મારા પ્રતિભાવો – ક્યાં છો પરશુરામ ? (ધ ગ્રેટ કોન્સેપ્ટ) (via કુરુક્ષેત્ર)


 
  મારા ગુરુ કહેતા કે પુરાણો આપણે જીવીએ છીએ.પુરાણો ની વાર્તાઓ મીથ છે. એ સાચેજ બનેલી કે નહિ એની પળોજણ છોડી દો.પણ હાલ એ જીવંત છે.આપણે બધા ક્યાંક ને ક્યાંક એમાં જીવી રહ્યા છીએ.કોણ હતા મારા ગુરુ?કોઈ એક હોય તો કહુંને!

ચાલો એક મજાનું ઉદાહરણ જોઈએ.હસવાનું નહિ!ચંદ્ર માં એક દેવ છે.પૂનમે પૂરો ખીલે ને અમાસે ગુમ.આ દેવોના ગુરુ હતા બૃહસ્પતિ.એમની સુંદર પત્ની ના પ્રેમ માં આ રૂપકડો ચંદ્ર પડી ગયો.એક હાથે તો તાલી નહિ પડી હોય ને?એકલા ચન્દ્ર ને દોષ ના દેવાય.તો ગુરુ નો પણ વાંક હશે.સ્ત્રી અને તેપણ ભારતીય સ્ત્રી પોતાના પતિ થી અતૃપ્ત હોય તોજ બીજે નાછૂટકે નજર દોડાવે.  …….   More

મારો પ્રતિભાવ :

શ્રી ભુપેન્દ્રસિંહજી, વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને તેમણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું, આને ફક્ત કથા જ સમજતો હતો ! પરંતુ હવે ખાત્રી થઇ કે એક ક્ષત્રિય પણ ધારે તો બ્રાહ્મણત્વને પ્રાપ્ત થઇ શકે છે. આટલું તટસ્થ નિરીક્ષણ એક ક્ષત્રિયનું કામ નથી, નથી ! અને નથીજ !! (વિવેકાનંદે આ જ વાત શુદ્રને પણ લાગુ પાડી છે)
આજે પ્રથમ વખત એક અલગ દૃષ્ટિકોણથી પરશુરામનું ચરિત્ર સમજાયું. ખાસ તો ૨૧ વખત આ ધરાને ’નક્ષત્રિય’ કરવાનો મુળ અર્થ અને માતાની હત્યાની કથાનું માતૃસંશ્થા વિખેરવાના વિચાર શાથેનું જોડાણ અદ્‌ભુત કહેવાય. આ અર્થમાં પરશુરામ ખરે જ સદાકાળ ચિરંજીવ રહેશે.
આપને કદાચ ગમે કે ન પણ ગમે ! પરંતુ મારૂં એક અંગત મંતવ્ય એવું છે કે ’નાસ્તિક લેખાતો માણસ જ ધર્મનો સાચો અર્થ સમજાવી શકે છે’ આ કથનની તરફેણમાં હું એક નહીં પણ અનેક દાખલાઓ આપી શકીશ. જો કે અહીં બધાજ સમજદાર લોકો છે તેથી એવી કોઇ જરૂર નહીં પડે.
હમણાં જ મેં એક જગ્યાએ લખેલું કે આ બધા મહામાનવો ના કર્મો ને ઇશ્વરીય વાઘા પહેરાવી દેવા કરતા તેને સામાન્ય માનવના દૃષ્ટિકોણથી નીહાળશું તો તેઓ વધુ પ્રભાવશાળી જણાશે. ’સડેલી બગડેલી નકામી થઇ ગયેલી રાજકર્તાઓની ચેનલ(ક્ષત્રિયો) ને નાબુદ કરવાનો’ ઉદ્યમ (અને એ પણ ૨૧ – ૨૧ વખત) કોઇ કાળે સહેલો નથી, અને એ કરનાર કોઇ મહાભાર્ગવ, મહાબ્રાહ્મણ, મહાન પરશુરામ જ હોઇ શકે. સંકુચિત, વર્ગ કે જાતિપાતીનાં, કુંડાળાઓમાંથી બહાર આવી આવા મહાન વ્યક્તિત્વને જ્યારે સઘળો સમાજ સન્માનશે, સમજશે, ત્યારે દુષીત રાજવ્યવસ્થાઓને આપોઆપ સુધરવું પડશે, અને તે કદાચ ૨૨ મું નિક્ષત્રિયકરણ ગણાશે !!
અંતે, ’સ્ત્રી અને તે પણ ભારતીય સ્ત્રી પોતાના પતિ થી અતૃપ્ત હોય તોજ બીજે, નાછૂટકે નજર દોડાવે’ એ વાક્ય વધુ સંશોધન માંગે છે, આ બાબતે હું પણ મીતાબહેન શાથે વિરોધમાં જોડાઉં છું !! ઉત્તમ, વિચારવંત લેખ બદલ આભાર.

Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,

આપની અસહમતી સાથે અમે સહમત છીએ.મીતાબેન ની સાથે આપ પણ જોડાયા છો.અતૃપ્તિ ના થોડા પ્રકાર લખવાની ધ્રુષ્ટતા કરીએ છીએ.એક તો પ્રેમરસ ની અતૃપ્તિ હોય,તો ઘણા ને કામરસ ની હોય.કોઈને કેરિયર રોળાઈ જવાની બીક હોય છે,જેવી સોનાલી બહેન ને હશે કદાચ.કોઈ ને કોઈની પ્રતિભા નીચે દબાઈ ગયા ની અતૃપ્તિ હોય,કોઈને ધન ની પણ હોય.કોઈ કોઈ સ્ત્રીઓ એટલી બધી પ્રેમ થી ભરપુર હોય છે કે,પેલા પૂર્ણ મીદમ જેવું,પૂર્ણ માંથી પૂર્ણ કાઢો તોય પૂર્ણ જ રહે. એમનો પ્રેમ એટલો બધો ભરપુર વહેતો હોય કે ઘરના પતિ,બાળકો અને બીજા સભ્યો ને તૃપ્ત કર્યા પછી થી પણ ઉભરાઈ ને બહાર વહેતો હોય.હવે કોના ઉપર ઢોળવો?એની પણ અતૃપ્તિ હોય.અને ઘણી સ્ત્રીઓ કદી તૃપ્ત થવા માટે સર્જાએલી જ નથી હોતી. હવે કદાચ ભાઈ બહેન ને કોઈ ફરિયાદ નહિ હોય એવું માની શકીએ ખરા?
બાકી તો આપ સમજી શક્ય છોકે મેં પરશુરામ ને એક વ્યક્તિ નથી ગણ્યા.બીજું મારો નાનો દીકરો પણ આપના જેવું જ કહે છે કે નાસ્તિકોએ એટલી બધી હત્યાઓ કે યુદ્ધો પણ નથી કર્યા જેટલા ધાર્મિક લોકોએ કર્યા હશે,ધર્મ ને પણ નાસ્તિક લોકો જ વધારે ઓળખી શક્યા હશે.બુદ્ધ પણ નાસ્તિક જ હતા.આપના પ્રતિભાવ નું હમેશા થી સ્વાગત છે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”