મારા પ્રતિભાવો – અંધશ્રદ્ધાનો આઘુનીક મુકામઃ ઈન્ટરનેટ (via અભીવ્યક્તી)


અંધશ્રદ્ધાનો આઘુનીક મુકામઃઈન્ટરનેટ –ઉર્વીશ કોઠારી ‘આ સત્યઘટના છે. મહેરબાની કરીને તેને અવગણશો નહીં. (અહીં કોઈ બાબા–બાપુ, સંત–ફકીર, સાંઈ–ગુરુની કેટલીક તસવીરો હોય છે.) એક અફસરને આ તસવીરો (ધરાવતો ઈ-મેઈલ) મોકલ્યા પછી બે મીલીયન ડૉલર મળ્યા. આ મેઈલ આગળ ન મોકલીને, મેઈલની સાંકળ/ચેઈન આગળ વધતી અટકાવવા બદલ રૉબર્ટે ૨.૧ મીલીયન ડૉલર ગુમાવ્યા…પ્લીઝ આ ઈ-મેઈલની ૨૦ કૉપી મોકલો અને પછી ફક્ત ચાર જ દીવસમાં જુઓ, શું થાય છે ! આ ચેઈન લેટર શીરડીથી આવ્યો છે. તમને ચોક્કસ ૪૮ … Read More

મારો પ્રતિભાવ :

શ્રી ગોવીંદભાઇ, હંમેશની જેમ, આજે પણ એક ઉત્તમ લેખ.
કાઠિયાવાડીમાં આવા મેઇલને ’ગાજર’ લટકાવ્યું કહેવાય !! મહેનત વગર કંઇક મેળવવાની ખોરી દાનતને લીધે તો આવા ધતિંગ ચાલે છે. ‘નાઈજીરીયન ફ્રોડ’ વર્ગના લગભગ દરરોજ બે-ત્રણ મેઇલ મારા સ્પામબોક્ષમાં આવે છે. જો કે હજુ સુધી આવા, ૨૦ મેઇલ મોકલો ટાઇપના, મેઇલ આવેલ નથી ! કદાચ લોકોને મારૂં પણ ભલું થાય તેમાં રસ લાગતો નથી !!
મને લાગે છે કે આપણે જે અર્થમાં ’અંધશ્રદ્ધા’ કહીએ છીએ તે અજ્ઞાની કે ભોળા લોકો માટે સાચું હશે, તેઓને સાચું જ્ઞાન (અને વિજ્ઞાન પણ) સમજાવવું જરૂરી છે અને સમાજનાં હીતમાં પણ છે. પરંતુ આ મેઇલ કે SMS દ્વારા આવા ધતિંગોને ફેલાવતા લોકોને અંધશ્રદ્ધાળુ નહીં પણ ’લાલચુડા’ કહેવાય ! તે લોકો કંઇ એટલા નાદાન પણ નથી કે તેઓ બીક કે ધાર્મિકતાને લીધે આવા પ્રચારો કરતા હોય, આવી લિંક શરૂ કરનારને પોતાનું આર્થિક કે તેવું કોઇ (જેમ કે ભક્તો વધારવા વગેરે) હીત હોય છે અને આ લિંકને આગળ ધપાવનારાઓને મફતમાં કંઇક ફાયદો મેળવી લેવાની લાલચ હોય છે.
હા, ટેકનોલોજી તો બેધારી તલવાર છે, અણુભંજનની પ્રક્રિયાથી વિજળી પણ મળે અને હિરોશિમા પ્રકારનું દારૂણ મોત પણ !! કોને શું જોઇએ તે તેની વ્યક્તિગત પસંદ છે. આપ જેવા સમજુ લોકો ફક્ત માર્ગદર્શન કરી શકે. આપનો, ઉર્વિશભાઇનો અને ઉત્તમભાઇનો આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.