

ચિત્ર ૨

ચિત્ર ૨

* સેવ કરી લો. બસ…!

હવે આપનાં બ્લૉગના બધાં પ્રતિભાવના અંતે Like સંકેત આવી જશે જે પર ક્લિક કરીને કોણે કોણે તે પ્રતિભાવ પસંદ કર્યો (કે કોણે નોંધ લીધી !) તેની યાદી પણ દેખાશે. (જુઓ ચિત્ર ૩)

ચિત્ર ૩

ચિત્ર ૩

આ ઉપરાંત તમને લાગે કે કોઈ પ્રતિભાવકને (કે સ્પામરને) ‘લાઈક’નો (ગેર)લાભ લેતા અટકાવવો/વી છે તો એ સગવડ પણ પ્રાપ્ય છે. પણ એ આપે જાતે ખોળી કાઢવાની છે ! (આ આટલું ગૃહકાર્ય સમજવું !)

અને હા, પ્રતિભાવકને પોતાનો જે તે પ્રતિભાવ કોઈક દ્વારા પસંદ કરાયાની જાણ ઈ મેઈલ દ્વારા આપોઆપ થઈ જશે.  આમ જે તે પ્રતિભાવને, યોગ્ય પ્રત્યુત્તરો નહિ તો છેવટે યોગ્ય લાઈક્સ પણ મળશે તો, સાવ વાસિંદામાં સાંબેલું ગયા જેવું લાગશે નહિ ! અને પ્રતિભાવકને પ્રોત્સાહન મળશે. આ મેં ફાયદાઓ વર્ણવ્યા. હજુ વધુ ફાયદા ધ્યાને ચઢે, કે કોઈ ગેરફાયદા પણ ધ્યાને ચઢે, તો નીચે પ્રતિભાવચોકઠું ખુલ્લું જ છે. લખો, લાઈક તો મળશે જ !

વધુ જાણકારી માટે વર્ડપ્રેસ પરનો લેખ, Comment Likes વાંચી જવા વિનંતી.

જાણકાર મિત્રો પાસે આ બાબતે વધુ કશી તકનિકી જાણકારી હોય તો લોકહિતાર્થે પ્રસિદ્ધ કરવા વિનંતી. આભાર.

9 responses to “પ્રતિભાવ ગમ્યો ? કરો ‘લાઈક’ (Reblog)

  1. આદરણીય શ્રી અશોકભાઇ

    ખુબ સરસ માહિતી દ્વારા જાણકારી આપી છે.

    Liked by 3 people

  2. બ્લોગ ઉપર કોમેન્ટ લખવાની જે સગવડ છે એ સગવડ ઘણીં વેબ સાઈટમાં હોતી નથી. કોમેન્ટ લખવાથી હાજરી પુરાય છે. લખવાની પ્રેકટીસ થાય છે. બીજાને પ્રોત્સાહન મળે છે. કીબોર્ડ અને સ્ક્રીનને કારણે આંગળીઓને કસરત મળે છે એટલે લકવા કે સ્મૃતીભ્રમ જેવી બીમારીમાંથી મુક્તી મળે છે. કોમેન્ટ લખનારાઓ પોતાનો અનુભવ લખી શકે છે…

    Liked by 4 people

  3. પ્રતિભાવ લખવા માટે “અક્ષરનાદ” કે “ટહુકો” ઉપરજ જેમ “ગુજરાતી” કે અંગ્રેજી”માં લખવાની જે સગવડ છે તે દરેક બ્લોગ્માં હોવી જોઈએ, તો, પ્રતિભાવો વધારે પણ આવશે. આતો ઈમેલ લખો, મોકલનારનું નામ તો જોકે આપઓઆપ આવી જાય છે, પણ પછી, મોટા ભાગના બ્લોગમાં યુઝર આઈડી અને પાસવર્ડ લખવાનું આવે છે, અને તે માટે ટાઈપીંગ માટે “ગુજરાતી” બદલીને “અંગ્રેજી” કરવાનું, જે માટે ઘણી વાર સમય વધારે લાગવાથી રહી જવાય છે, એટલે વંચાય તો વધારે, પણ, પ્રતિભાવ ઓછા આવે…

    Liked by 1 person

  4. અશોકભાઈ, મારા જેવા અનેક હશે કે જેઓ કોમ્પ્યુટરની દુનિયામાં ગોથા ખાયા કરતાં હોય. મારી જ વાત કરું તો મારે નાની નાની વાતોમાં મારા ગ્રાન્ડચિલ્ડ્રનની મદ્દદ લેવી પડે છે. સરળ ભાષામાં લખાયલી વાતો ખુબજ મદદરૂપ છે. ધન્તવાદ.

    Liked by 1 person

  5. ઘણાં સમય પછી કોમેન્ટ લખવાનું યાદ આવી ગયું…

    Liked by 1 person

  6. गुजराती फोन्ट घणां मोबाईलमां देखाता नथी एटले हीन्दी फोन्टमां लखांण करेल छे. नेट, ब्लोग अने स्मार्ट फोनने कारणे प्रतीभाव आपवानी सगवड थई गयी छे….

    Like

  7. बावा बन्या पछी बे चीजनुं खास ध्यान राखवुं. एक लंगोटनी संभाळ राखवी अने बीजुं हीन्दीमां बोलवुं. आ ब्लोगनुं नाम छे वांचनयात्रा मारुं वांचन नीचे स्माईल अने अंग्रेजीमां समजण आपेल छे.

    हवे नक्की करवानुं छे आमां यात्रा चालु छे? वांचन चालु छे? के स्माईल चाल्युं गयुं छे?

    Like

    • પ્રથમ તો મુજ ના-લાયક ને યાદ કર્યો એ જ આપની મોટપ છે, અને એ બદલ હાર્દિક આભાર, વોરાસાહેબ.

      યાત્રા ચાલુ છે ! સ્માઈલ તો મોં જશે તેની સાથે જશે !! અને અત્યારે તો મિત્રો અને વડીલોની કૃપાથી વાંચન-વાંચન-વાંચન જ ચાલુ છે !!! હમણાં ઘણાં માસ (કદાચ વર્ષ થશે !) થી અહીં કશું લખાણું નથી એ જરાયે માફીપાત્ર નથી એ હું સમજું છું, પણ “મારાં” કરતાં “આપણાં” કામ વધુ જરૂરી લાગ્યા તેથી એને પ્રાથમિકતા આપી છે, અહીં સજા પડે તો ભોગવવાની તૈયારી સાથે જ ! એટલે આપ સજા વિચારી રાખો…….”હું આવું છું !” (કંઈ જાણીતું લાગ્યું ?!)

      Like

Leave a comment