દિવાસળીની પેટીમાં એન્સાઈક્લોપીડિયા !


મિત્રો, નમસ્કાર.

એક જમાનામાં, માહિતી એકત્ર કરવા માટે, હાલ છે તેમાંની એક પણ આધુનિક સગવડ ન હતી ત્યારે, અમારી પાસે એક કાતર હતી ! અને એક શોખ હતો. કાતરકામ કરવાનો. બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન જેવી જગ્યાએ નહિ, ઘરમાં બેઠાં ! અખબાર, પત્રિકાઓ, ચોપાનિયાં વગેરે જેમાં કંઈક રસપ્રદ માહિતી વંચાય એટલે અમે કાતર ચલાવી દેતા. પછી તે કટિંગ્સ વિષયવાર સાચવી રાખવાના. જરૂર પડે ત્યારે, મિત્રો પર પ્રભાવ પાડવા, એમાંથી શોધી શોધી અને માહિતીઓ ઠઠાડે રાખવાની ! શાળા કે સ્થાનિક સ્તરે યોજાતી જનરલ નૉલેજ કે વકૃત્વની ઘણી સ્પર્ધાઓમાં તો સાથી મિત્રો તૈયારી જ દ્વિતીય અને તૃતિય સ્થાન માટેની કરતા ! (પ્રથમ માટે તો આપણું ઍડ્વાન્સ બુકિંગ રહેતું ને !!) જો કે આ વધારે પડતી આત્મશ્લાઘા થઈ ગઈ. આજે અમારી બુદ્ધિ (!) અને જ્ઞાન (!) જોતાં હવે ત્યારના એ મિત્રો ખાત્રીબંધ કહી શકે છે કે, લાગવગ અને ભ્રષ્ટાચાર તો ત્યારે પણ થતા જ હશે !

કૉમ્પ્યુટર અને ઈ-નેટનાં જમાનામાં પણ ક્યારેક એ જુના કટિંગ્સ ખોલીને બેસવાની મજા આવે છે. જો કે મેં મોટી મૂર્ખાઈ એ કરેલી કે કટિંગ્સ કયા સ્રોત (અખબાર વ.) અને કઈ તારીખના છે એવી કોઈ નોંધ કરેલી નહિ. તો આજે એમાંનું એક કટિંગ આપની નજરે; સંભવતઃ આ કટિંગ “ફૂલછાબ” દૈનિકપત્રનું, ૧૯૮૫ના વર્ષનું છે. સૌ સરળતાપૂર્વક વાંચી શકે તે માટે તેમાંનું લખાણ, શબ્દશઃ, નીચે ઉતારુ છું :

    દિવાસળીની પેટીમાં એનસાઈક્લોપીડિયા

૧૯૪૫માં કોમ્પ્યુટરના શોધક વનીવર બુશના મનમાં એક તુક્કો આવ્યો. એણે મેમેક્સ નામની એક ક્રાંતિકારી પ્રયુક્તિ શોધી જેણે વ્યક્તિગત લાઇબ્રેરીનું એક નવું જ સ્વરૂપ પ્રગટ કર્યું. એણે કહ્યું કે એક નાનકડા લાકડાના ફર્નિચરમાં કી-બોર્ડ અને વિડિયો સ્ક્રીનની મદદથી અઢળક માહિતી સંઘરી શકાશે. બુશનું તો સૂચન હતું કે એક દિવાસળીની પેટી જેટલા વોલ્યુમમાં આખોય એન્સાઈક્‌લોપીડિયા બ્રિટાનિકા આવી જશે. લાખો ગ્રંથ ધરાવતી લાઇબ્રેરી ટેબલના ખૂણામાં સમાવેશ પામશે. એટલું જ નહિ આ બધી માહિતીનો યોગ્ય અનુક્રમ ગોઠવાશે અને ખૂબ ઝડપથી એ મળી શકશે. બુશની આ કલ્પના ચાર દાયકા પછી એક નવા સ્વરૂપે સાકાર થઈ છે. એક કોમ્પેક્ટ ઓડિયો ડિસ્ક તૈયાર કરવામાં આવી છે. જેમાં કેટલુંય સંગીત સમાવેશ પામશે અને એ જ રીતે અગણિત માહિતી તેમાં આવી શકશે. આ કોમ્પેક્ટ ઓડિયો ડિસ્કમાં અઢીલાખ પાનાનું પુસ્તક અને હજારો રંગીન ચિત્રો સમાવેશ પામશે. લાઇબ્રેરી, હોસ્પિટલ અને ઓફિસોમાં ધીરે ધીરે આનો ઉપયોગ થશે. આ કોમ્પેક્ટ ડિસ્ક અતિ વિસ્તૃત માહિતી સંગ્રહિત કરવા માટેનું એક આદર્શ સાધન બનશે. જેમ કે રોકી માઉન્ટન પોઇઝન સેન્ટર ત્રણ લાખ અને સિત્તેર હજાર જેટલા ઝેરની ઝીણી અને વિગતવાર માહિતી ધરાવે છે. આને પોઇઝન ડેક્સ કહેવામાં આવે છે. જે અમેરિકાની ૧૨૦૦ હોસ્પિટલોને માહિતી આપે છે. પરંતુ આમાંથી તરત માહિતી મેળવવી મુશ્કેલ બને છે જ્યારે કોમ્પેક્ટ ઓડિયો ડિસ્ક આવતા આ કામ સરળ બની જશે.

યાદ રાખો આ બાતમી (!) અમે એવા સમયમાં મેળવેલી જ્યારે કેલ્ક્યુલેટર અત્યાધુનિક ગેઝેટ ગણાતું અને અમારી મિત્રમંડળી માટે તો એ પણ સ્વપ્નવત્‌ હતું !! હું ત્યારે એમ વિચારતો કે કોઈક રીતે એક કેલ્ક્યુલેટર હાથ આવી જાય અને ગણિતની પરીક્ષામાં એ વાપરવા મળી જાય તો બંદાને ૧૦૦/૧૦૦ ! જો કે પછીથી મારા સંતાનોને એ લાભ મળ્યો, કેટલીક પરીક્ષાઓમાં કેલ્ક્યુલેટરનો વપરાશ પણ માન્ય રહ્યો. છતાં એમનેય ૧૦૦/૧૦૦ તો ન જ થયા ! હવે એ લોકો એમ વિચારે છે કે પરીક્ષાઓમાં લેપટોપ (વિથ નેટ કનેક્શન !) સાથે રાખવાને માન્યતા મળવી જોઈએ ! તો બંદાઓ ઝંડા ફરકાવી દે ! 🙂 ખેર, ઉપરના સમાચાર પછી હવે નીચે માત્ર એક ચિત્ર રજૂ કરું, જે દર્શાવે છે કે આપણે કેટલી પ્રગતિ કરી. અને આ બુશભાઈ કેટલી દૂરદૃષ્ટિ ધરાવતા હતા. અહીં Hard Disc, Floppy, CD, DVD, Blue-Ray સઘળું યાદ કરી લેજો. જો કે આ તો હજુ કંઈ નથી, કદાચ આવતા વર્ષોમાં, આ જ ચિત્રમાં, પેનડ્રાઈવ દિવાસળીની પેટીનું સ્થાન લેશે ! ધન્યવાદ.

આ વાસ્તવિક કદનું ચિત્ર છે.

નોંધ:

Encyclopædia Britannica ના Ultimate Reference Suite નો લગભગ 4 GB ની પેનડ્રાઈવમાં સમાવેશ થાય છે.  જેમાં ૧૦૦,૦૦૦ ઉપરાંતનાં લેખ અને ૩૫,૦૦૦ ઉપરાંતનાં દૃષ્ય-શ્રાવ્ય માધ્યમ નો સમાવેશ થાય છે.

એન્સાઈક્‌લોપીડિયા બ્રિટાનિકા   (વેબસાઈટ)

* વનીવર બુશ   (વિકિ પર)

* લેખમાં ઉલ્લેખાયું તે મૂળ અવતરણ : “The Encyclopoedia Britannica could be reduced to the volume of a matchbox. A library of a million volumes could be compressed into one end of a desk.”  — (વિકિક્વૉટ પર)

રોકી માઉન્ટન પોઇઝન સેન્ટર

7 responses to “દિવાસળીની પેટીમાં એન્સાઈક્લોપીડિયા !

 1. વિશ્વ માં ઘણી પ્રગતિ થઇ રહી છે.કુદરતી સમૃદ્ધિ પણ સાથે સાથે વિનાશના માર્ગે જઈ રહી છે તે પણ બચાવવી જોઈએ
  मज़ा-इ दुनियाका हरगिज़ कम न होगा
  अफ़सोस सिर्फ इतना एक दिन हम न होगा

  Like

 2. બહુ મજાની ઉપયોગી વાત કરી અશોકભાઈ.

  આ સ્ટોરેજ ટેકનોલોજી ક્યાં લઇ જશે એની આગાહી અકળ છે પણ….આ વાઈકીનો આર્ટિકલ થોડો વધુ પ્રકાશ પાડી શકે એમ છે.

  http://en.wikipedia.org/wiki/Data_storage_device

  Like

 3. કોમ્પ્યુટર ૧૯૮૯થી વાપરવાનું શરુ કર્યું એના પછી માઈક્રોસોફ્ટની એન્કાર્ટા એન્સાઈક્લોપીડીયા સીડી ૧૯૯૩માં લીધેલ.

  ૨૦ સેકેન્ડમાં દુનીયાના અદ્દભુત સંગીતમાં શરણાઈ વાદન, મહારાષ્ટ્રની તુત્તુડી, આફ્રીકાનું ઢોલ ડ્રમ બીટીંગ અને પાકીસ્તાનની કવાલી સાથેનું સંગીત, વગેરે ૨૦ સેકેન્ડમાં જાણવા મળે.

  હવે માઈક્રોસોફ્ટે આવી સીડી કે એન્સાઈકલોપીડીયા બનાવવાનું બંધ કરી નાખ્યું છે.
  ધોળાવીરાની મુલાકાત પછી ખાખાખોડી કરતાં અંગ્રેજી વીકીપીડીયા ઉપર ૨૦૦૬માં મેં નોંધણી કરાવી એના પછી હીન્દી અને ગુજરાતી વીકીપીડીયા ઉપર નોંધણી કરાવી.

  બધા એન્સાઈક્લોપીડીયાનું સ્થાન નેટના જમનામાં અંગ્રેજી વીકીપીડીયાએ લઈ લીધું છે અને પેન ડ્રાઈવને કારણે વ્યક્તીગત માહીતી પણ હવે લોકો પેન ડ્રાઈવ ઉપર રાખે છે….

  ખાખાખોડીમાં ગુગલ મહારાજ પણ એટલી જ મદદ કરે છે.

  Like

 4. ઈ મેમર્યું ગમે એટલી નાની મળશે; પણ માણસના મગજની હેઠ!

  Like

 5. સુરેશભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત !

  Like

 6. આદરણીય શ્રી અશોકભાઈ,
  ખુબ નવીન અને ઉપયોગી માહિતી શોધી લાવ્યા છો.
  સરસ લેખ અને માહિતી.
  કોમ્પ્યુટરમાં મોટો ખોટકો સર્જાવાથી હું આપના તેમજ અન્યના બ્લોગ પર વિચારો
  પ્રદર્શિત નથી કરી શક્યો તે બદલ ક્ષમા ચાહું છું
  ગણેશોત્સવની સર્વેને ખુબ શુભ કામના

  Like

 7. આદરણીય શ્રી અશોકભાઈ

  સુંદર નવીનતમ વાતો – ન જાણેલી – ન સાંભળેલી વાતો જાણવા મળી

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s