વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૩)-ખલિલ જિબ્રાન


નમસ્કાર,

“વિદાય વેળાએ” માંથી આજે થોડા વધુ વિષયો પર, વિચાર યોગ્ય રત્નકણિકાઓ આપણે માણીયે.

દાન

* એ દાન અતિ અલ્પ છે, જે કેવળ તમારા સંગ્રહમાંથી તમે કાઢી આપો છો.

જ્યારે તમે તમારા જીવનમાંથી કાઢીને આપો, ત્યારે જ સાચું દાન થાય છે.

* તંગીની ધાસ્તી એ જાતે જ તંગી નથી શું ?

* ભરેલે કુવે જેને તૃષ્ણાની ધાસ્તી લાગે છે, તે જ અતૃપ્ય તૃષ્ણા નથી શું ?

* માગે ત્યારે આપવું એ સારું તો છે, પણ વગર માગ્યે, મનથી જાણી જઇને, આપવું એ વધારે સારું છે.

* તમે ઘણી વાર કહો છો, “હું આપું ખરો પણ માત્ર પાત્રને જ.”

તમારી વાડીનાં વૃક્ષો એમ કહેતાં નથી,  નથી કહેતાં એમ તમારા નેસમાંનાં ઘેટાં.

તેઓ આપે છે કેમ કે તે જીવવા ઇચ્છે છે, કારણ કે રાખી મૂકવું એટલે મરવું.

* જે એના દિવસો અને એની રાત્રિઓ મેળવવાપાત્ર થયો છે, તે તમારી પાસેથી બીજું બધું મેળવવા અવશ્ય પાત્ર જ ગણાવો જોઇએ.

(એટલે કે જેને પરમેશ્વરે આયુષ્ય અને જીવનનું દાન મેળવવાપાત્ર ગણ્યો છે, તે આયુષ્ય અને જીવન કરતાં ઓછા મુલ્યની વસ્તુઓ મેળવવાને પાત્ર હોય એમાં શું કહેવું ? — ભાષાંતરકાર)

* પહેલાં એ તપાસો કે તમે જ દાતા થવાને, અને દાનનું સાધન થવાને લાયક છો કે ?

અહીં એક સુંદર બોધકથા યાદ આવે છે,

એક ધર્મસ્થાનમાં રાત્રીનાં સમયે એક તદ્‍ન મુફલિસ માણસ જઇ ચડે છે, ત્યાં રાતવાસો અને ભોજન માટે માગણી કરે છે. ધર્મસ્થાનના રખેવાળ કે વડા તેમને ધુત્કારી કાઢે છે, કહે છે ’તું પાપી છે, અહીં પ્રવેશવાની તારી લાયકાત નથી’

ત્યાં ખુદ પરમેશ્વરનો સંદેશ તેમને સંભળાય છે : ’ હે ભલા માણસ, જે મારા આ સંસારમાં પ્રવેશને લાયક ગણાયો, જેને હું આટ આટલા વર્ષોથી જીવવાને લાયક ગણું છું. તેને તું કયા આધારે પાપી અને  આશરો આપવાને લાયક ગણતો નથી ? ’

અહીં પ્રસિધ્ધ રશિયન લેખક અને વિચારક ’ટોલ્સ્ટોય’ નાં, “ત્યારે કરીશું શું?”  (what to do)માં લખાયેલા વિચારો જરૂર યાદ આવશે. જે કહે છે, કોઇ એક માણસ તેની રોજની પાંચ રૂપીયાની કમાણીમાંથી બે રૂપીયા જરૂરતમંદને આપી દે છે, અને પાછું તેને પોતાની અડધા જેટલી કમાણી દાન કરી દીધાનો કોઇ અહંકાર પણ નથી, જ્યારે આપણે સાધન-સંપન્ન લોકો ભલે તેના કરતાં તો વધુ રકમ આપતા હોઇએ, પરંતુ તે આપણી કમાણીનો બહુ જ તુચ્છ હીસ્સો હોવા છતાં મોટા દાનવીર હોવાનું અભિમાન કરીએ છીએ.

(આ મુળ કથાનો ઉતારો અંગ્રેજીમાં અહીં આપવાની લાલચ રોકી શકતો નથી, કદાચ આપને પણ ગમશે)    “ટોલ્સ્ટોય” કૃત “What To Do?” માંથી :  (આ પુસ્તક આપ અહીં સામે આપેલ My share BOX માંથી ડાઉનલોડ કરી શકો છો)

One Saturday evening at dusk, I was returning to the city in their company.  They were going to their employer to receive their wages.  As we were crossing the Dragomilovsky bridge, we met an old man.  He asked alms, and I gave him twenty kopeks.  I gave, and reflected on the good effect which my charity would have on Semyon, with whom I had been conversing on religious topics.  Semyon, the Vladimir peasant, who had a wife and two children in Moscow, halted also, pulled round the skirt of his kaftan, and got out his purse, and from this slender purse he extracted, after some fumbling, three kopeks, handed it to the old man, and asked for two kopeks in change.  The old man exhibited in his hand two three-kopek pieces and one kopek.  Semyon looked at them, was about to take the kopek, but thought better of it, pulled off his hat, crossed himself, and walked on, leaving the old man the three-kopek piece.

I was fully acquainted with Semyon’s financial condition.  He had no property at home at all.  The money which he had laid by on the day when he gave three kopeks amounted to six rubles and fifty kopeks.  Accordingly, six rubles and twenty kopeks was the sum of his savings.  My reserve fund was in the neighborhood of six hundred thousand.  I had a wife and children, Semyon had a wife and children.  He was younger than I, and his children were fewer in number than mine; but his children were small, and two of mine were of an age to work, so that our position, with the exception of the savings, was on an equality; mine was somewhat the more favorable, if any thing.  He gave three kopeks, I gave twenty.  What did he really give, and what did I really give?  What ought I to have given, in order to do what Semyon had done? he had six hundred kopeks; out of this he gave one, and afterwards two.  I had six hundred thousand rubles.  In order to give what Semyon had given, I should have been obliged to give three thousand rubles, and ask for two thousand in change, and then leave the two thousand with the old man, cross myself, and go my way, calmly conversing about life in the factories, and the cost of liver in the Smolensk market.  (rubles=રૂપીયા, kopeks=પૈસા)

ટોલ્સ્ટોયનાં ચિંતનનો અનુભવ આગળ ક્યારેક લેશું. હા! આ આટલું જાણ્યું તેના પર થોડો અમલ કરવાની નેમ રાખી અત્યારે તો આગળ વધીએ તો :

ખાનપાન

(ખાનપાન અને દ્રાક્ષરસના પાનની બાબત વાંચતા, કવિના સંસ્કાર એક સામાન્ય રિવાજ તરીકે માંસાહાર અને મદ્યપાન કરનારા સમાજના છે, એ ખ્યાલમાં રાખવું એટલે આઘાત પહોંચવાનું કોઇ કારણ નથી. — ભાષાંતરકાર)

* પૃથ્વીની ગંધને સૂંઘી, અને — મૂળ વિનાની લતાની જેમ — કિરણોનું પાન કરી તમે જીવી શકો તો કેવું સારું !

* પણ ખાવા માટે જો તમારે હિંસા કર્યે અને પીવા માટે ગાય પાસેથી એના કુમળા વાછરડાનું દુધ પડાવી લીધે જ છૂટકો છે, તો તે ઇશ્વરના યજ્ઞરૂપે કરો.

* કોઇ જીવનો ઘાત કરતી વખતે તમે એને ઉદ્દેશીને આ પ્રમાણે તમારા મનમાં બોલજો:

“જે સત્તા તને હણે છે, તે જ સત્તા વડે હુંયે હણાયેલો છું; અને હોમાઇશ.”

“કારણ, જે (વિશ્વના) નિયમે તને મારા હાથમાં પહોંચાડ્યું છે, તે જ મને વધારે બળવાનના હાથમાં પહોંચાડશે;”

“તારું લોહી અને મારું લોહી બંનેયે બ્રહ્માંડના વૃક્ષને પોષનારા રસ સિવાય બીજું નથી.”

* “હુંયે એક દ્રાક્ષકુંજ જ છું, અને મારો ફાલ પણ કોલ (ચિચુડો) પર લઇ જવામાં આવશે,

અને નવા રસની જેમ મનેયે સનાતન વાસણોમાં ભરવામાં આવશે.”

અહીં ખાનપાન બાબતે ના ઉપદેશમાં પણ આધ્યાત્મ વણી લેવામાં આવ્યું છે. ’જીવો જીવસ્ય ભોજનમ્‌’ ની બાબતને સમજતાં એ પણ ચોક્કસ છે કે જેમ અન્ય મારો ખોરાક છે, તેમ ક્યારેક હું પણ અન્ય વધુ બળવાનનો ખોરાક બની શકું છું, આ પ્રકૃતિનો નિયમ છે. અને અહીં આ નિયમ યાદ રાખી ફક્ત અને ફક્ત જીવવા માટે જ હિંસાનો પક્ષ લેવામાં આવ્યો છે, નહીં કે સ્વાદ માટે. (વાંચો પ્રથમ કડી… “પૃથ્વીની ગંધને સૂંઘી, અને —)

છેલ્લી કડીમાં પણ મૃત્યુ અને મોક્ષની વાત કેવી સુંદર રીતે સમજાવી છે.

ટુંકમાં, જીવ શાકાહારી, માંસાહારી કે મિશ્રાહારી, જે પણ પોતપોતાના સમય અને સંજોગ પ્રમાણે હોય,  તેમણે ફક્ત પ્રકૃતિનાં નિયમનું પાલન કરવાનું અને જીવન ટકાવી રાખવા માટે ભોજન કરવાનું, તથા જે પણ સ્ત્રોત તેના ભોજન માટે ઉપયોગી છે તેના આભારી થવાનું અહીં સમજાવ્યું છે. 

અહીં બ્લોગ પર ’શાકાહાર/માંસાહાર’ પર ભુપેન્દ્રસિંહજીનો સરસ લેખ ધ્યાને છે, જે વધુ વિચાર માટે ઉપયોગી થશે તેમ ધારી અહીં આભારસહ તેની કડી આપું છું: “માંસાહાર અને શાકાહાર” 

સૌ પોતપોતાની વિવેકબુદ્ધિ મુજબ પોતાનો આહાર નક્કિ કરવા સ્વતંત્ર હોય છે. (એક ચોખવટ, હું સંપૂર્ણ શાકાહારી છું, અને જ્યાં સુધી ઘાસનું છેલ્લું તણખલું ખાવા માટે ઉપલબ્ધ હોય ત્યાં સુધી, જાણી જોઇને, માંસાહાર કરવાનું કોઇ પ્રયોજન કરેલ નથી. 🙂  એકમાત્ર ઘાસ ખાતો વાઘ 🙂 હો!!! હો!! હો! )

ચાલો ત્યારે, હવે ટુંક સમય માટે “વિદાય વેળાએ” ને પોરો આપીશું અને અન્ય એક, આધ્યાત્મને વિશે જ્ઞાન આપતા, પુસ્તક “અધ્યાત્મ અને ભૌતિક વિજ્ઞાન” નાં કેટલાક વિચારપ્રેરક અંશો રજુ કરવાની ધારણા રાખું છું.  આભાર.

વધુ વાંચન માટે :

* ખલિલ જીબ્રાન- અંગ્રેજી વિકિપીડિયા પર  

* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિપીડિયા પર  (પુસ્તક વિશે માહિતી)  
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિલિવર્સ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ -લેબ.નેટ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)

* ધ પ્રોફેટ (પુસ્તક, કલાત્મક લખાણમાં, અંગ્રેજીમાં)

* રીડ ગુજરાતી (’વિદાય વેળાએ’ નાં કેટલાક અંશો, ગુજરાતીમાં)

 

4 responses to “વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૩)-ખલિલ જિબ્રાન

 1. સાચુ કહુ અશોક ભાઈ, આજે હુ પહેલી વખત જ અહિયા કોપીરાઈટ ના કારણે પધાર્યો, અને મને ખજાનો મળી ગયો. આ પહેલુ પેજ ગમી ગયુ છે, ધીરે ધીરે હુ વાંચતો જઈશ, મને ખુબ જ ગમ્યુ, આભાર…

  Like

  • ભલેપધાર્યા, રાજેશભાઇ.
   ક્યાંક વાંચેલું કે ’દુ:ખનું કારણ છે અજ્ઞાન’ અને જ્ઞાન મેળવવા માટે વાંચન એ સૌથી સહેલો અને કદાચ સસ્તો રસ્તો છે. અન્ય રસ્તાઓ પણ ઘણા છે, કદાચ વધુ ઉત્તમ પણ છે, પરંતુ સમયે સમયે એ પણ થતું રહે. આપનો વાંચનશોખ ગમ્યો. ખુલ્લું મન રાખી વાંચવું અને વિચારવું એ મારો પણ શોખ છે. અહીંના વાંચન દ્વારા, ફક્ત માની ન લેતા, સૌ પોતપોતાનું જ્ઞાન ઉપાર્જીત કરે તેવી લાગણી ધરાવું છું. ખલિલ જિબ્રાનના જ શબ્દોમાં: “એક માણસને થયેલું દર્શન બીજાને પાંખો આપી શકતું નથી.” અર્થાત, ઉડવા માટે સૌએ પોતપોતાની પાંખો ફફડાવવી જરૂરી છે જ. (કૃપયા અહીં પ્લેન વગેરેનું ઉદા. આપવું નહીં !! 🙂 ) મળતા રહેશો, આભાર.

   Like

 2. Ashokbhai…. Hu The prophet wach to hato ane Jitubhai sathe wat thai tyare temne tamara blog na aa lekho vishe dhyan doriyu… khub maja aavi wachi ne.. aap kushal hasho…. India ma mali no shakanu eno khed thai che.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s