Tag Archives: કૉપીરાઇટ

મારા પ્રતિભાવો – કોના કોના બ્લૉગે ચડિયા ચોર હેલ્લારો… (via અસર)

હે બ્લોગજનો,  આપ સૌ જાણો જ છો કે અમારા લેખ મોટાભાગે આપની   દિમાગી ઉર્જાનો બચાવ કરનારા હોય છે! તો એવી જ રીતે ઓછામાં ઓછું દિમાગી બળતણ વાપરીને અમારો આ લેખ પણ વાંચશો તો જરૂર ફોરમતા ફાગણનો  કેસુડિયો  સ્પર્શ પામશો. વાત એમ છે કે અમારા શહેરમાં મચ્છરોની બહુ બોલબાલા છે. મોંઘવારીના આ જમાનામાં દવા કેટલી છંટાય! અમને તો મચ્છરોને ભગાડવા માટે દવા છાંટવાનો ઉપાય બરાબર લાગતો નથી! કારણ કે એ ઉપાયથી માત્ર બેત્રણ કલાક અને નસીબ સારા હોય તો એકાદ દિવસ રાહત રહે છે. કાયમી ર … Read More

via અસર   — શ્રી યશવંત ઠક્કર

મારો પ્રતિભાવ :

માન.યશવંતભાઇ, નમસ્કાર.
આપ શું ખાવ છો? (મતલબ આપના ભોજનનું મેનું જણાવશો?) કે જેથી આવા ભવ્ય વિચારો આપને જ આવે છે !!!
અમને આવા વિચારો આવતા જ નથી ! પછી કોપી-પેસ્ટ ન કરીએ તો શું કરવું ? આપનો આ હેલ્લારો તો જો જરૂર પડશે તો ખુલ્લેઆમ કોપી કરીશું જ !!!
માઠું ન લગાડશો, પણ આપણે કહેવત છે કે “ઘરડાં ગાડા વાળે” (માઠું આ ’ઘરડાં’ બદલ નથી લગાડવાનું !)
આપે પણ આ ગાડાં વાળવાનો નવો (કે પ્રાચિન!) ઉપાય બતાવી એ સાબીત કર્યું. વિનયભાઇ નો પણ આભાર.
આભાર.
 

યશવંત ઠક્કર
અશોકભાઈ, આ બધો પ્રતાપ કાઠિયાવાડમાં વિતાવેલા બાળપણનો છે. જે થોડુંઘણું મનમાં સચવાયું છે તેને અમારી રીતે રજૂ કરીએ છીએ. આજે મોકો મળ્યો છે તો હળવા થઈએ છીએ ને બીજાને હળવા કરવાના પ્રયાસો કરીએ છીએ!
તમે જોયું હશે કે આપણા રોજિંદા વ્યવહારમાંથી આ હેલારા,પડકારા, ભણકારા, આવકારા, હોકારા, દેકારા, ગોકીરા, વરતારા, ઉતારા, હલકારા કે નગારા જેવા શબ્દોનું ચલણ ઓછું થવા લાગ્યું છે! માત્ર કવિઓ જ પ્રાસ બેસાડવા એનો ઉપયોગ કરતા હોય એવું લાગે છે! મોટાભાગનાને તો માત્ર હૃદયના ધબકારા સાથે નાતો રહ્યો છે! ડૉક્ટર પાસે જઈને ધબકારા મપાવવાના અને એની સલાહ પ્રમાણે જ જીવવાનું! એ કહે એટલું જ અને એવું જ ખાવાનું,પીવાનું, સુવાનું, બોલવાનું,વિચારવાનું અને હસવાનું! બધું માપી માપીને! વાતવાતમાં છોકરાઓને સાચીખોટી બીક બતાવાય કે : પપ્પાના ધબકારા વધી જાશે!
COPY-PASTE હળવા થવાનું બહાનું છે. હા, જૂનું નવા રૂપે ફરી આવતું હોય છે. કદાચ આ હેલારો પણ આવે!

 અશોક…
ખરૂં કહ્યું, આ વખતે નજીકનાં ઓળખીતાનાં કોઇ પણ લગ્નમાં (ડાંડીયામાં)જવાનું થશે ત્યારે આપને યાદ કરીને આ “હેલ્લારો”ની એકાદ રચના જરૂર કરાવવી પડશે. આપની વાત ખરી છે હવે આ હેલારા,પડકારા,
હોંકારા વગેરે ઘટતા જાય છે, એટલેજ તો ધબકારા!! વધતા જાય છે. જો કે આપણે બ્લોગજગતમાં હવે પ્રતિભાવો રૂપે હોંકારા,પડકારાને યાદ કરીએ છીએ તે સારૂં છે. તો લ્યો ખાવ ખોંખારો અને કરીએ હેલ્લારો !!!!!
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”