મારા પ્રતિભાવો – ગુરૂફળ કે શ્રાપ? (Via “ફૂલવાડી”)


હું મેનાને સમજાવી, સમજાવી થાકી પણ શ્રદ્ધા અને એ પણ આંધળી શ્રદ્ધાના પિંજરામાં સપડાયેલી મારી બેનપણીએ કદી મારી વાતનું ધ્યાન ના આપ્યું. ધર્મના સદગુણો ઘણાં છે પણ એને ખરાં અર્થમાં સમજનારા કેટલાં? અમો બન્ને મેરેજ કરી અમેરિકા સાથે આવ્યા હતાં.નાનપણની   …. Read More..   — વિશ્વદીપ બારડ

મારો પ્રતિભાવ :

“ચરણ સેવા, ચરણ સ્પર્શ, અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નિર્માલ્ય પ્રજાને કેશવાનંદ ન મળે તો શું વિવેકાનંદ મળે?” પ્રજ્ઞાબહેને શ્રી ગુણવંત શાહ ના જે વિચારને રજુ કર્યો તે શાથે સંપૂર્ણ સહમત. આ વાર્તા છે, પરંતુ હકિકતો પણ કાંઇ જુદી નથી જ. જો કે આ ધુતારાઓનો પણ એકલાઓનો વાંક નથી, લોભી અને લાલચુ ભક્તોનો પણ એટલો જ વાંક છે. બાપને બે રૂપિયાનું બિસ્કિટ પણ ન ખવરાવનારાઓ કંઇ અમસ્તા આ બાવાઓને બદામના શીરા નહીં ખવડાવતા હોય !!! અને અન્ય ભોળાભક્તો માટે કહીએ તો: તમારામાં જ્ઞાન નથી, બુદ્ધિ નથી, સમજ નથી, તો તમને ઘેટાં બનાવી અને મૂંડવા માટે આવા શઠો તૈયાર બેઠા છે. બાકી, ’બકરાની માનતા સૌ કરે, સિંહની માનતા કોઇ ન કરે’ (પેલો સામો કોળીયો કરી જાય !!!) સ_રસ વાર્તા, જો કે વાંચીને મનમાં થોડો ગુસ્સો પણ ભરાઇ ગયો અને અંતનો વળાંક તો અમને પણ ઉકળાટ કરાવી ગયો, આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.