ચોકલેટી જન્મદિન


મિત્રો, નમસ્કાર.

ગઈકાલે, એટલે કે તા: ૯ મે, ૨૦૧૩નાં રોજ મારો જન્મદિન હતો. મુજ ગરીબને આદરણીય મિત્રો શ્રી.જુગલકિશોરભાઈ અને શ્રી.ગોવિંદભાઈ (જેસરવાકર)એ આગોતરો જ પ્રેમે નવડાવી મેલ્યો ! એમ લાગ્યું જાણે ગ્રીષ્મની બળબળતી બપોરે વર્ષાનું ઝાપટું વરસ્યું. આંખ અને હૈયું બંન્ને ભીના ભીના થઈ ગયા. બંન્ને મિત્રોનો હાર્દિક આભાર. આપે હજુ ન માણી હોય તો નીચેની કડીઓ પર ક્લિકી અને એ ભીની ભીની સુગંધ જરૂર માણશોજી.

* અશોક મોઢવાડીયાને જન્મદીવસે…. (NET-ગુર્જરી)

* અશોકે કર્યા છેંતાલીસ ગોલ …જન્મ દિન વધામણાં..કાવ્ય   (પરાર્થે સમર્પણ)

અને હા, પરમમિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજીએ (કુરુક્ષેત્ર) પણ મિત્રદાવે અમોને ઘણાં પ્રેમથી વધાવ્યા. એમની રચના સાભાર પ્રગટ કરૂં છું.

અશોક તું

દીપકને અજવાળે બેઠો, જુગલને સથવારે બેઠો,

ચિરાગની વાટ સંકોરતો મુનશીની ગોઠડીએ બેઠો અશોક તું.

પ્રજ્ઞાજુના વડલે બેઠો વહાલપની છાયામાં બેઠો,

વેબગુર્જરીને ખોળેરમતો રમતો જહેમત કરતો અશોક તું.

વિચારયાત્રામાં હાસ્ય વેરતો ને લાસ્ય વેરતો બેઠો,

મિહિરભોજનો રણબંકો નરબંકો ને મહેર બંકો અશોક તું.

માતૃભાષાની સેવામાં કૈ કેટ કેટલે મૂક બની બેઠો,

માબોલીના ચરણ પખાળી ધવલજુગલબંધી કરતો અશોક તું.

મિત્રોના હૈયામાં બેઠો ડણકંતો જાણે હાવજ બેઠો,

અમને ગરવ છે નથી ધરવ કે મિત્ર અમારો અશોક તું.

તો વળી અન્ય સૌ સ્નેહીમિત્રોએ ઉપરોક્ત રચનાઓનાં માધ્યમે, વિજાણુ માધ્યમે અને રુબરુ પણ ઢગલાબંધ શુભકામનાઓ પાઠવી. સૌ મિત્રોનો હાર્દિક ધન્યવાદ.

સાથે સાથે એકાદ ‘મિત્ર’એ એવી પણ ઇચ્છા જાહેર કરી કે, આ @$%નો જન્મદિન દર મહિને આવવો (એટલે કે ઉજવાવો !) જોઈએ ! હું સમજી શકું છું એ મિત્રની શુભદાનત ! પણ…..જવા દો. આ જ તો ખરો મિત્રપ્રેમ છે !

સાંજે ઘરનાં સૌ મોટી બધી ચોકલેટો લાવ્યા. સૌએ સાથે મળી ખાધી. ચોકલેટની મજા એ હોય છે કે, એ ગમે ત્યારે ખાઈ શકાય છે. ગમે તે આકારમાં ઢાળી શકાય છે. એક જ સમયે મીઠો અને કડવો બંન્ને સ્વાદનો અનુભવ કરાવે છે ! અને લગભગ સૌને અને સૌથી વધુ ભાવે છે. હું મિત્રતાને ચોકલેટ સાથે સરખાવીશ. પાંચ પૈસાથી માંડીને પાંચસો કે પાંચ હજાર સુધીની ચોકલેટો મળતી હશે. ટૂંકમાં, શું ગરીબ કે શું અમીર, સૌને પોતાની સોંજ પ્રમાણે ચોકલેટ પામવાનો લહાવો પ્રાપ્ય બને છે. જો કે કોઈ કોઈ વિઘ્નસંતોષીજનોનું કહેવું છે કે ચોકલેટ ખાવાથી દાંત બગડે છે ! પણ અમોને એવી વાતોમાં ઝાઝો વિશ્વાસ નથી ! આવું કહેનારાં મહદાંશે એ લોકો હોય છે જેને ચોકલેટ ખાવા મળતી નથી ! (પોતાનાં લખણે જ સ્તો !!)

આપણે સૌ તો ચોકલેટીજનો છીએ. એકમેવને તાણ કરી કરીને, પ્રેમભર્યો આગ્રહ કરી કરીને, ચોકલેટો ખવડાવનારા. મિત્રતાની કદર કરનારા. મિત્રના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારા. ક્યારેક ડારો તો ક્યારેક દિલાસો દેનારા. પણ સદા બ્લૉગજગતે હળીમળી રહેનારા. સૌને સદા જિંદગીમાં, પ્રચુરમાત્રામાં, વિધવિધ સ્વાદ, વિધવિધ આકારની, ચોકલેટ પ્રાપ્ત હો એવી અભ્યર્થના. ફરી એક વખત, આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવનાર સૌ આદરણીય મિત્રોનો હાર્દિક આભાર.

21 responses to “ચોકલેટી જન્મદિન

 1. જન્મ દિવસની શુભેચ્છાઓ

  Like

 2. ‘સૌને સદા જિંદગીમાં, પ્રચુરમાત્રામાં, વિધવિધ સ્વાદ, વિધવિધ આકારની, ચોકલેટ પ્રાપ્ત હો એવી અભ્યર્થના.’
  આજે ચોકલેટનો આનન્દ માણીશું… ધન્યવાદ…

  Like

 3. તુમ જીઓ હજારો સાલ સાલ કે દિન હો (બ્લૉગ મેં પોસ્ટ ભી હો) પચાસ હજાર………
  – “આપણે સૌ તો ચોકલેટીજનો છીએ. એકમેકને તાણ કરી કરીને, પ્રેમભર્યો આગ્રહ કરી કરીને, ચોકલેટો ખવડાવનારા. મિત્રતાની કદર કરનારા. મિત્રના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારા. ક્યારેક ડારો તો ક્યારેક દિલાસો દેનારા. પણ સદા બ્લૉગજગતે હળીમળી રહેનારા. સૌને સદા જિંદગીમાં, પ્રચુરમાત્રામાં, વિધવિધ સ્વાદ, વિધવિધ આકારની, ચોકલેટ પ્રાપ્ત હો ”
  વાહ ખૂબ સ_રસ ચોકલેટ ખવરાવી !
  [મારવાડી વર્ષમાં એક + એક = ૨ જન્મદિવસ આવે છે એ પાર્ટી નથી આપતો ! હર મહીને !!!] બસ આવી મીઠી શાબ્દિક ચોકલેટો મળતી રહે ! આમીન.

  Like

  • આ વર્ષે તો તારીખ અને તીથી બન્ને સાથે હતાં તે જાણ્યું ? કાયદેસર કર્યું હોત તો પણ એક જ દીવસે કામ પતી જાત !! ને તો ય હવાઈચોકલેટ ખવડાવીને સૌને રાજી રાખ્યા !

   Like

  • પાર્ટી ? ઈ વળી કેવી હોય ?!
   જો કે જુગલકિશોરભાઈએ છેક હવે આ ’આઈડિયો’ આપ્યો ! આ વખતે પાર્ટી આપવા જેવું હતું. એકનાં ભાવમાં બે થઈ જાત ! પણ હવે શું થાય ! ચાલો ફરી જ્યારે તારીખ અને તિથિ ભેળાં થશે ત્યારે પાર્ટી પાક્કી !!!
   (આ સપરમો દહાડો હવે પછી ઈ.સ.૨૦૩૨માં આવશે !)

   Like

 4. ચોકલેટ ખાવાથી દાંત બગડે છે ! 🙂

  Like

 5. બે વૃત્તિ શોક અને મોહ મનુષ્યને મનુષ્યત્વથી નીચે ઉતારીને પશુત્વ તરફ ધકેલી દે છે.

  શોક પર માર્મિક પ્રહાર કરતાં અને અશોકત્વ ધારણ કરવા માટે ભગવદ ગીતા ના આ શ્લોક હંમેશા યાદ રાખવા જોઈએ :

  श्री भगवानुवाच

  अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
  गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥

  भावार्थ :
  श्री भगवान बोले, हे अर्जुन! तू न शोक करने योग्य मनुष्यों के लिए शोक करता है और पण्डितों के से वचनों को कहता है, परन्तु जिनके प्राण चले गए हैं, उनके लिए और जिनके प्राण नहीं गए हैं उनके लिए भी पण्डितजन शोक नहीं करते॥૨/11॥

  અહીંથી ભગવદ ગીતા કહેવાવાનું શરુ થાય છે. અને છેવટે

  अर्जुन उवाच

  नष्टो मोहः स्मृतिर्लब्धा त्वप्रसादान्मयाच्युत ।
  स्थितोऽस्मि गतसंदेहः करिष्ये वचनं तव ॥

  भावार्थ :
  अर्जुन बोले- हे अच्युत! आपकी कृपा से मेरा मोह नष्ट हो गया और मैंने स्मृति प्राप्त कर ली है, अब मैं संशयरहित होकर स्थिर हूँ, अतः आपकी आज्ञा का पालन करूँगा॥૧૮/73॥

  આખી ભગવદ ગીતા સાંભળ્યા પછી શું થયું? અર્જુનનો મોહ નષ્ટ થયો. શોકનું કારણ મોહ છે. જેને મોહ ન હોય તે જ માત્ર અશોક બની શકે. આજીવન અશોક બની રહેવા માટે આપ આજીવન મોહરહિત રહી શકો તેવી શુભેચ્છા…

  Like

 6. આદરણીય શ્રી અશોકભાઇ,
  જન્મ દિનની ખોબલે ખોબલે શુભ કામના
  પ્રતિભાવનાં પોટલાં બસ અમને પાછાં આપી ચોક્લેટી હાસ્યથી અમારું મોં મિઠૂં કરાવ્યું ભાઇલા આપે તો
  બસ આવો પ્રેમ ભાવ સર્વ જનના હૈયામાં વસ્તો જાય

  Like

 7. ઇમેઇલથી સંદેશો મળ્યો કે તરત અહીં આવ્યો પણ નિરાશ થયો. મને દૃશ્ય અને દર્શનીય ચોકલેટની આશા હતી. આવો જનમદિવસ? વાહ અશોકભાઈ. ક્યાં છે, ચોકલેટના થાળ? કે શકીલભાઈને ઘરે જવું પડશે?

  Like

  • શ્રી.દીપકભાઈ, આપને નિરાશ કર્યા બદલ ક્ષમા ચાહું છું. પણ સાહેબ, આપનાં બેસણાં હમણાં તો ગુર્જરધરા મધ્યે જ છે ને, પધારો આપણે દેશ ! ચોકલેટનો થાળ પેશે ખિદમત કરતાં અમો ધન્યતા અનુભવીશું.
   (શકીલને ઘરે જવાનું ગોઠવો તો મને પણ જાણ કરશોજી, આપણે સૌ ભેળા મળીને ત્યાં જ પાર્ટી કરી નાખીશું ! 🙂 જય હો !! 🙂 )

   Like

 8. અમેય આકસ્મિક ખાધેલી !
  જો કે, રોજ ખાઈએ જ છીએ! ફરીથી જન્મદિન અભિનંદન
  —–
  દર મહિને એક વરસ વધવાનું હોય તો, ત્રણ જ વરસમાં આતાને આંબી જઈશ !!!

  Like

 9. શુભેચ્છા પાઠવનાર સૌ સ્નેહી મિત્રો તથા માન.હેમલબહેન, નિરવભાઈ, અમિતભાઈ અને સૌ વાચકમિત્રોનો હાર્દિક આભાર.

  Like

 10. ચોકલેટી જન્મ દીવસની શુભેચ્છા પણ ચોકલેટી શુભેચ્છા….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s