સરેઆમ ચોરી !


ચોરી !

સરેઆમ ચોરી !

ચોરી પર શિરજોરી !

ચોરીનું હાંડલું ઢાંક્યું ન રહે !

ચોરી ચાર દહાડા ને છિનાળું છ દહાડા !

જો કે એક ચાઈનિઝ (કે અંગ્રેજી ? કે ફ્રેન્ચ ? કે…? કે…? કે…? ..જે હોય તે !) કહેવત છે કે;

એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે. લો આપણે તો ’ચલચિત્ર’ જ મેલી દઈએ ! જે અમારા ખાનાખજાના પર ગોઠવાયેલા કેમેરાએ ઝડપ્યું છે. સાથે ચોરને પણ રંગે હાથ  (કે ગંદે હાથ !) ઝડપ્યો છે.

16 responses to “સરેઆમ ચોરી !

  1. અરે આતો હનુમાન દાદાની સેના માયલા ચોરી તો કરે અને ઉપરથી શિર જોરી કરે .

    Like

    • એ રામ રામ આતા.
      આ મારા વા‘લાવ પાછા ફાટી તો કોઈથી નો પડે ! હમણાં આંયા ટી.વી.ની નેશનલ જિઓગ્રાફી ચેનલ ઉપર જયપુર (રાજસ્થાન)નાં બંદરો (ત્યાં જો કે લાલ મોં વાળા, માંકડાઓ, વધુ થતા હશે.) અને તેના પરાક્રમો પર આખી શ્રેણી દેખાડે છે. જોઈ ને બહુ મજા આવે છે. આ પ્રાણીઓ ખરે જ આપણાં પૂર્વજ કહેવાવાને યોગ્ય છે. જો કે અમારા આ કાળા મોં વાળા ગીરનારી બંદરો પેલા લાલ મોં વાળા માંકડાઓ કરતાં ઓછા તોફાની હોય છે એવું અનુભવ્યું છે. પેલા દાદાગીરી બહુ કરે ત્યારે આ થોડા દયામણા દેખાય ને અક્કલ વાપરી પેટ ભરવાનો લાગ કરી લે.

      લ્યો તંઈ, આતાને દિવાળીના તહેવારોની હાર્દિક શુભકામનાઓ.

      Like

  2. આદરણીય શ્રે અશોકભાઈ,
    સુંદર ચિત્ર ઝડપ્યું છે. વાહ કેમેરામેનની કરામત.,
    આપને તેમજ કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના.
    નુતન વર્ષ સુખ સમૃદ્ધિ સાથે સુખાકારી બક્ષે ને જીવન પથ પર આપ
    ખુબ આગળ વધો તેવી શુભ કામના.

    Like

  3. પશુ પક્ષી કીટકોનો કુદરતી ફળ ફુલ પર કાયદેસરનો હક છે. મનુષ્યથી વધારે મોટો ચોર કોણ છે?

    મને તો વાંદરાનું કાર્ય ગમ્યું 🙂

    Like

    • મને પણ. આપણે કુદરતે મુક્ત આપેલ ભેટોને પોતીકી કરીને માલિક બની બેઠા.
      ઘણા બધા માનવીય પ્રશ્નોનું મૂળ – માલિકી ભાવ.
      ———-
      આ ૨૦૧૨ની સાલમાં પણ એવી પ્રજા જીવે છે જે, આવા કોઈ જાતના ભાવથી વિમુક્ત છે; અને કોઈ જાતનાં તાણ વગર એ સમાજ જીવે છે.
      આફ્રિકાના સરંગેટી પાર્કની નજીક વસતી હાદઝા પ્રજા.
      ‘ગદ્યસૂર’ પર એ વિશે એક લેખ લખેલો છે. તમને વાંચવો ગમશે ….

      હાદઝા

      Like

      • દાદા,

        હાદઝાનો લેખ મેં ૨-૩ વખત વાંચેલો છે. મને તે લેખ અને તેમની રહેણી કરણી હંમેશા પ્રિય રહી છે. મનથી હું હાદઝા જેવો જ હોવા છતાં તેમની વચ્ચે તો રહેવા જઈ શકું તેમ નથી કારણકે આપણે જ્યાં રહીએ ત્યાં આનંદ પૂર્વક જીવતાં શીખવું તે વાતેય હાદઝા પાસેથી શીખવા જેવી છે.

        ઈશોપનિષદ આ બાબત પ્રથમ શ્લોકમાં કહે છે :

        ઈશાવાસ્યમ ઈદં સર્વમ
        યત્કિંચિત જગત્યામ જગત
        તેન ત્યક્તેન ભુંજીથા
        મા ગૃધ કસ્ય: સ્વીદ ધનમ

        આપણાં દરેક શાસ્ત્રોએ અપરિગ્રહનો મહિમા ગાયો અને તેમ છતાં મનુષ્યથી વધારે પરીગ્રહી બીજું કોઈ નથી. માલીકી ભાવ સઘળી સમસ્યાનું મુળ છે. જે સઘળું ઈશ્વરનું છે તેના આપણે માલિક થઈ બેસવું છે. ત્યાં સુધી તો ઠીક આપણે તો ઈશ્વરને ય અવગણી કાઢ્યો. મનુષ્યને વિશેષ બુદ્ધિ આપી તો તેણે પશુ પક્ષીઓના હક તો છિનવી લીધા પણ જે કુદરતી રીતે સરળતાથી સહજતાથી જીવે છે તેવી ભોળી પ્રજાઓ પર પણ બુદ્ધિ શાળી પ્રજા માલીક બની બેઠી. શૂદ્રોને સવર્ણોએ હડધૂત કર્યા, કાળાઓને ગોરાઓએ ગુલામ બનાવ્યા, ગરીબ અને અજ્ઞાનીઓ પર તવંગરો અને બુદ્ધિશાળીઓ રાજ ચલાવવા લાગ્યાં.

        એક વાંદરો ફળ ખાઈ જાય તો તે સરેઆમ ચોરી અને માણસ કરોડો રુપિયાના કૌભાંડો કરે તો તે સુધરેલો શાહુકાર?

        Like

      • આભાર, દાદા.
        “ઘણા બધા માનવીય પ્રશ્નોનું મૂળ – માલિકી ભાવ.” — વિચારવા માટે બહુ સરસ વિચાર આપ્યો. વિચાર વલોણે માખણનોં લોંદો મળશે તો સાભાર આપની સમક્ષ હાજર થઈશ. આ ’તાણ વગરનું જીવવું’ એ પણ મારા જેવાને બહુ ગમે. ધન્યવાદ.

        Like

    • સાવ એવું નથી ! કુદરતી ફળ ફુલો પર જેટલો હક્ક પશુ, પક્ષી, કીટકોનો એટલો જ મનુષ્યનો પણ ખરો ! કેમ કે, એય એ જ કુદરતનું ક્રિએશન છે ને. જો કે મનુષ્ય મોટો ચોર ખરો, પણ એય શું કરે બિચારો ? કુદરતે દરેક જીવને જીવવા માટે કંઈક ને કંઈક ખાસ શસ્ત્ર આપી રાખ્યું ત્યારે આને માત્ર મગજ આપ્યું ! કહ્યું, વાપરી ખા !

      ઘણાં રૂપકમાં કહે છે કે હવે કુદરતને પણ પસ્તાવો થતો હશે. પણ ધ્યાનથી અભ્યાસ કરતાં જણાશે કે કુદરતનાં ભાથામાં એક એકથી ચઢિયાતા તીર પડ્યા છે. અને કુદરતનો કાનૂન ઈઝરાયલીઓ જેવો છે. ’પસ્તાવો ? માફી ?’ એ વળી શું ? કુદરત હંમેશા ઈંટનો જવાબ ઢેખાળાથી આપે છે. (કર્ટસી: ઈકોલોજી) માટે ડોન્ટ વરી, મને તો આખી વાનર કે વાંદર જાતિ જ ગમે છે 🙂

      Like

  4. દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી સર્વ મીત્રોને દીલી શુભેચ્છાઓ..
    –ગોવીન્દ મારુ અને પરીવાર
    Meet me @ http://govindmaru.wordpress.com/

    Like

  5. આદરણીય શ્રી અશોકભાઈ

    સુંદર ચિત્ર ઝડપ્યું છે. વાહ કેમેરામેનની કરામત.,

    આપને અને આપના પરિવારને દિપાવલિની શુભકામનાઓ.

    વિશ્વભરના ગુજરાતી ભાઈ – બહેનોને દિપાવલિની શુભકામનાઓ

    Like

  6. માણસ જેને ચોરી, સરેઆમ ચોરી કે શીર ચોરી કહે છે એને વાંદરાઓ તો બીજું જ કંઈક કહેતા હશે

    Like

  7. પિંગબેક: સરેઆમ ચોરી ! | હાસ્ય દરબાર

  8. આપણામા આ વારસો તરડાઇ મરડાઇને આવ્યો છે અને આપણે તેનો ભરપૂર લાભ ઉઠાવીએ છીએ કારણકે વારસાઇ એ આપણો જન્મસિધ્ધ હક્ક છે.

    Like

Leave a comment