Tag Archives: ભૌતિક વિજ્ઞાન

મારા પ્રતિભાવો – ઉર્જા,,કામઉર્જા.. (via “કુરુક્ષેત્ર”)

ઉર્જા,,કામઉર્જા..                *ઉર્જા એનર્જી ને આપણે શક્તિ કહીએ છીએ.જીવન ઉર્જા,પ્રાણ ઉર્જા ગમેતે નામ આપો.ઉર્જા એકજ છે.પરંતુ જેતે ઇન્દ્રિય દ્વારા વપરાય તેવું કામ આપે છે.મૂળ ઉર્જા એકજ છે પણ એના કામ જુદા જુદા છે.વૈજ્ઞાનિક પરિભાષા માં વિદ્યુત ઉર્જા પણ કહેવાય.દરેક વ્યક્તિ ની અંદર વિદ્યુત ઉર્જા હોય છે.પણ માત્રા ઓછી હોવાથી અડનાર ને  કરંટ લાગતો નથી.તમે સાગર માં તરતા હોવ તો તમારા હાથપગ ના સાંધાઓમાં થી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે,અનુભવાય છે.અને એ તમાર … Read More

via “કુરુક્ષેત્ર”   — ભુપેન્દ્રસિંહજી રાઓલ

મારો પ્રતિભાવ :

પ્રથમ તો ઘણા સમયે ફરી મુળ લેખ શાથે રસપ્રદ કોમેન્ટ્સ (Sorry ! પ્રતિભાવો) વાંચવાની મજા પડી. આ માટે ભુપેન્દ્રસિંહજી અને સૌ મિત્રોનો આભાર. “સંભોગથી સમાધી..” નો ઉલ્લેખ થયો, આ કદાચ અકસ્માત જ હશે પણ મેં આજે જ તે પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું છે !!! “કામ” વિષય જ એવો છે કે એકાદ લેખથી “કામ” નહીં ચાલે !! વધુ માટે રાહ જોઇશ.
માંસાહાર બાબતે ચર્ચા થઇ, જો કે મારા આખાયે કુટુંબના પુરૂષોમાં હું એક જ ચુસ્ત શાકાહારી છું !! (જે ધર્મને કારણે નહીં પરંતુ અંગત બાબતે) પરંતુ અતુલભાઇએ કહ્યું તેમ ’દરેક બાબતમાં વિવેક્બુદ્ધિની આવશ્યકતા છે.’ જો મિત્રોએ “જીંદગી જીંદગી” નામનું વિજયગુપ્ત મૌર્યનું પુસ્તક ન વાંચ્યું હોય તો જરૂર વાંચશો. તેમાં વિકટ પરિસ્થિતીમાં, સભ્ય લોકો પણ ’માનવમાંસ’ ખાવા માટે કેવા મજબુર બને છે તેની હ્રદયદ્રાવક, સત્યકથા આપેલી છે. પરંતુ જો કોઇ શાકાહારી જ હોય તો ફક્ત સ્વાદને ખાતર માંસાહારી બનવાનું કોઇ કારણ નથી.
અંતે, બાપુ આપ આ ભગવા-સફેદ ના ધંધે ના ચડશો !  આમે હવે અમારે ગીરનારમાં જગ્યા ઘટતી જાય છે !! આભાર.

 Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
હવે આપ ઓશો ને વાચી રહ્યા છો તો કામ(સેક્સ) ની બાબતે બીજા લેખો ની જરૂર નહિ પડે.બે દિવસ જોબ પર જઈ આવું પછી ભારે વિવાદાસ્પદ બનેલો મારો માંસાહાર વિષે નો લેખ જરા અપડેટ કરીને મુકવા નું વિચારું છું.જોકે ગાળો પડવાની શક્યતાઓ એમાં ઘણી છે.દક્ષીણ અમેરિકાની એન્ડીજ ની પર્વત માળા માં એક પ્લેન તૂટી પડેલું.અને ભયંક શિયાળો શરુ થઇ ગયો હતો.ત્યારે જે બચેલા એમાંના એક મેડીકલ વિદ્યાર્થી ની સલાહ ને માની મૃત સહ પ્રવાસીઓ ના શબ માંથી માંસ ખાઈને બાકીના બચેલા.આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”