મારા પ્રતિભાવો – કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ ? (via હિરેન બારભાયાની ડાયરી)


જો તમે હમણા છેલ્લા ચાર-પાંચ વર્ષના (દરેક ધોરણ/શાખાના) પરિણામ ધ્યાનથી જોશો, તો તમને સમજાશે…… વધુ વાંચો

મારો પ્રતિભાવ:

હીરેનભાઇ, સવાલ વિચારવા યોગ્ય છે. મેં થોડું વિચાર્યું તે નમ્રતાપૂર્વક અહીં રજુ કરીશ.
* છોકરીઓમાં સ્વભાવગત રીતે જ ચોક્કસાઇથી કાર્ય કરવાનું વલણ હોય છે. (પછી તે ઘરકામ હોય કે અભ્યાસ)
* કિશોરાવસ્થામાં (ટિનએજમાં) છોકરાઓનું ધ્યાન મોજશોખ કે રમતગમત કે રખડપટ્ટી તરફ વધુ ખેંચાય છે, જ્યારે છોકરીઓ કુદરતી શરમાળપણું કે ઘર-સમાજનાં અમુક બંધનોને કારણે વાંચન-અભ્યાસ તરફ વધુ સમય ફાળવે છે.
* એક એવું પણ અંગત તારણ મળ્યું છે કે, મા-બાપ છોકરાઓને, તેના ભવિષ્યની ચિંતાને કારણે, અભ્યાસમાં અવ્વલ આવવા માટે વધુ દબાણ કરે છે. અને આ દબાણથી ચિંતીત થઇ ઉલ્ટું છોકરાઓ અભ્યાસ બગાડે છે.
* એક કારણ એ પણ જણાયું છે કે હવે છોકરી સારૂં ભણેલ હશે તો સારો વર અને ઘર મળશે, આથી છોકરીઓના અભ્યાસને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે.
* અને અંતે, સમાજ હવે છોકરીઓ પ્રત્યે, તેમના અભ્યાસ અને કારકિર્દિ પ્રત્યે વધુ ધ્યાન આપતો થયો છે, જેનાથી દિકરીઓ માટે અભ્યાસની તકો અને સંસાધનો વધ્યા છે.
હજુ અન્ય કારણો પણ હશે જ. મારા ધ્યાને આટલા છે. આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.