ચિત્રકથા – આતાની હિમ્મત !


મિત્રો, નમસ્કાર.

મથાળું વાંચીને થયું હશે કે આ “આતા”  કોણ અને તેમણે શું “હિમ્મત” બતાવી ?! તો આ “હિમ્મત આતા” જ છે જેમણે ’અમો’ને મળવાની પરવાનગી આપવાની હિમ્મત બતાવી !  🙂 “આતાવાણી” નામક સુંદર બ્લોગ પર આપણે જેમની વાણીનો લાભ લઈએ છીએ તે હિમ્મત આતા. કદાચ ગુજરાતી બ્લોગજગતનાં સૌથી વરિષ્ઠ નાગરિક હોવાનું બહુમાન તેઓને ફાળે જશે. લગભગ ૯૧ વર્ષની આયુ છતાં કૉમ્પ્યુટર અને નેટ સાથે માથાફોડી કરવાની હિમ્મત કરવી એ પણ હિમ્મતનું જ કામ ને ?! (એક આડવાત, કાઠિયાવાડમાં “આતા” શબ્દ વડિલ, દાદા, બાપા, વૃદ્ધ પુરુષ વગેરે માટે સન્માનભર્યા અર્થમાં વપરાય છે. ભગોમંમાં પણ ઘણાં અર્થમાંનો એક અર્થ છે, ’કોઈ પણ વૃદ્ધ પુરુષ, વડીલ પુરુષ’)

શ્રી.સુરેશભાઈની કૃપાથી અમારી આતા સાથે ઓળખ થઈ. બહુ અનુભવી સજ્જન, ખાસ તો વિવિધ ભાષાઓ, ઇતિહાસ અને લોકસાહિત્યનું જ્ઞાન તથા અદ્વિતીય મગજશક્તિ (ખાસ તો આવડી ઉંમરે !)નાં ધણી આતાને અમારી સ્થાનિક બોલી પણ ઘણી જ વ્હાલી તેથી અમને તો જાણે ગોળનુ ગાડુ મળ્યા બરાબર થયું. તેઓશ્રી સાથે થતી અમારી દેશી ગોટપીટ આતાવાણી  પરના કેટલાક પ્રતિભાવોમાં વાંચી શકો છો.  આ એરિઝોનાના સાવજ હમણાં વતનની વહાલપ માણવા ભારત આવ્યા છે. તા: ૨૮-૨-૨૦૧૨ના રોજ આતા ઉપલેટા પધાર્યા છે તેવા સમાચાર મળ્યા એટલે તેઓને અનૂકુળ સમયની પરવાનગી લઈ હું અને એક મિત્ર બપોર પછી ઉપલેટા પહોંચ્યા. ત્યાં આતાનાં યજમાન શ્રી.રાજશીભાઈ કંડોરીયાએ અમે તેમનાં મહેમાનના મહેમાન હોય, કાઠિયાવાડી પરંપરા અનુસાર બહુ પ્રેમથી અમારૂં સ્વાગત કર્યું.  અને આમ ’અમો’ને આતાદર્શનનો, આતા સાથે સત્સંગનો લાભ મળ્યો. તો આપ પણ ચિત્રોનાં માધ્યમે લાભો !

આતા અને અમો

આતા, રાજશીભાઈ અને આતાનાં દોહિત્ર જયદિપભાઈ (ખુરશી પર)

આતા, અમો અને મિત્ર નરેન્દ્રભાઈ જાડેજા

હાદ પર સાત નાળિયેર વાળો કોયડો અમે ઉકેલ્યો હતો તે બદલ વાંહો થાબડતા આતા

 સાત નાળિયેર વાળો કોયડો અને વાંહો થાબડવાનું વચન

ડાબેથી, રાજશીભાઈ, આતા, રાજશીભાઈના સૂપુત્ર અને અમો.

સોહમ કેવલ્યધામ અને અસ્પતાલ, દ્વારકાધીશ સોસાયટી, ભરત પાર્ક પાછળ, ઉપલેટા

સર્વધર્મ સમભાવ (પ્રાર્થનાખંડ પરની કોતરણી)

પ્રાર્થનાગૃહનું નિરીક્ષણ કરતા આતા.

અને અમારા યજમાનના ઘરે રાખેલું બરકંદાજ આતાનું ચિત્ર જોઈ ગયો તે ક્લિક કરી લીધું !

આગળ આપે આતાને એક નિર્માણાધીન પ્રાર્થનાગૃહનું નિરીક્ષણ કરતા જોયા, તે સર્વધર્મ સમભાવ અને સેવાકાર્યને વરેલી પ્રવૃત્તિમાં શ્રી.રાજશીભાઈ અને તેમનું મિત્રમંડળ જોડાયેલું છે. આ સાથે ગરીબો માટે એક દવાખાનું અને રક્તદાન, અન્નદાન, વિદ્યાદાન જેવી સેવાશુશ્રૂષાની પ્રવૃત્તિઓ આ મિત્રો કરે છે. આ બધું પણ જાણવા મળ્યું.

માત્ર દેખાવ જ નહિ, ઋષિ સમો સ્વભાવ પણ  ધરાવતા આતા સાથે ઘણી ઘણી વાતો કરી, આપણે જેને ઇતિહાસ કહેવો પડે કિંતુ આતા માટે તો પોતાની જાણનાં જ પ્રસંગો ગણાય તેવા કેટલાક પ્રસંગો આતાનાં શ્રીમુખે સાંભળ્યા. બ્લોગજગત અને કોમ્પ્યુટરની વાત નિકળી એટલે સુરેશદાદાએ આ પાટે ચઢાવ્યો એમ કહી પ્રશંસાસહ યાદી કરી. અને જે તેમનો ખાસ રસનો વિષય એ લોકવાર્તાઓ અને શેરોશાયરી તથા શાસ્ત્રવચનનો પણ થોડો લાભ આપ્યો. અને ગામઠી બોલીમાં જેને ’વરત નાંખવું’ કહેવાય તેવા, મગજને ધારદાર બનાવતા, કોયડાઓ તો વળી કેમ બાકી રહે ! તે અંતે અમોને એક કોયડો પણ સોંપ્યો !! (જે  હોબીવિશ્વ પર રજુ કરીશું) આતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને શતક ફટકારે ત્યારે આપણે સૌ તેમને સાદર અભિનંદન પાઠવીએ તેવી, આપણ સૌ બ્લોગમિત્રો વતી, અભ્યર્થનાસહ હૃદયમાં એક સ્નેહસંભારણું સાચવી અમોએ વિદાય લીધી.  (વાતોની વાતો વળી ડાયરો ભરીને માંડીશું !) આભાર.

33 responses to “ચિત્રકથા – આતાની હિમ્મત !

  1. Ashokbhai hu tamne na mali sakyo teno mane pastavo 6e….

    Like

    • શ્રી.માલદેભાઈ,
      આપે આતા સાથે મારો મેળાપ કરાવી આપવા દિલથી મહેનત કરી (મેં આતાને કહ્યું હતું કે, માલદેભાઈને તો CID ખાતામાં રાખવા જેવા છે 🙂 ), ધન્યવાદ. આપણે ફોન દ્વારા મળ્યા પરંતુ સાંજે આપ આવો તે પહેલાં અમે વિદાય થયા એથી મળવાનું ન બન્યું. જૂનાગઢ આવો ત્યારે અમ આંગણે પધારવા હાર્દિક આમંત્રણ છે. આભાર.

      Like

  2. વ્હાલા અમો!
    આતાને બલોગ દુનિયામાં લાવનાર આ ખવીસ ! અને જૂનાગઢી સાવજ અમોને ચાવી ગયો! મારો વિચાર એપ્રિલ/ મે માં એરિઝોનાના સાવજનો શિકાર થવાની હતી, અને ભાઈલા , તેં મને ઓવરટેક કરી દીધો.
    ખેર, બહુ સનેડો થ્યો . મજો આવી ગઈ. આતાના આટલા બધા ફોટ્યૂં જોઈ કેડિયાંની નસ્યું ફાટ ફાટ થઈ ગઈ.
    આતા વેળાસર અમારા દેશ ભેળા આવી પૂગે, એ પહેલાં એમના સહતંત્રી તરીકે , એમના વતી, આ ચિત્રકથા માટે આભારવિધિ ‘ આતાવાણી’ પર કરવા ધસી રહ્યો છું!

    Like

  3. લે! સાવજ ,
    હવે મને ચાવી ખાવો હોય તો ખા! કામ કરીને ( અંચાઈ વાળી જ તો ! ) કરીને પાછો આવી ગયો –

    આતા – સોરઠમાં – ૨૦૧૨

    આતાને ફોન કરીને આ ખબર દેજે – ઈને હરખ હરખ થૈ જાહે !

    Like

    • એ………ઘણ્ણ્ણ્ણ્ણો ઘણ્ણ્ણ્ણ્ણો આભાર.
      એરિઝોના મધ્યે આતાને મળવા જાવ તારે વાંહે એક મજબૂત ખપાટીયું બાંધવાનું ઓહાણ રાખજો !! નકર આતા વાંહો થાબડશે પછેં ચાર દહાડા હળદરને તેલનાં માલિશ કરાવવા જોહેં !! 🙂

      Like

  4. આદરણીય શ્રી અશોકભાઈ,

    આદરણીય વડીલ આતા દર્શનનો અનેરો લાભ આપને મળ્યો.

    આતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા એવો અમુલ્ય અવસર ઘણાના

    જીવનમાં ભાગ્યે જ આવે છે.અમો નજદીક હોવા છતાં ન મળી શક્યા

    જયારે આપ હજારો માઈલ દુર હોવા છતાં આપને એ અલભ્ય લાભ મળ્યો

    એ આપનું સદભાગ્ય કહેવાય ને લાખેણો લ્હાવો આપે લીધો.

    ચિત્રો પણ ખુબ સરસ મુક્યા છે…અભિનંદન.

    આતાને અમારા વંદન પાઠવશો એવી અદમ્ય ઈચ્છા.

    Like

    • આદરણીય ગોવિંદભાઈ, આભાર.
      ભ‘ઈ જો કે આ ફેરાએ આપનાં દર્શન પામવાનું અમારા ભાગ્યમાં નહિ માંડ્યું હોય ! મને આપ સમા મિત્રોને મળવાનો, બે વાતુ કરવાનો (અને શક્ય બને તો ભેળા બેસી ખીચડી-રોટલા ખાવાનો !), હરખ ઘણો. ક્યારેક આતા કે જુ.ભાઈ કે અમારા ધવલભાઈ જેવા મિત્રોને મળવાનો, સાથે ફરવાનો, યોગ થઈ જાય તે હૈયે હરખ હરખ થઈ જાય અને ક્યારેક સમય-સંજોગવસાત આપને કે અમારા ભુપેન્દ્રસિંહ (અને એક મિત્ર મહર્ષિભાઈ પણ સાવ પાદર સુધી આવીને ગયા છતાં..) જેવા સ્નેહિજનોના દર્શનનો લહાવો મળતો મળતો રહી જાય ત્યારે થોડું દુઃખ પણ થાય. પણ પછી ’ગની’નો શેર, “ફકત આપણે તો જવું હતું, બસ એક-મેકના મન સુધી”, યાદ કરીને સંતોષ લઉં કે આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ એ પણ કંઈ ઓછું સદ્‌ભાગ્ય કહેવાય ?! આભાર.

      Like

  5. અશોક ભાઇ હુ તમને ના મળી શક્યો એનુ મને દુખ

    Like

  6. આતાને વંદન અને તમને ધન્યવાદ.

    આતા અંગે, ખાસ તો એમની દિનચર્યા, એમના શોખ, એમને ગમતી વાનગી, એમનાં પ્રિય પુસ્તકો–લેખકો વગેરે બાબતે પણ લખજો.

    Like

  7. chitro joi shakata nahti ane gujarati ma lakhi shakatu nathi 😦
    baki, vadil shri aatabhaini vat vanchvani maza aavi ane aanand pan thayo.
    aabhar Ashokbhai.
    aatavani blog par pan photo nathi dekhata……….:(
    Can anyone help me?

    Like

    • શ્રી સીમાબહેન, આભાર.
      ચિત્રો ન દેખાવા વિષયે કદાચ આપનાં બ્રાઉઝર સેટિંગની સમસ્યા હોઈ શકે. કોઈ જાણકાર મિત્ર સલાહ આપે તેવી વિનંતી છે. ગુજરાતીમાં લખવા માટે આપ http://www.google.com/transliterate પર જઈ, ભાષામાં ગુજરાતી પસંદ કરી, લખી, કૉપી કરી અને કોમેન્ટબોક્ષમાં પેસ્ટ કરી શકો. બહુ જ સહેલું છે. ઉપર અંગ્રેજીમાં લખ્યું લગભગ તેમજ ત્યાં ટાઈપ કરશો એટલે આપોઆપ ગુજરાતી થતું જશે. આભાર.

      Like

  8. શ્રી. અશોકભાઈ,

    આતા એ જેનો વાંહો થાબડ્યો હોય એને કોણ શાબાશી ન આપે?

    અમારાએ જાજા જુહાર સ્વીકારજો અને આતાને તો સાષ્ટાંગ દંડવત પ્રણામ.

    Like

  9. બ્રેઇનને પણ કસરતની જરૂર હોય છે. આતાએ જુઓ બ્રેઈન પણ એટલું જ મજબૂત રાખ્યું છે. આતા જેવા વડીલો સદાય યુવાન રહેવા સર્જાયેલા હોય છે. ભાઈ તમે ભાગ્યશાળી છો.

    Like

    • બાપુ, ખરી વાત કહી. તન જેટલી જ જાળવણી મન (બ્રેઇન)ની પણ જરૂરી. બધાં તો નહિ પરંતુ બહુમતી વડીલોને આપણે ૭૦-૮૦ એ તો ’નિવૃત’ થતાં જોઈએ છીએ અને ’હવે બહોત ગઈ ને થોડી રહી, હરિવાલાં કરો’ જેવી માનસિકતાથી નિરાશામાં ગર્ત થતા જોઈએ છીએ ત્યારે આ આતા (અને વધુમાં હું તો મારા બાપુજીનું, કે આપણાં બ્લોગજગતમાં સક્રિય એવા વડીલમિત્રોનું દૃષ્ટાંત પણ આપી શકું) જેવા વડીલો ખરે જ અનુસરણીય માર્ગ દેખાડે છે. હરિ ભજવામાંએ કંઈ વાંધો નહિ કિંતુ હામ અને હોજરી સાબૂત રાખીને !

      કદાચ નાને મોઢે મોટી વાત થશે, પરંતુ મને જેટલો પરિચય થયો છે તે બધા ’હિમ્મતવાન આતાઓ’ કનેથી એક ગુરુમંત્ર જાણવા મળ્યો છે, “મોજમાં રે‘વું અને ખોજમાં રે‘વું” !!! આપણી પાસેય સમય છે, મોજમાં ર્‌યો 🙂 આભાર.

      (અહિ ’ખોજ’ કહેતાં જિજ્ઞાસાવૃત્તિ એવો અર્થ છે)

      Like

  10. વડીલ આતાભાઈને પાયલાગણાં.
    ચિત્રકથાની પોસ્ટ અને બધી કોમેન્ટ રસપુર્વક વાંચેલ છે.
    ઉપલેટાની અસ્પતાલ, પ્રાર્થનાગૃહ જોવા મળ્યું.
    પોસ્ટની છેલ્લે સ્વાસ્થ્ય જળવાઈ રહે એ સંજીવનીની અભ્યર્થનામાં હું મારો સુર પુરાવું છું.

    Like

  11. આદરણીયશ્રી. અશોકભાઈ સાહેબ

    આપની વાંચનયાત્રા હવે શિક્ષણયાત્રાના કેટાલાય શિખરો સર કરી રહી છે. સાહેબ

    આપે વડીલશ્રી. આતાજી મુલાકત ગોઠવીને અને સચિત્ર બતાવીને અમને પણ ગર્ભિત

    રીતે એમના આશીર્વચનોનો લાભ મળ્યો હોય એવો અહેસાસ કરાવ્યો

    હોસ્પિટલ, પ્રાર્થનાગૃહ જોવા મળ્યા, આનંદ આવી ગયો સાહેબ

    Like

  12. tamara lekh thi mane ghani prerana mali. kemke mari age 52 chhe and i am learning computer .you inspire me a lot. kemke 91 varse je blog jagat na varistha nagrik na hakdar banisaketo hu shu nakarisaku aata is my guru

    Like

    • શ્રી.મહેશભાઈ, સ્વાગત અને આભાર.
      કોમ્પ્યુટર શીખવાની હિમ્મત દાખવવા બદલ અભિનંદન. આ વિષયે અમ મિત્રો લાયક કોઈ સેવા હોય તો નિસંકોચ જણાવશો. આપ પણ કોઈ ૪૫-૫૦નાં ’મનોવૃદ્ધ’ માટે પ્રેરણા સમાન બન્યા કહેવાઓ. આભાર.

      Like

  13. મારા જેવા નવા આવનારાને તો વાંચીને બહુ જ આનંદ થયો. આભાર સાથે…..

    http://rajvaidyamh.wordpress.com/

    Like

  14. અશોક તેંતો આતાને મલક છતારાયો કરી દીધો .
    હવે જો તું મને ભેગો થા તો તુને તેડીને ખંધોલે બેસાડી લેવાનું જોર આવી ગયું .આ તમે બ્લોગ જગતવાળા ભેગા થઈને મને અશોક જેવડી ઉમરનો જુવાન જોધ કરી દીધો .
    યાદ રાખજો તમારી સોમી વર્ષગાંઠ ટાણે આતા દાંડીયારાસ લેશે હો ?

    Like

  15. thaks ashokbhai jaydeep vyas apne upleta malela

    Like

    • સ્વાગત અને આભાર. જયદીપભાઈ. આપે તો આતાને આપણાં આખાય મલકમાં ફેરવ્યા, શ્રવણની જેમ, ભલે આધુનિક કાવડમાં (car U C !) બેસાડીને, સેવા કરી તે પ્રણામને પાત્ર છે. સૌ સ્નેહિજનોને અમારા પ્રણામ પાઠવશો. આભાર.

      Like

  16. પિંગબેક: » ચિત્રકથા – આતાની હિમ્મત ! » GujaratiLinks.com

  17. શ્રી હિરલબહેન, પંચમભાઈ, હમઝાભાઈ, મિતાબહેન, યશવંતભાઈ, ગોવીંદભાઈ મારુ, અમિતભાઈ તથા સર્વે વાચકમિત્રો અને પ્રતિભાવક મિત્રોનો હાર્દિક આભાર.

    Like

  18. અશોક
    ફોટો સાથે નામ લખીને ઓળખાવ્યા બૌ ઉત્તમ કાર્ય કર્યું કહેવાય આ કાર્ય બદલ તું મારી અને સુરેશ જાની જેવા ની પ્રશંશાનો અધિકારી છો .
    તારી જ્ઞાન શક્તિ અને તારા મગજમાં જ્ઞાન મેળવવા માટે ઘણી જગ્યા રાખી .તે બદલ હું તારા ઉપર વારી જાઉં છું .
    એલા તુંને તો ગરુ કરવા જીવો છો ગરુ દત્તાત્રયના જી મારે ઘણા ગરુ કરવા છે .મારે ઘણું ઘણું શીખવું છે . મારી ભંભલી હજે ભરાણી નેથ .
    આજે થોડા ફોટાઓની કોપીઓ તૈયાર થઇ જશે .સીધા કમ્પ્યુટર માં મોકલવાની કોઈ મિત્રની સલાહ લઈશ .નહીતર સુરેશના સરનામે મોકલી આપીશ એ કમ્પ્યુટરમાં ગોઠવી આપશે .અને તુંને મોક્લાસ્શે અને તું હું લખીશ એ મુજબ નામ લખજે .

    Like

  19. પ્રિય અશોક મારા પ્રવાસના ફોટો આવી ગયા છે .પણ કમ્પ્યુટરમાં ગોઠવવાની અનુકુળતા નથી આવી .
    રાણાવાવ માં મારા ઓળખીતા પ્રેમાળ ભાઈસવદાસ ઓડેદરાને ઘરે ગયલો એની ભેંસોના ફોટા પણ છે
    મારા સદભાગ્યે સવદાસના બાપા અને સસરાને પણ મળવાનું થએલું .ભાઈ સવદાસે પોતાની નાળીયેરી માંથી ઘણા બધા નાળીયેર પણ તોડી આપ્યા .
    આતાને તરસ લાગેતો પાણી પીવા થાય

    Like

  20. Vah dada tame to tamari gujarat yatra no ek ek prasang khub saras rite varnavyo.

    ye sar sirf aj tak khuda ke samne zuka hai
    lekin aj apka yah lekh padhkar apne ap mera sar zuk gaya-vah aataa vah

    Like

Leave a comment