Category Archives: literature

વધામણી

નમસ્કાર મિત્રો,

ઘણાં દિવસે મળ્યા ! ઘણી વાતો કરવી છે. પણ એ બધું પછી. અત્યારે તો માત્ર બે વાતુ.

એક, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સૌને હાર્દિક વધાઈ.

અને બે, વેબગુર્જરીએ આજનાં શુભદિને પ્રકાશિત કરેલાં પ્રથમ ઈ-પુસ્તક ’ગ્રીષ્મવંદના’ને હાર્દિક શુભકામનાઓ. આ પુસ્તકમાં જો કે મારી પણ એક નાનકડી રચના છે, એટલે મને આનંદ થવો સ્વાભાવિક છે. પણ આપ સૌ મિત્રોને પણ આ નાનકડું ઈ-પુસ્તક વાંચી આનંદ થશે જ એની મને ખાત્રી છે. એમાં વિષય એક જ છે, ગ્રીષ્મ કહેતાં ઉનાળો, પણ રચનાઓનું વૈવિધ્ય ઘણું છે. આપ નીચેની કડી પર ક્લિક કરી એ પુસ્તકનાં પાને પહોંચી શકો છો.

* (ગ્રીષ્મવંદના) ઇ-પુસ્તકો (વેબગુર્જરી)

અને એ વિશેનો વેબગુર્જરી પરનો લેખ નીચેની કડી પર છે. ત્યાં આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.

* ‘ઉનાળો’ વરસ્યો, “ગ્રીષ્મવંદના” નામથી !!