પ્રિય મિત્રો, નમસ્કાર.
૬૪માં પ્રજાસત્તાક દિનની હાર્દિક વધાઈ.
આ સાથે આપણે ગુજરાતીઓ યાદ કરીએ છીએ કવિ કલાપીને. આજે તેમનો પણ જન્મદિન આપણે ઉજવીએ છીએ. વિકિપીડિયા અને વિકિસ્રોત પર કાર્યરત સૌ મિત્રોએ કલાપીનાં બે પુસ્તકો ઉપલબ્ધ કરાવવા કમર કસી હતી. એ બંન્ને પરિયોજનાઓ પૂર્ણ થયેલી છે. આપ નીચે આપેલી કડીઓ દ્વારા એ બે પુસ્તકનો આસ્વાદ માણી શકો છો.
* કલાપીનો કેકારવ – કવિ કલાપીની કાવ્ય રચનાઓનો સુપ્રસિદ્ધ સંગ્રહ.
* કાશ્મીરનો પ્રવાસ – પ્રવાસ વર્ણન.
તો સમય મળ્યે જરૂર વાંચન લાભ લેશોજી. ધન્યવાદ, આભાર, આઝાદી અમર રહો.