મારા પ્રતભાવો – મિત્રો મળ્યા- ગિરીતળેટીમાં ‘અમે’ (via ગદ્યસુર)


તે જવાંમર્દ જાતિનો છે; પણ ફૂલથીય કોમળ છે. ધંધે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છે; પણ વિદ્યાવ્યાસંગી પણ છે. ફરવાનો અને મહેમાનોને ફેરવવાનો અને જમવા / જમાડવાનો પણ શોખીન છે.

એ ‘અમે’ પણ છે …. અને ‘અમો’ પણ છે!

ઓળખી લીધો ને- એ ખૂંખાર મેરને?

IMG_3669IMG_3499

આ જોઈ જ લો ને…….Read More

પ્રતિભાવો:

  • vkvora Atheist Rationalist

    આતા દાદાની કેમેન્ટમાં સુર પુરાવું છું. ઉપર બધા ફોટાઓ જોયા. પહેલો અને છેલ્લો ફોટો બધાને જોવા વીનંત્તી…..

  • અશોક મોઢવાડીયા

    :-) :-) :-)
    હું પણ ઈ જ કે‘વાનો હુંતો !! સુરેશદાદાએ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો આધારભૂત પુરાવો શોધી કાઢ્યો !! સોરઠયાત્રાની એક અનેરી સિદ્ધિ !!! :-)

અશોક મોઢવાડીયા

માન.સુરેશદાદા.
આપે વખાણી વખાણીને મુંને ઓગાળી દીધો ! અરે ભ‘ઈ ઉપકાર તો આપ સજ્જનોનો થયો જે અમોને ૮-૧૦ કલાક આપનો યાદગાર સંગાથ માણવાની તક આપી.
સોરઠની પાવન ધરા પર ડગ દીધાની સાથે જ, બ્રાહ્મમુહૂર્તમાં જ, આપનાં નાભીકમળમાં સુષુપ્તાવસ્થાએ પડેલી કુંડલીની દૈદિપ્યમાન થઈ અને હણહણાટ કરતી જાગૃત થઈ ગઈ એ મંગલમય પ્રસંગ પણ આપ સૌ મિત્રોને સંભળાવજો એવી વિનંતી છે !! (જો એ કુંડલીની ટાણે જાગૃત ન થઈ હોત તો આપણો મેળાપ પણ અઘરો થઈ જાત ને !)

આપની સંગાથે યાત્રા કરવાની જે મોજ આવી, એ ખડખડાટ વહેતો રહેલો હાસ્યપ્રવાહ, સાથે શ્રી.શરદભાઈની જ્ઞાનસભર પણ સાવ સરળ વાણી (જ્યારે હા.દ.નાં પ્રમુખ દરબારી રાત્રી પ્રવાસનો થાક ઉતારવા કે સારથી પ્રત્યે પોતાનો ૧૦૦ % વિશ્વાસ દર્શાવવા ! મીઠી ઝપકી મારી લેતા ત્યારે !), પેલી રોડ પરની ચાની દૂકાને ’અડાળી’માં પીધેલી ચા (હ), ’ભૂલકણા સારથી’નાં ગરબડ ગોટાળાઓને કારણે ગોકુળીયા ગામની કુંજગલીઓમાં ઉલ્ટાપૂલ્ટા રથચાલનનો આનંદ ! અને હા, આપ “દેવ” થયા (કે હું એક્સીલેટરેથી પગ નહિ હટાવું તો આપ ખરે જ ’દેવ’ થઈ જશો એવી ’સારથી’ની ધમકી (!)ને કારણે ’દેવ’ થતાં થતાં રહી ગયા)નો પ્રસંગ ! ’સુરેશદાદા આગે બઢો, હમ આપકે પીછે હૈ’ નો શંખનાદ કરી આપને પેલી ટેકરીએ ચઢવાનો શ્રમ કરાવ્યો (અને બોનસમાં ’કાંટા લગા…’ યાદ કરાવ્યું !). આહા ! હા ! હા !

ખરું કહું ! આપ મને મારાથી (માત્ર ઉંમરમાં !) મોટા લાગ્યા જ નહિ ! જો કે એ તો સામાન્ય વાત ગણાય પણ આપ બાળકોને પણ હમઉમ્ર લાગ્યા એ નોંધપાત્ર વાત ગણાય. આપનું બાળપણ કાયમ રહે. અમોને ફરી ફરી આપની સંગાથે યાત્રાનો લાભ મળતો રહે એવી અભ્યર્થનાસહઃ ધન્યવાદ.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.