દેશના વડા પ્રધાનની પત્રકાર પરિષદ એક હળવાશભરી ટકોર હા હા…!!! (via અરવિંદ અડાલજાનો બ્લૉગ)


યુપીએના શાસન કાળના સાતમા વર્ષમાં પ્રવેશતા શ્રી મનમોહન સિંઘે એક પત્રકાર પરિષદ દિલ્હી મુકામે યોજેલી જેમાં 700 થી વધારે પત્રકારો હાજર રહેલા.
વડાપ્રધાનશ્રીએ પત્રકારોના પ્રશ્નોના જવાબો આપતા જણાવેલું કે……… વધુ વાંચો

મારો પ્રતિભાવ:

સ_રસ લેખ ! વ.પ્ર.ના એકેએક ઉત્તરનું સુંદર અર્થઘટન કર્યું. લગભગ દરેક સામાન્ય માણસના મનનો પડઘો સંભળાયો. અંતે દુધપાકમાં કડછો મારૂં તો, ’એન્કાઉન્ટર’ના લેખક અશોક ભટ્ટ નહીં (એ તો વિધાનસભાના અધ્યક્ષ છે ! જો કે તેઓ પણ સારી રમૂજવૃતિ ધરાવે છે !) ’અશોક દવે’ છે. જો કે બન્ને ખાડીયાનાં જ છે ! સુધારો કરવા વિનંતી. આભાર.

arvind adalja:
શ્રી અશોકભાઈ
આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! વધુ આભાર તો મારી ભટ્ટ અને દવેમાં કરેલી ભૂલ તરફ ધ્યાન ખેંચવા બદલ ! ભૂલ સુધારી લીધી છે. મોટાભાઈ ભરવાડ વિષે પણ આપનો પ્રતિભાવ સુંદર છે. જોઈએ કહેવાતા ઉચ્ચ વર્ગના કેટલા સમાજો આવા સમયાનુસાર પ્રગતિશીલ ફેરફારો રિવાજોમં સ્વીકારવા તૈયાર થાય છે. મારા મતે તો કહેવાતા ઉચ્ચ વર્ગના સમાજો પોતાનો વ્યક્તિગત મોભો અને અહમ પોષવા દેખાદેખીમાં ઉતરી દિન-પ્રતિ-દિન વ્યવહારો અને પ્રસંગોમાં બેફામ ખર્ચ કરતો થયો છે પરિણામે તે સમાજના મધયમ વર્ગ અને સામાન્ય વર્ગના લોકો કરજા કરી આવા વ્યવહારો નિભાવવા મજબુર બને છે અને બાદમાં સારી જીંદગી કરજા ચૂકવવામાં જ પસાર કરતા રહે છે !
ફરી આભાર ! આવજો ! મળતા રહીશું !

સ-સ્નેહ
અરવિંદ

******************* રીબ્લોગીંગ પછીના રસપ્રદ પ્રતિભાવો ***

jjkishor

મારે પણ કડછો મારવો પડશે…અશોક ભટ્ટ અંગે ‘છે’ને બદલે ‘હતા’ જોઈએ. “બન્ને ખાડિયાના” એટલું જ રાખી શકાય.

“રાજા કાંઈ ખોટું નૉ કરૅ” એ અંગરેજી કહેવત સાથે આપણી “રાજા, વાજાં ને વાંદરા”વાળીય યાદ આવી જાય તેવો લેખ છે.

અરવિંદભાઈ આ સાતસો પત્રકારો વચ્ચે હતા એવું એમના શીર્ષકના “હાહાકાર” પરથી જણાઈ આવે છે ! ધન્યવાદ.

અશોક મોઢવાડીયા

માન.જુગલકીશોરભાઈ,
આપનું કહેવું ખરું છે, હવે ’હતા’ લખવું જોઈએ. જો કે અહીં જ્યારે પ્રતિભાવ આપ્યો ત્યારે તેઓ ’છે’ હતા ! દુઃખદ વાત છે કે આ પછી બરાબર ચાર માસ પછી તેઓનું અવસાન થયેલું (અ.તા: ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૦). રીબ્લોગીંગ વખતે મેં પ્રતિભાવને શબ્દશઃ જાળવવાની નીતિને કારણે વાં.યા. પર પણ સુધારો ન કર્યો. જો કે કૌંસમાં સુધારો મુકવો જોઈએ અને આગળ ઉપર જરૂરી જગ્યાએ આટલી દરકાર રાખીશ. આભાર.

jjkishor
January 14, 2012 5:54 am

“ત્યારે તેઓ ‘છે’ હતા !”

આ વાક્ય વાંચીને તમારી વાક્યરચનામાં રહેલી વ્યાકરણ–રમુજનો આનંદ માણ્યો… !


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.