નોનસેન્સ ન્યુઝ !


મિત્રો, નમસ્કાર.
વળી બોલીને ફરી ગયો ! (આમે હું ક્યાં રઘુકુળ સાથે દૂરદૂરનો સંબંધ પણ ધરાવું છું !) વનપ્રવેશનું પછી, હાલ તો એ..ય..ને લગ્નો ને સંબંધો (આડા,ઊભા,ત્રાંસા,વાંકા વ.વ.)ને એવા બધાંમાં ધ્યાન લગાવો !! તો ચાલો આજે…બ્રેકિંગ ન્યુઝ/ન્યુસ ?

ગુજરાતીનાં એક સર્વાધિક ખપતા (દાવા પ્રમાણે) અખબારમાં વાચ્યું કે કોઈ અફઝલ ગુરુ નામક ત્રાસવાદીને ગુગલે ભારતીય ક્રાંતિકારીઓની હરોળમાં બેસાડી દીધો છે ! આમ તો વૈચારીક ક્રાંતિઓનાં જનક લેખાતા મહાનુભાવો, અખબારો, ટી.વી.ચેનલો વ.વ.ને પાછું આપણે વિચારવા લાગીએ તો પેટમાં ચૂંકો આવવા લાગે છે ! અને મારા જેવા હાર્ડકોર વ્યસનીને વળી જે લત વળગે એ ઘડીકમાં કેડો મેલે નહિ ! તે જે વાંચ્યે તે બધું સાવ બેઠેબેઠું માની ન લેવાના હુમલાઓ આવે છે. આ સમાચાર દ્વારા મને પ્રથમ પ્રશ્ન એ થયો કે આવડા આ “ગુગલ”ને કોણ ક્રાંતિકારી ને કોણ ત્રાસવાદી એવા ખિતાબો આપવાનો હક્ક કે દહાડાનો મળી ગયો હશે ? મળ્યો હોય તે સામે પણ અમારો વિરોધ નથી, પરંતુ અમારે તો ગુગલ મહારાજ જોડે સાવ ઘર જેવા સંબંધ છે, તે સંબંધની શરમે અમને પણ આવો એકાદ ખિતાબ એણે ન વળગાડી આપવો જોઈએ ?

બસ, આ સ્વાર્થનો માર્યો હું ધંધે લાગ્યો ! આમાં પરમાર્થની કોઈ ભાવના નહિ, હોં કે ! અખબારે તો તેનાં મુંબઈનાં સુત્રોને હવાલેથી જણાવ્યું કે કોઈ જાગૃત સજ્જને, પરમાર્થવશ, ફેસબુક દ્વારા, ગુગલની આ ક્ષતિ લોકો સમક્ષ રજુ કરી છે (સરાહનીય વાત કહેવાય). પણ આગળ કહ્યું તેમ, માત્ર “વાહ વાહ” કરવાને બદલે અમને ઘટનાની છાનબીન કરવાનાં અભરખા ઉપડ્યા તે અમારાં ખાનગી સૂત્રો દ્વારા સમગ્ર ઘટનાની છાનબીન કરતાં નીચેની વિગતો પર પ્રકાશ પડ્યો હોવાનું સૂત્રોએ જણાવેલ છે.

* પેલા જાગૃત સજ્જને તો લોકોમાં જાગૃતિ આણવાનાં શુભ હેતુથી તેને ફેસબુક પર મેલ્યા હશે.
* આ સમાચાર “મહારાષ્ટ્ર ટાઇમ્સ” નામક પ્રખ્યાત અખબારે પણ ચમકાવ્યા હતા.
* ગુજ. અખબારનાં મુંબઈનાં સૂત્રોને પણ એ સમાચાર ફેસબુકથી મળ્યા.
* સૌથી સ_રસ વાત તો એ છે કે કોઈ નાનકડા લતાનું નાનકડું ચોપાનીયું હોય કે સર્વાધિક વેંચાતું/વંચાતું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય અખબાર કે સૌથી તેજ સમાચાર ચેનલ કે સર્વાધિક લોકપ્રીય બ્લોગ, સૌ કોઈ ઉપનિષદોનાં મહાન જ્ઞાન, અમને ચારે દિશાઓથી (શુભ) વિચારો પ્રાપ્ત થાઓ, ને પચાવીને બેઠા છે ! જેવું આવ્યું એવું ધબકાવ્યું !! અરે ક્યાંક ક્યાંક તો અન્યને ’વિચારવાની’ સલાહો આપનારા જાતે એ કષ્ટ લેતા નથી ! (જો કે એમનો આશય શુભ હોઈ શકે, ભલે અન્ય લોકો લાભ લે આપણે ભાગ પડાવવો નહિ !)

તો, અમારા વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું કે ગુગલની ભારતીય ક્રાંતિકારીઓની શોધ યાદીમાં માત્ર એ ત્રાસવાદીનું જ નહિ, સોનિયા ગાંધી, ચે ગુએરા, જીન્નાહ, કેટરીના કૈફ, બાલાસાહેબ ઠાકરે, આમિરખાન, ચેતન ભગત, જુલિયન અસાંજે, વગેરે વગેરે તેમજ ચલચિત્રો નાર્નિયા, ફસ ગયે ઓબામા, વ.વ.નાં પોસ્ટરો પણ દેખાય છે. (જો કે હું ક્યાંય નથી દેખાતો !) અન્ય લોકો સામે તો આપણને બહુ વિરોધ નહિ ! પણ આ એક ગુરુ કેમનો દેખાણો એ શોધવામાં અંગત રસ ખરો (કેમ કે, જો ઈવડો ઈ દેખાઈ શકે તો હું કેમ ન દેખાઈ શકું ? હું એના કરતાં તો વધારે સારો ભારતીય અને વધારે સારો ક્રાંતિકારી છું જ !! (બસ માની લ્યો, બહુ વિચાર ન કરો !!) )

તો વળી ખાંખાખોળા કરતાં ધ્યાને આવ્યું કે મૂળમાં ગુગલ જે ચિત્ર દર્શાવે તેની સાથેનાં લખાણમાં ક્યાંક આપણે શોધમાં નાંખેલો એકાદ શબ્દ તો હોય જ. અને આ ત્રાસવાદીનું ચિત્ર અને તેને અનુસંધાને સમાચાર news4u નામક એક સમાચારની વેબ પર મોજુદ છે.   જેનું મથાળું છે: Supreme Court verdict important in Afzal Guru case: Munde. અને નીચે એક ફકરામાં, આ ત્રાસવાદીનાં ચિત્રની ઉપર, લખાણ આ પ્રમાણે છે;

“Citing policy adopted by the Britishers, Thackeray said the colonial rulers lost no time in hanging Indian revolutionaries who gave their lives for the country’s freedom but in free India those who undermine her sovereignty were being spared despite the apex court’s verdict.”

તો, અમને તો અમારા સ્વાર્થની જે વાત હતી તે સાર્થક થઈ. હવે એ ખબર પડી ગઈ કે જાતે જ અંગુષ્ઠ ધોઈ અને મહાત્મ્ય વધારવું કંઈ અઘરું નથી ! પોતાનું સુંદર દેખાતું હોય એવું એક થોબડું (ફોટો યાર) ક્યાંક વેબપાનાં પર (બ્લોગ, ફેસબુક ઈ.ઈ.) મેલો અને સાથે લખાણમાં આવા દેશભક્ત, ક્રાંતિકારી, બુદ્ધિમાન, સજ્જન, મહાજ્ઞાની વ. જેવા ઈચ્છો એવા, શબ્દોનો સમાવેશ કરો એટલે બહુધા શક્ય છે કે પોતે પણ આવી મહાન યાદીઓમાં પોતાનાં થોબડાંને શોભાયમાન થતું જોઈ શકો !!! (પછી અન્ય લોકો તો જોઈ શકે જ, ન જોઈ શકે તો ધરાર દેખાડવા યત્ન કરવો !)

હવે જો કે આપણને કશું લાગતું વળગતું તો નથી છતાં, આ બ્રેકિંગન્યુઝ ભાંગનારા ઈવડા ઈ ’મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના કેટલાક “ધરાર વિચારવાને રવાડે ચઢનારા” વાચકોએ કેવા પ્રત્યાઘાત આપેલા તેનાં માત્ર બે‘ક નમૂના વાંચો, આપણે ગુજરાતીઓ તો “સારા” છીએ કે ગુજરાતી અખબારોને (કે લેખકોને, કે બ્લોગ્સને, કે વેબસાઈટ્‍સને, આવું કશું કહેતા જ નથી ! : (કેમ કે, હમ બોલેંગે તો બોલોગે કે, બોલતા હૈ !!)

(૧)  “Maharashtra times is lowering its reputations by such nonsens news…kid in 5 class who know google search will laugh you….!!! If you search for anything and if you found someting different…this does not mean…it is answer of your question or correct results of your search….Maharashtra times much give some basic internet training course to his Reporters…by this MT will think before puting such news….”

(૨)  “ही बातमी म्हणजे मूर्खपणा आहे. ती इमेज ज्या लिंकवर आहे, त्या लिंकवर खालील वाक्य आहे. “Citing policy adopted by the Britishers, Thackeray said the colonial rulers lost no time in hanging Indian revolutionaries who gave their lives for the country’s freedom but in free India those who undermine her sovereignty were being spared despite the apex court’s verdict.” त्यात असा उल्लेख झाल्यामुळे Image Search Resultमध्ये असे दिसते आहे. यात Googleची काहीच चूक नाही. http://news4u.co.in/tag/afzal-guru/page/2/”

વધુ કોમેન્ટ્સ માટે : દબાવો
** અન્ય કડીઓ :
* ગુગલ પર ચિત્રો :
* ગુગલ પર ચિત્ર આવવા કારણરૂપ સમાચાર :
* ગુજરાતી અખબારમાં સમાચાર :  પાનાં ૧૫ પર જવું.
* મરાઠી સમાચાર :

ભઈ આવી જ કથા કથાએ કથાએ થઈ શકે છે ! પણ આપણે તો નાના માણહ કે‘વાયે, બઉ ડખોળ ડખોળ નૈ કરવાનું. બસ મોટાવની વાતુ હાંભળવાની ને એય ધૂબાકા દેવાનાં ! (બસ એક હંધુય હાચું માનીને ઝપટે નૈ ચડવાનું !! નકર ’માથું રહે શેવાળમાં, ઊંચા રહે દો પગ’ જેવું થાય !) અખો કહી ગયો છે ને;

જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;

અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;

ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.   (વિકિસ્રોત)

એક કથા તો અમારા ખાસ, જાનેજિગર, જાને…જાને…જાને… મિત્રની કથા વિષયે પણ છે. પણ એ હવે પછી. (આને ય વચનમાત્ર સમજવું, અને હું રઘુકુળ સાથે છેટે છેટેનો સંબંધ પણ ધરાવતો હોય એવું મને જ્ઞાત ન હોવાનું આપને તો જ્ઞાત છે જ !!!)  ધન્યવાદ.

8 responses to “નોનસેન્સ ન્યુઝ !

 1. અશોક”જી”, સર_સ “સેન્સમાં નોનસેન્સ ન્યુઝ”!, કથા માટે ઇન્તેજાર રહેશે !

  Like

 2. ક્યારેક છાપા વાળા પણ સમજ્યા વગર ખોટું સાચું ધાબેદીદેતા હોય છે.

  Like

 3. અશોક”જી”, ગુરુપૂર્ણિમા એ સ_રસ સેન્સ માં “નોનસેન્સ ન્યુઝ”, આ કથા કથા કરી [લખી] કથાકાર બની જવાનો ! તારી કથા સાંભળવા આવું છુ, મળ્યા ગુરૂવારે.

  Like

 4. મિત્રોના લાભાર્થે !!! ગુગલ મહારાજને “ashok modhvadia“નાં ચિત્રો શોધી આપવા જણાવ્યું તો અમારી વેલ્યુ (!) બહાર આવી ગઈ !
  પ્રથમ ૪ પાનાંમાં તો ક્યાંય મારું સુંદર (?) થોબડું દૃષ્ટિગોચર થતું નથી !!! હા પ્રથમ પાને જ એક કરચલો, એક ટીટોડી વગેરે દેખાશે !! ત્રીજા પાને એક બગલો અને ઢગલાબંધ સાપ (સર્પ) પણ છે ! પાંચમાં પાને હું તો છું સાથે વિનયભાઈ, મૂર્તઝાભાઈ, ધવલભાઈ, એક બીલાડી અને એ તો ઠીક મોદીજી (નરેન્દ) અને વાઘેલાજી (શંકરસિંહ) પણ છે ! બોલો હવે !! આવા મહાનુભાવોની હરોળમાં દેખાડવા બદલ ગુગલ મહારાજને ધન્યવાદ કહેવા કે કરચલા, સર્પ, ટીટોડાંઓની ભેળા ગણવા માટે ટાંગ ખેંચવી ! 🙂

  Like

 5. એક મિત્રનો ફોન આવ્યો, કહે, ’આજે ’ગુરુપુર્ણિમા’ પ્રસંગે “ગુરુ” વિશે લખ્યું હોત તો ?’
  મેં કહ્યું, ’ત્યારે આ શેના વિશે છે ?!’
  * તા.ક.- અને અહીં બ્લોગ જગતનાં ખેલંદાઓ માટે નમ્ર ટીપ ! કશુંક સેન્સિબલ નૉન્સન્સ કરો તો હોટ થવાની ગેરંટી ! ચલો ડેમો દિખાતા હું !
  હોટ નૉનસન્સ
  ધન્યવાદ !

  Like

 6. આદરણીય શ્રી અશોકભાઈ,
  સેન્સ માં નોનસેન્સ પણ આ છાપાં વાળા વાણી લેતા હોય છે.
  ગુજરાતી પેપરમાં દિવ્ય ભાસ્કર એનો નમુનો છે.
  બસ હવે કથા માંડો તો અમે પણ શ્રોતા બનવા આવી પુગીએ

  Like

 7. આજના આ ૨૧મી સદીના બીજા દશકાનાં બીજાં વર્ષના બીજા ભાગમાં સૅન્સીબલ/બુધ્ધિગમ્ય [ઠાવકી] વાત કહેવા માટે નૉન્સેન્સીબલ [બિનપરંપરાગત / હટટ્કે] રજૂઆત કરવાનું તો જાણે ફરજીયાત જ થઇ ગયું છે.
  એટલે કૂતરાને માણસ કરડ્યો એ તો કોઇ ભાવ જ ન પૂછે, ઉંટપર કુતરાં કરડે [બિચારાં કુતરાં, તેમના પણ શું દિવસો આવ્યા છે?] તે પણ સમાચાર નથી, ઉંટપર બેઠેલ માણસ કૂતરાંને કરડે તે સ્માચારથી ચૅનલની ટીઆરપીના અંક મરણતોલ જ રહે એવા કપરા કાળમાં સમાચારનાં જગતમાંથી જેમણે પેટિયું રળવું તેઓ એ આવા જ નુસ્ખા જ અપનાવવા પડૅ ને!

  Like

 8. આજે અકસ્માત જ અહીં આવી ચઢ્યો અને આ ધર્મ લાભ ગુમાવ્યાનો અફસોસ થોડો વીસરાયો. ‘ફોલો’ સીસ્ટમ બંધ થૈ ગૈ લાગે છે !
  તમારી રજૂઆતની તાજગી ગમી ગઈ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s