મિત્રો, નમસ્કાર.
શ્રી.પી.કે.દાવડા સાહેબ દ્વારા લખાતી આ શ્રેણી “મળવા જેવા માણસો” આમ તો ઘણાં બ્લૉગ્સ પર અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર પણ આપને વાંચવા મળશે. મારો પ્રયાસ સઘળા લેખને એકત્ર કરી અહીં એકસાથે મેલવાનો છે. અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલા અને હવે પછી પ્રસિદ્ધ થનારા સઘળા લેખ અહીં મેલવા પ્રયાસ કરીશ.
મારા શબ્દોમાં કહું તો આ પાને હું દાવડા સાહેબના ‘મળવા જેવા માણસો’નો ડાયરો ભરવા ઇચ્છું છું ! આ ડાયરામાં પધારેલા અને પધારનારા સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. અહીં ડાયરાના યજમાન શ્રી.દાવડા સાહેબ છે અને હું કસૂંબો ઘોળનારો છું ! રંગ દેતા જાવ તો રંગત જામે ! હોંકારા, ખોંખારા, હાકોટા ને પડકારા વગર તો “મળવા જેવા માણસો”ને મળો કે ન મળો બધું સરખું ! એટલે હાકલા પડકારા કરતા રહેજો. દાવડા સાહેબને રંગત ચઢશે એમ એમ ઈ આવા “મળવા જેવા માણસો”ને ડાયરે નોતરતા રહેશે ને આપણે સૌ મનભરી એવા રૂડાં માનવીયુના મેળાપની મોજ માણતા રહીશું. ધન્યવાદ.
(અને હા, આ સઘળાં લેખ શ્રી.દાવડા સાહેબે લોકલાભાર્થે બનાવેલા છે, સૌ કોઈ એ લખાણ પોતાના બ્લૉગ/વેબસાઈટ પર પ્રસિદ્ધ કરી શકે છે કે પોતાના મિત્રમંડળમાં અન્ય કોઈ રીતે વહેંચી શકે છે. તેઓશ્રીએ (કોપી)રાઈટ કે લેફ્ટ એવી કશી ચિંતા ન કરતાં (વરદમુદ્રામાં) પોતાના હાથ અધ્ધર કરી દીધા છે ! એમની મહેનત અને ઉત્સાહને સલામ.)
મળવા જેવા માણસો
(૧) વિનોદ ગણાત્રા
(૩) શરદ શાહ
(૫) ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસરવાકર)
(૭) હરિકૃષ્ણ મજમુદાર
(૮) વલીભાઈ મુસા
(૯) જીગ્નેશ અધ્યારૂ
(૧૦) વિજય શાહ
(૧૧) પ્રા. દિનેશ પાઠક
(૧૨) સુરેશ જાની
(૧૩) વિનોદભાઈ પટેલ
(૧૪) ડો.ચંદ્રવદન મીસ્ત્રી
(૧૫) ડો. દિનેશ શાહ
(૧૬) પ્રવીણ શાસ્ત્રી
(૧૭) મહેન્દ્ર મહેતા
(૧૮) કૃષ્ણકાંત ઉનડકટ
(૧૯) જયકાંત જાની
(૨૦) ડો. પ્રતાપભાઈ પંડ્યા
(૨૧) રમેશ પટેલ
(૨૨) શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા
(૨૩) અશોક મોઢવાડીયા
(૨૫) પી. કે. દાવડા
(૨૬) જુગલકિશોર વ્યાસ
(૨૭) દીપક ધોળકિયા
(૨૮) ચીમન પટેલ
(૨૯)
પિંગબેક: ડાયરો – મળવા જેવા માણસો | વાંચનયાત્રા
લે કર વાત! તમે તો ભાઈલા મને ઓવરટેક કરી દીધો.
ખેર! જુવાન માણસ છો; એટલે હડી કાઢીને દોડી શકો. અમે તો ભૈ! ઘઈડું ટાયડું- આંતરે દિ’ એક એક ડગલું ભરીએ !
———-
જોક્સ એપાર્ટ …. નેટ ઉપત્ર ઘણી બધી ગનાનની / રમૂજની / ચાતુરીની/ સમાજ , ભાષા સુધારની વાત્યું થાય છે (અને એમાં કશું ખોટું પણ નથી જ.); પણ સૌથી શ્રેષ્ઠ છે – નિર્વ્યાજ મિત્રતા. જ્યાં એ જોવા મળે ત્યાં મન મ્હોરી ઊઠે.
‘અમો’માં અમે એવી ભડની ભાઈબંધી જોઈ છે – અને એનો આ પૂરાવો છે.
———
‘ગાદી પુરાણ’ પતી ગયું લાગે છે . આનંદ , આનંદ, આનંદ …….
LikeLike
‘ગાદી’ મળી ગઈ એટલે ‘ગાદી પુરાણ’ પાછું માળિયા પર !! (પાંચ વરસે વળી ધૂળ ખંખેરશું ને !)
દાદા, આપને ઓવરટેક કરવા માટે મારે ઓછામાં ઓછા હજુ કાઢ્યા છે એટલાં બીજા કાઢવા જોશે ! આ તો મને થયું કે સંધાય લાભ લૂંટે ને હું રહી જાઉં તે કેમ ચાલે ! એટલે સૌને માટે અહીં પણ ડાયરો ભરી દીધો. ડાયરા જેવી મોજ કંઈ થાવી છે ? અને હા, ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર તો વાચકોને સૌ મહાનુભાવોનો લગભગ સચિત્ર પરિચય થશે. એ હું નથી કરી શક્યો. આપનો સ્નેહ સદા વરસતો રહે એવી અભ્યર્થનાસહઃ આભાર.
LikeLike