મારા પ્રતિભાવો – મળ્યો માથાનો ! (via હાદ)


એક્ ભાઇ,સુત બુટ્ને ટાઇ પહેરેલા એ એક પાઘડું પહેરીને બેઠેલા ગામડીયા ભાભાને પુછ્યું

વધુ વાંચો: મળ્યો માથાનો ! (હાસ્ય દરબાર) પર.

મારો પ્રતિભાવ:

અશોક મોઢવાડીયા

લે…આવું તો અમારા એક વેપારી દાદાને ખરેખર બનેલું ! એ દાદા જરા મગજનાં ટઈડ (સુરેશદાદા સમા ! :-) ). સવાર સવારમાં એક ઇનશર્ટ કરેલો, ભણેલ ગણેલ દેખાતો, ઘરાક આવ્યો;
કહે : ૧૦૦ વૉટનો લેમ્પ બતાવો.
દાદા કહે : તેં ૧૦૦ વૉટનો લેમ્પ ભાળ્યો નથી ?
ઘરાક કહે : પણ જોવો તો પડે ને, જોયા વગર માલ કેમ લેવાય ?
એમાં દાદાનું હટ્યું, કહે : કોઈ દહાડો લેમ્પ ભાળ્યો નથી એવા ગમાર શું લેવા ઇનશર્ટ કરીને નીકળી પડતા હશે !!
તે પેલા, માથાના મળેલા, ઘરાકે ફટ દઈને ઇનશર્ટ કાઢી નાંખ્યું અને કહે : લો, હવે બતાવો !

મગજનાં ટઈડ (સુરેશદાદા સમા !
એ અમો.. ચ્યમ અમો કંઈ ટઈડ છંઈ ?!
————–
સૂટ ટાઈ ઉપર પાઘડી કેવી લાગે?
આ લેખ જેની ઉપર છે – એ જણની પાઘડી જુઓ …

https://sureshbjani.wordpress.com/2013/02/28/prabhashankar-pattani/

અશોક મોઢવાડીયા

એ…માફ કરજો દાદા ! અવિનયનો હેતુ નથી.
આ હમણાનું એમ થયું કે ’દાદા’ નામ પડે ત્યાં સુરેશદાદા જ યાદ આવે છે !! સર પટ્ટણી જેવા પ્રતિભાવંતની માથે તો પાઘડી જ સોહાય. આપ પણ પાઘડી પહેરીને એકાદ ફોટુ ખીંચાવો, જમાવટ થશે. (જો કે લીસી જગા પર એ ’પા ઘડી’ ટકી જાય તો સારૂં !! :-) )

અશોક મોઢવાડીયા

હું ફરી ત્રાટક્યો !! હાદજનો મને માફ કરે પણ હું અહીં પ્રતિભાવ ચોકઠામાં જ એક લેખ જેટલું લખીશ !! પણ…એ પહેલાં હું ઉપરોક્ત માફીનામું પરત ખેંચું છું ! હવે લેખ;

ઉપર વાત થઈને કે, “’દાદા’ નામ પડે ત્યાં સુરેશદાદા જ યાદ આવે છે ” – એમાં સુધારો, હવે તો દેખાય પણ છે, સંભળાય પણ છે ?!

આજરોજ, તા:૨૮/૨/૧૩નાં, ઘરે પહોંચી, સાંજે ૯ કલાકે જમવા બેઠો. ઈવડા’ઈ’એ મસ્ત મજાનાં પિત્ઝા બનાવ્યા હતા. હજુ એક બટકું ભર્યું ત્યાં રોજનાં ક્રમાનુસાર ટી.વી. સામે ખડકાયેલા સુપુત્રએ દેકારો મચાવ્યો. જલ્દી આવો ! જલ્દી આવો !!

પિત્ઝાને પડતો મેલી દોડ્યો. આંખો ચોળી. તો યે ટી.વી.ના પડદે સુરેશદાદા જ દેખાય !!! દૂરદર્શન ગુજરાતી પર આવતા શ્રી.દીપકભાઈના જ્ઞાનવર્ધક પ્રવચન કાર્યક્રમ માંહે આજે શ્રી.દીપકભાઈ સાથે આપણાં સુરેશદાદા વાદે ચઢ્યા દેખાયા. (હવે તો માત્ર અમો જ નહિ, શ્રી.દીપકભાઈ પણ તેઓને ’ટઈડ’ ન કહે તો કહેજો !!) એ સવાલો, એ જવાબો, એમાંથી અમોને તો બસ જ્ઞાન જ જ્ઞાન પ્રાપ્ત થયું. છોડવું પડ્યું હોય તો એકમાત્ર ગરમ પિત્ઝા ! પછી ૯-૩૦ વાગ્યે અમોએ ઠંડો થયેલો ખાધો !! :-)

આ “બ્રેકિંગ ન્યુઝ” હતાં. હું શ્રી.સુરેશદાદાને વિનંતી કરીશ કે એ વાર્તાલાપ, જો યથાવત ઉપલબ્ધ હોય તો, અન્યથા એમની યાદને જોરે, સૌ મિત્રો સમક્ષ, એમને યોગ્ય જણાય તો, અને તો જ, મુકે. કેટલો સરસ એ વાર્તાલાપ હતો. પોતાની વાતને સ્પષ્ટપણે રજુ કરવી, સામેથી મુકાતી વાતને પણ આદરપૂર્વક સમજવા પ્રયાસ કરવો, અને એ માધ્યમે સુંદર જ્ઞાનસભર સંવાદ. આહા ! હવે અમોને સુદા જ મગજમાં ન ચઢે તો બીજું શું ચઢે ?! ખુબ ખુબ આભાર, દાદા. અમોને મળ્યો એવો લાભ સૌને મળે. જોતા રહો; દૂરદર્શન !


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)
આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.