મારા પ્રતિભાવો – માનવતા એ જ દેશભક્તી (via અભીવ્યક્તી)


માનવતા એ જ દેશભક્તી –વલ્લભભાઈ ઈટાલીયા
માણસ પ્રદર્શનપ્રેમી પ્રાણી છે. માણસ જે છે એનાથી સારો દેખાવાનો સતત પ્રયાસ કરતો રહે છે; જે છે એનાથી સારો બનવાનો પ્રયાસ ભાગ્યે જ કરે છે. કાર્યવૃત્તી નહીં; પ્રદર્શનવૃત્તી માણસને વધારે પસંદ પડે છે.   (વધુ વાંચો..)

મારો પ્રતિભાવ:

નમસ્કાર, દેશદ્રોહ અને દેશભક્તિનો તફાવત સરસ ઉદાહરણો વડે સમજાવ્યો. જો કે માનવતા અને દેશપ્રેમ વચ્ચેનો સંબંધ બહુ સ્પષ્ટ થયો નહીં ! માનવતા એ દેશ-કાળથી પર એવો સર્વસ્વિકાર્ય ગુણ છે, જ્યારે દેશભક્તિ એ સ્થળ-કાળને સાપેક્ષ છે. અંગ્રેજોના શાસન સમયે આઝાદીના લડવૈયાઓ, સરકાર અને સરકારનો પગાર ખાનારાઓ માટે દેશદ્રોહી ગણાય શકે, આજે તેઓ દેશભક્તો ગણાય. આજે પણ વિશ્વભરમાં પોતાના અલગ પ્રદેશોની માંગ કરનારાઓ દેશદ્રોહીઓ ગણાય છે ને ? કોઇ ને કદાચ અલગ પ્રદેશ મળી જાય તો તેઓ ત્યાંના ઇતિહાસમાં મોટા દેશભક્તો ગણાવા લાગશે. સામાન્ય રીતે દેશભક્તિ એ રાજ્યભક્તિનો પર્યાય મનાય છે. રજવાડાઓના સમયમાં પણ રાજાની વિરુદ્ધ જનારને રાજ્યદ્રોહી ગણવામાં આવતો, તેઓ બહારવટે ચડતા, પોતાના જ લોકોને રંજાડતા અને રાજ્યના સિપાઇઓ જ તેને ઝબ્બે કરવા કે ઠાર મારવાની તાકમાં રહેતા.

તમે જો કરાંચી કે લાહોરમાં જન્મેલા હોય તો, સ્વતંત્રતા પુર્વે કરાંચી કે લાહોરની ધુળ માથે ચડાવો, ત્યાંની ધરતીને વંદન કરો તો તમે દેશભક્ત ગણાતા, અત્યારે આવું કરો તો દેશદ્રોહી ગણાશો.

તમે પાકિસ્તાનનાં એક દર્દીની સારવાર કરી અને તેનો જીવ બચાવો તે માનવતા છે, અને સરહદ પર ઘુસણખોરી કરતા એક પાકિસ્તાની ત્રાસવાદી પ્રત્યે માનવતા બતાવવા જાઓ (ઠાર ન મારો) તો તે દેશદ્રોહ છે !

લેખ સરસ છે, પ્રેરણાદાયી છે, પરંતુ “માનવતા એ જ દેશભક્તિ” તેવો કોઇ સિધ્ધાંત ગળે ઉતરતો નથી, કદાચ એ મારું અજ્ઞાન પણ હોય છતાં આટલા પુરતું હું ક્ષમા માગીશ. શ્રી વલ્લભભાઇ અને આપનો ખુબ આભાર.

Dipak Dholakia:

અશોક્ભાઇ, માનવતા વિનાની દેશભક્તિ નકામી છે. દેશભક્તિ અને રાજભક્તિ પણ ચર્ચાનો વિષય બની શકે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)
આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.