ચિત્રકથા – દીપાવલી ૨૦૬૮


પ્રિય મિત્રો,

દીપાવલીના શુભપર્વની હાર્દિક શુભકામના.

વિક્રમ સંવંત ૨૦૬૯ નું બેસતું વર્ષ સૌને સુઃખદાઇ નિવડો તેવી શુભેચ્છા.

વિક્રમ સંવંત ૨૦૬૮ની કેટલીક યાદગાર ક્ષણો, કેમેરાનીં આંખે.

વિગતો:

* રંગોળી અને રોશની. (એ તો હોય જ !)

* મિત્રો – બલભદ્રસિંહ, ધવલભાઈ, જીતેન્દ્રસિંહ, હર્ષદભાઈ, કુલદીપસિંહ, જેઠાભાઈ, માન. જુગલકીશોરભાઈ, માલદેભાઈ, પૂ.આતાશ્રી, પરબતજી આણી ભજનમંડળી, છોટે પરબતજી (ઢોલકીયા !), નરેન્દ્રભાઈ અને સ્નેહીજનો.

* સ્થળો – ઉપરકોટ, અશોકનો શિલાલેખ, ક્રિષ્નાપાર્ક, શાપુર, ઉપલેટા, પત્રાપસર, માંગરોળ, માધવપુર, કાંટેલા, ખોડીયાર આઈ, વિસાવાડા, હર્ષદ, ચંદ્રાવાડા, ગાયત્રી મંદિર, નકલંક ધામ-તોરણીયા, પરબ અને લીલીછમ વાડીઓ વગેરે વગેરે.

* મુંહમેં પાની લાને વાલા – ખાંડવી, પાત્રા (પતરવેલીયા), આથો (? ક્યારેક સમજાવીશ !), ચોકલેટ, કેક, પિત્ઝા, બરી (? એ પણ..ક્યારેક સમજાવીશ !), બખાઈ આમલી, આંબરી (દેશી આંબળા), રીંગણાનો ઓળો વગેરે વગેરે.

* પશુ-પક્ષીઓ – કિંગફીશર, ભારદ્વાજ (કાકડીયો કુંભાર),  ખીસકોલી, બિલાડી, અને…….!!

 

 

 

18 responses to “ચિત્રકથા – દીપાવલી ૨૦૬૮

  1. ફોટાઓની મિક્સ ભેળ બનાવવામાં ખુબ મહેનત પડી લાગે છે 😉 . . .અમારો પણ ફોટો કયારેક આમાં જરૂર ઉમેરાશે . . તેવી આશા સહ . . શુભ દિવાળી અને નુતન વર્ષાભીનંદન 🙂

    Like

  2. અશોક”જી”, હેપી વાલી દિવાલી મુબારક, નવ વર્ષની વધાયું “રૂબરૂ” કાલ જુનાણા પહોંચીને! સ્વાદિસ્ટ વ્યંજનોના ફોટા પાડવાનું બંધ કરીશ તો ખાવામાં પણ પરેજી રહેશે !
    ને મારા ભાભીને થોડી શાંતિ રહેશે !
    તારા ભાગની મીઠાયું હું ઝાપટી લઈશ ! માટે ટૅન્શન નહી રખને કા ! 😀

    Like

  3. શુભ દિવાળી
    આવજો ને સ્વાગત
    નુત્તનવર્ષ

    પ્રકાશપર્વે
    આત્મદિપ પ્રગટો
    તેવી શુભેચ્છા

    Like

  4. દિવાળી અને નવા વરસના રામરામ. ડાયરાને!

    Like

  5. ઢગલો ફોટુ મૂક્યા, ઈ તો હારૂ કર્યું. પણ આ વાનગીઓ ના મેલી હોત તો?
    શીદ આ બામણને ચીઢવો છો? !
    દિવાળી અને નવા વરસની શુભેચ્છાઓ…

    Like

  6. “ખીસકોલી, બિલાડી, અને…….!!”

    અને…કહું ? રોટલો જ ભુલી ગયા ?! છતાં સુરેશભાઈની વાતે સહમત છું.

    તમારો આ પ્રયોગ નવા વરસ ને નેટજગતને કલાત્મક રીતે જોડનારો છે. તમારું ભેજું જુનાગઢના પથ્થર ફોડીને નીકળતા પાણી પીને ઘડાયું છે…દરેક અંક નવીન હોય છે. ખુબ ખુબ અભીનંદન.

    Like

  7. શ્રી અશોકભાઇ,
    દીવાળીની શુભકામના.આપનો બ્લોગ જોઇને જીભ અને આંખોને ખુબજ આનંદ થયો. સુંદર ચિત્રો અને તમારો પરિવાર જોવા મળ્યો.ધન્યવાદ.
    લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)

    Like

  8. આદરણીય શ્રી અશોકભાઈ,
    બલભદ્રસિંહ, ધવલભાઈ, જીતેન્દ્રસિંહ, હર્ષદભાઈ, કુલદીપસિંહ, જેઠાભાઈ,
    માન. જુગલકીશોરભાઈ, માલદેભાઈ, પૂ.આતાશ્રી, પરબતજી આણી ભજનમંડળી,
    છોટે પરબતજી (ઢોલકીયા !), નરેન્દ્રભાઈ અને સ્નેહીજનો.
    ચટપટા ફરસાણ ને મનગમતી મીઠાઈઓના થાળ સાથે વડીલો અને મિત્રોની સંગતમાં
    ભજન મંડળીનો ભાવ , રળિયામણા સ્થળો ને મનમોહક ચિત્રો ગત વર્ષનું સરવૈયું દર્શાવી
    ગયા હવે ૨૦૬૯ ના નુતન વર્ષે આના કરતા અનેરો ભાવ ઉપજાવી અમને પાવન કરશો
    એવી આશા સહ…………………………………………………………………………
    આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન

    Like

  9. ઢગલા મીઠાઈઓ અને ફરસાણો જોઈ અને મિત્રોના ફોટા પણ જોયા બહુ મજા આવી

    Like

  10. નવા વરસે ભજન મંડળીને અભીનંદન !!!!

    Like

  11. આદરણીય વડીલો, મિત્રો, સ્નેહીજનો, સૌ વાચક અને પ્રતિભાવકજનોનો હા્ર્દિક ધન્યવાદ. હું તો નવા વર્ષની શરૂઆત થતાં જ પાંચ દહાડાના એકલવાસમાં ચાલ્યો ગયેલો ! જ્યાં ન મળે ટી.વી. કૉમ્પ્યુટર, ફોન કે અખબાર. બસ મન ભરીને યાદો, ગત વર્ષના ખાટા, મીઠા, ખારાં, તૂરા, કડવા સ્મરણો, અને શાંતિ (જો કે એ અંગત સમજ પર આધારીત છે !). એ ફાઈલ, સચિત્ર, પછીની પોસ્ટમાં ખોલવામાં આવશે.

    અત્યારે તો, ભાઈ શકિલ નવાવર્ષના દહાડે જ અત્રે પધારી ભેટી ગયા અને મારા ભાગના આઠ-દસ ગુલાબજાંબુ ઓછા કરી ગયા ! તો, બામણુએ તો વળી જરાએ ફીકર ચંત્યા રાખવી નહિ ! મીઠાઈઓ શું ચીજ છે, કહો તો અમારું માથું પણ હાજર કરી દેશું (એમાં કશું ખાવા લાયક નહિ મળે એ અલગ વાત !). વળી માન.જુ.ભાઈની ટકોર શરઆંખો પર, આટલા ફોટા જોડ્યા તો એક રોટલો ક્યાં ભારે પડત ! જો કે આગળની પોસ્ટ્સમાં, બે પ્રકરણ, રોટલાને સમર્પ્યા જ છે એટલે હવે રોટલો માઠું ન લગાડે એવી આશા છે. સમય રોટલા અને રીંગણાનો ઓળો માણવાનો આવ્યો છે. (શિયાળો !) તો સૌ મિત્રોને, પોતાની અનુકૂળતા પ્રમાણે, સાવ ઘરનું નોતરું જ સમજીને, એ માણવા પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે. અને હા, વહેલા પધારો તો ’લીલી પરિક્રમા’નો લહાવો પણ મળશે. (કારતક સુદ ૧૧ થી પૂનમ, દેવદિવાળી)

    ધન્યવાદ અને નવવર્ષની હાર્દિક શુભકામનાઓ.

    Like

    • તમારો ધીગો રોટલો (મહેમાનનવાજી) રોટલાને અન્યાય તો ન જ કરે. આ દિવસોની ખાસ વાનગી મગજ ગણાય છે. પણ એને પીરસતી વખતે ‘મગજ ખાવા’ની ચોખવટ ન કરાય. તમે એ કરીને તમારી નમ્રતા કે નિખાલસતાય પીરસી દીધી !!! તમારી ભાષાશક્તિનોય સ્વાદ માણવા રેખો હોય છે હોં !!

      – જુ.

      2012/11/20 “વાંચનયાત્રા”

      > ** > અશોક મોઢવાડીયા commented: “આદરણીય વડીલો, મિત્રો, સ્નેહીજનો, સૌ વાચક અને > પ્રતિભાવકજનોનો હા્ર્દિક ધન્યવાદ. હું તો નવા વર્ષની શ” >

      Like

  12. ઢગલાબંધ ફોટોગ્રાફ્સનો બહુ મહેનત લઇને મસ્ત મજાનો ‘કોલાજ’ બનાવ્યો છે, સરસ.
    શુભેચ્છાઓ અને અભિનંદન.

    Like

  13. પ્રિય અશોક
    તારા મીઠાઈના ઢગલામાં અને ફરસાણના ઢગલા માં ખાંડવી હતી .
    સાચું કહું ? ખાંડવી મેં અમેરિકા આવ્યા પછી ખાધી। અને નામ પણ પહલ વહેલું સાંભળ્યું .
    અને એ પણ સુરતી બેન ડોક્ટર ભારતી ને ઘરે

    Like

  14. प्रिय अशोक मै काला ज़हरीला cobra को काबू कर सकताहू उसको नचा सकता हूं .मगर ये दुनियाको नचाने वाले कंप्यूटर को भला मै कैसे नचा सकताहू .मैंने गुजराती लिपिमे लिखना चाहा मगर कम्पूटरने अपनी मन मानी की और हिंदी लिपिमे लिखनेके लिए मुझे मजबूर किया ,अगर मै हिंदी लिपिमे भाषा गुजराती लिखू येभी मेरी अज़ीज़ गुजरातिका तोहीन है
    अज़ीज़ अशोक तूने मुझे मेरी ग़लती सुधारके सही भजन भेजा इसी लिए मै तेरा शुक्र गुज़ार हूँ मुझे एक भजन चाहिए .जिसके बोल है . “कर मन भजननो वेपारजी “

    Like

Leave a reply to jjkishor જવાબ રદ કરો