મારા પ્રતિભાવો – શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ? (via અભીવ્યક્તી)


મારો પ્રતિભાવ:

સૌ પ્રથમ તો વીનોદભાઈનાં આ પુસ્તકના ટુંકસારનું અક્ષરાંકન કરવાની મને તક આપી અને વળી એ લખાણને અહીં બ્લોગ પર સ્થાન આપ્યું એ બદલ હું ગોવીંદભાઈ અને ઉત્તમભાઈનો આભાર માનું છું. લેખકશ્રી વીનોદભાઈના અનેકોમાંના એક નિકટનાં મિત્રનો હું મિત્ર હોય તે મિત્રએ કેટલાક સમય પહેલાં આ પુસ્તક મને ભેટરૂપે આપેલું. આ પુસ્તક અને એની પાછળ લેખકશ્રીનો પણ પરિચય થયો એ માટેનું શ્રેય વળી “અભીવ્યક્તી”ને જ જાય છે ! મારી વાત જરા લાંબી થશે પણ ક્ષમાસહ હું આપ સમક્ષ રાખીશ.

ઘણા સમય પહેલાં, અહીં જ એક લેખ આ અંતિમસંસ્કારના વિષયનો આવેલો. (શ્રી દીપકભાઈએ ઉપર પ્રતિભાવમાં આ ઉલ્લેખ્યું છે જ.) જો કે આજે ઉતાવળે મને એ સંદર્ભ મળ્યો નહિ પણ એ લેખ પર મેં આપેલો પ્રતિભાવ મને થોડોઘણો યાદ તો છે જ. આજે પણ ઘણાં મિત્રોએ જેમ આ ભૂમિદાહના વિચાર સાથે અસહમતી દર્શાવી એમ મેં પણ અંશતઃ અસહમતી દર્શાવેલી જ. હું (અને આપણે જાણીએ છીએ તેમ આ બ્લોગના ધારક ગોવીંદભાઈ અને ઘણાખરા વિચારવંતા વાચકો પણ) અસહમતીને મહદાંશે આવકારું છું. કેમ કે, સહમતી-અસહમતી એ જ તો ચાલકબળ છે આ વિચારવલોણાનું. રોજની જેમ, અમારા અંગત મિત્રમંડળમાં પણ વિવિધ બ્લોગ અને તેના વિચારો પર ચર્ચાઓ થતી જ રહે છે. (એ મારી આળસ છે કે એ બધી ચર્ચાઓ વળી બ્લોગના માધ્યમે આપ સુધી નથી પહોંચાડી શકતો !) ઉપરોક્ત ઉલ્લેખ થયો તે જુના લેખના વિચાર પરની ચર્ચા દરમિયાન એક મિત્રએ મને, એક અલગ દૃષ્ટિકોણ જાણવા મળે એ શુભહેતુથી જ, ઉપરોક્ત પુસ્તક, ન માત્ર ચીંધાડ્યું, ભેટ પણ આપ્યું. અને ત્યાર પછી એક સમે લેખકશ્રીની રૂબરૂ મુલાકાતનો લાભ પણ આપ્યો. આ થઈ પુસ્તક અને લેખકશ્રી સાથેના પરિચયની વાત. આજે તો અમે પણ સારા મિત્રો છીએ. ઉપર ઘણાં મિત્રોએ વાજબી દાખલા દલીલો સાથે સહમતી-અસહમતી દર્શાવી જ છે. એમાંની ઘણી અસહમતીઓ સાથે હું, લેખકશ્રીનો મિત્ર હોવા છતાં, સહમત છું.

પણ…છતાં કેટલીક બાબતોની ચર્ચા હું કરીશ. પ્રથમ એ ચોખવટ કરું કે, લેખકશ્રી બ્લોગીંગ કે નેટ વિષયે બહુ બધા જાણકાર ન હોય તેઓ માટે અહીં સઘળા આદરપાત્ર વાચકોને પ્રત્યુત્તર આપવો અઘરું થશે. છતાં હું પણ પ્રયત્ન કરીશ કે તેઓ આ સઘળી ચર્ચાના સંદર્ભમાં પોતાના વિચારોને સ્પષ્ટ કરે. હું ઓળખું છું ત્યાં સુધી તેઓનો ઈરાદો પોતાની વાત અન્ય લોકો પર ઠોકી બેસાડવાનો થતો જ નથી. એમ તેઓનો માત્ર હું જ સાચો એવો કોઈ દાવો પણ નહિ હોય. (ઉપર અંતના ફકરામાં લખેલું જ છે કે, ” તેમ છતાં આ વીચાર ભલે અત્યારે અપનાવી ન શકાય; પણ વીચારી તો જરુર શકાય.” તેમ જ, “આ વીષય પર વધુ વીચાર, બૌદ્ધીક અભ્યાસ કરી શકાય.” )

આમ, તેઓનો ઈરાદો માત્ર પોતે સૂચવેલી પદ્ધત્તિ જ ખરી અને અન્ય સઘળી ખોટી એવું દર્શાવવાનો તો નથી લાગતો. તેઓ માત્ર એક નવિન પદ્ધત્તિ તરફ આંગળી ચીંધે છે. હા જેમ આપણને બધે જ અનુભવવા મળે છે તેમ, જેમ દરેક માણસ પોતાની વાતનું વજન વધુ પડે તે માટે પ્રયત્ન કરે છે તેમ, લેખકશ્રી પણ પોતાને યોગ્ય જણાતી પદ્ધતિની તરફેણમાં કંઈક વધુ ભાર મુકે છે. અને એમ ન હોય તો જ નવાઈ. કેમ કે, લેખકશ્રી અહીં સઘળી અંતિમસંસ્કાર પદ્ધત્તિઓનું તટસ્થભાવે મુલ્યાંકન કરતા નથી કિંતુ પ્રમાણમાં બહુ ન ચર્ચાયેલી એક નાવિન્યસભર (હાલના સંદર્ભમાં) પદ્ધત્તિથી સૌને અવગત કરાવવા પ્રયત્ન કરે છે. અને માટે જ તો આ લેખ, આ રેશનલ બ્લોગ પર છે. મેં તો ગોવીંદભાઈ સાથેની તાજી તાજી ઓળખાણ (બ્લોગ માધ્યમે જ સ્તો) સમયે શક્ય તેટલા ઈમાનદાર બની અને, એક અંગત મેઈલમાં, એ અર્થનું જણાવેલું કે ’હું મારી જાતને શતઃપ્રતિશત રેશનલ નથી ગણી શકતો, પણ મને એ વિચારધારા સમજવી ગમે છે કેમ કે, સભાનપણે રેશનલ ન હોવા છતાં, આ વિચારધારાનો સભાનતાપૂર્વક કશો અભ્યાસ કે આચરણનો કશો જ પ્રયત્ન ન કર્યા છતાં, હું સ્વભાવથી એ વિચારધારાને વધુ માફક લાગું છું !’ અને એ ગોવીંદભાઈની મોટપ છે કે તેઓએ મને પણ એકસમાન સ્નેહથી જ આવકાર્યો. ઘણાં વિષયોમાં મારી અસહમતીને પણ સ્નેહપૂર્વક આવકારી અને સ્થાન પણ આપ્યું. (બ્લોગ જગતનો મારો અનુભવ કહે છે કે આ એક વાત ઘણી અઘરી છે ! અને બહુ ઓછા લોકોના બ્લોગ પર આ શક્ય છે ! જો કે એવા “બહુ ઓછા” લોકો સાથે જ મારે વધુમાં વધુ મિત્રતા રહી તે આનંદની વાત છે !) આ તો વળી હું મારી વાતે ચઢી ગયો (માનવસહજ સ્વભાવ !!) પણ, વિવિધ માન્યતાઓને ચકાસવાનો હેતુ અહીં જ તો સિદ્ધ થાય છે. લેખકશ્રી પણ એ જ ઈચ્છે છે કે સૌ મારી વાત આંધળુકીયા કરી માની ન લે. તેના ગુણદોષ વિચારે, તેની ચર્ચા કરે, અન્ય પદ્ધત્તિઓના ગુણદોષ પણ વિચારે, સરવાળે ભવિષ્યમાં કોઈક વધુ કુદરતી, વધુ પર્યાવરણ ફ્રેન્ડલી, વધુ સ્વિકાર્ય એવી પદ્ધત્તિ પણ અમલમાં આવે.

ક્યાંક ક્યાંક ચર્ચાનો ધ્વન્યાર્થ એવો પણ નીકળે છે કે લેખક વાસ્તવવાદી ઓછા અને આદર્શવાદી વધુ જણાય છે. હું પણ સહમત છું. પરંતુ આપણે એ પણ ધ્યાને લેવું જોઈએ કે આ કોઈ નવી નવાઈની વાત નથી ! અગાઉ પણ કંઈ કેટલા લેખકો, વિચારકો, સુધારકોએ આદર્શોની કલ્પનાઓ આપેલી જ છે. હા, સઘળા આદર્શો વાસ્તવિક બનતા નથી તેમ સઘળા આદર્શવાદી વિચારો માત્ર વરાળ પણ બનતા નથી. એક માણસ પોતાનો અંગત, પોતાના દૃષ્ટિકોણે વધુ ઉપયુક્ત જણાયેલો, પોતાના સિમિત સ્રોત દ્વારા અને પોતાની આસપાસના વાતાવરણમાં ચકાસાયેલો, ઓછામાં ઓછું સૌને વિચાર કરવા જેવો લાગેલો, એક વિચાર વહેતો મુકે છે. અને જેમ આજે અહીં તેમ, એ વિચાર પર, આપણે સૌએ ગુણદોષ ચકાસવા મહેનત લીધી તેમ, અન્ય વિચારવંત લોકો વિચાર કરે છે. એક વિચારના ઘડતરની કદાચ આ જ પ્રક્રિયા હશે. બધું જ જેમ છે તેમ માની લેવું, કે હાલ પોતે માને છે એ જ માત્ર ખરું સમજી બધું જ અમાન્ય કરવું એ આ ઘડતરની પ્રક્રિયાને રોકી પાડતું પરિબળ થશે.

મને પણ હાલ ઘણા સમાજોમાં પ્રચલિત દફન પદ્ધત્તિ કરતાં બાળવાની પદ્ધત્તિ વધુ સારી લાગે છે. હું બાળવાની પદ્ધત્તિથી ઉત્તમ અન્ય કશી પદ્ધત્તિ હોઈ શકે એ વિશે વિચારવા પણ તૈયાર ન હતો. પરંતુ આ પુસ્તકમાં વળી દફનને લગતી જે પદ્ધત્તિ (ભલે હાલ તે આદર્શવાદી જ જણાતી હોય)નું વર્ણન વાંચ્યું ત્યારે મને ફરી એક વખત બાળવું અને દફન એ બે પર વધુ વિચારવા જેવું લાગ્યું. એનો અર્થ એ નથી કે હવે હું દાટવાની (જે રીત આ પુસ્તકમાં વર્ણવી છે તે) પદ્ધત્તિને જ શ્રેષ્ઠ ગણવા માંડ્યો હોઉં ! ફરક એટલો કે હું હવે આ બે પદ્ધત્તિના ગુણદોષ વિશે વિચારવા તૈયાર થયો. અહીં લેખક વતી બોલવાનો મને હજુ અધિકાર નથી પરંતુ મેં મારા વિચારો રજુ કર્યા છે. આપ સૌ મિત્રોએ, એક નાનકડા ગામમાંથી, એક સામાન્ય માણસનાં મનમાંથી, ઉત્પન્ન થયેલા વિચારને વિચાર યોગ્ય ગણ્યો અને સમય ફાળવી સુંદર મજાના, બહુ ઉપયોગી પ્રતિભાવો રજુ કર્યા, હજુ પણ કરશો એ વાત જ ધન્યવાદને પાત્ર છે. આપ સૌ વિચારવંતા મિત્રોનો હું લેખકશ્રી વતી આભાર માનું છું અને લેખકશ્રીને શક્ય તેટલી, ચર્ચાઓમાં વણાયેલી, બાબતો અંગે પોતાના વધુ સ્પષ્ટ વિચારો જણાવવા વિનંતી કરીશ અને તેઓનો આદેશ થશે તો તેઓ વતી એ વિચારો આપના સુધી પહોંચાડીશ. ફરી એક વખત, ગોવીંદભાઈ અને આપ સૌ પ્રતિભાવક મિત્રોનો આભાર.

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

‘અભીવ્યક્તી’

પ્રકૃતી સામેની દુનીયાની સૌથી ઘાતક પરમ્પરા પર દૃષ્ટીપાત

શું શ્રેષ્ઠ ??

અગ્નીસંસ્કાર કેભુમીસંસ્કાર ?

–વીનોદ વામજા

♦     દેશમાં દર વર્ષે મૃતદેહના અગ્નીસંસ્કારથી …..

(૧)   રુપીયા ૨,૦૦૦ કરોડનાં લાકડાં બળી જાય છે.

(૨)   ૧૦,૦૦૦ હૅક્ટર જંગલનાં વૃક્ષો કપાય છે.

(૩)   દર વર્ષે અંદાજે ૧ કરોડ ટન માટીની ફળદ્રુપતા નાશ પામે છે.

(૪)   પ્રકૃતી, પર્યાવરણને અબજોનું નુકસાન થાય છે.

(૫)   ૨૦-૨૫ % હીન્દુઓ ભુમીદાહ પદ્ધતી અપનાવે છે.

(૬)   દફન કરતાં બાળવામાં ૧૦૦ ગણી જમીન રોકાય છે.

♦   કુદરતી/વૈજ્ઞાનીક રીતે આદર્શ અન્તીમક્રીયા કઈ ?

(૧)  વીદ્યુત/ગૅસ સ્મશાનગૃહમાં એક નાના ગામ કે કારખાના જેટલી વીજળીનો વ્યય થાય છે અને હવામાન પ્રદુષીત થાય છે.

(૨)   ભુમીદાહ એ માત્ર મુસ્લીમ/ખ્રીસ્તીઓની જ પદ્ધતી નથી; તે ધર્મોના ઉદ્‍ભવ પહેલાં પણ હતી. પુરી દુનીયાની છે.

(૩)   દુનીયાની દૃષ્ટીએ અગ્નીદાહ હીંસક તથા ક્રુર છે.

(૪)   કુદરતી/વૈજ્ઞાનીક રીતે ભુમીસંસ્કાર શ્રેષ્ઠ છે.

દુનીયામાં સૌથી વધુ લોકો (ખ્રીસ્તી, મુસ્લીમ…

View original post 1,807 more words

ટિપ્પણીઓ બંધ છે.