ઈદી @ સાપુતારા


શકીલ મુન્શીનો બ્લૉગ

સૌ મિત્રોને “ઈદ મુબારક”

ઈદનાં મુબારક પર્વ નિમિત્તે રુબરુ, ફોન અને મેઇલ દ્વારા મુબારકબાદ આપનાર સર્વે સ્નેહીજનો, વડીલો, મિત્રોનો તયેદિલથી શુક્રિયા.

આપ સૌને જ્ઞાત હશે જ કે આપણાં કોઈપણ મુબારક, પવિત્ર તહેવાર નિમિત્તે ઘરનાં મોટાઓ નાનાઓને (ખાસ તો બાળકોને) દૂઆઓ, આશિષ તો આપે જ સાથે કંઈને કંઈ ભેટ-સોગાદ પણ આપે. પછી તે રોકડ, ખાણીપીણી, વસ્ત્રાલંકાર કે પછી ક્યાંક હરવા-ફરવા જવાનાં નિમિતમાં પણ હોય. આપણે દિવાળી કે નવાવર્ષ નિમિત્તે કુટુંબ-બાળકોને કંઈને કંઈ ખુશાલી કરાવીએ જ છીએ (એ તો જેવી જેની સગવડ). અમારે ઈદની ખુશાલીને ’ઈદી’ કહે છે. તો આ વરસે ઈદના બીજે દહાડે, એટલે કે વાસીઈદનાં દહાડે બીબી-બચ્ચાઓને ઈદીમાં સાપુતારાની સેર કરાવી. આપ પણ અમારા અઝીઝ છો, દિલની કરીબ છો, તો આપને ઈદી આપવાની અમારી ફરજ તો ખરી ને ? નાનાઓ આને ઈદી સમજે અને વડીલો હરખ સમજે પણ આ પ્રવાસની ખુશહાલ ક્ષણો, કૅમેરાની આંખે, આપની સાથે વહેંચુ છું તે ઈદની શુભેચ્છા સમજી કબૂલ ફરમાવજો.

વરસતા વરસાદમાં જ્યાં કુદરત સોળે કલાએ…

View original post 89 more words

ટિપ્પણીઓ બંધ છે.