ચિત્રકથા – મોંઘેરા મહેમાન


પ્રિય મિત્રો, નમસ્કાર.
ગત તા:૨૫-૧૧-૧૧ના રોજ અમ ગરીબને આંગણે પધારવાનું મિત્રોએ કષ્ટ કીધું. યુ.કે.થી અમારા ખાસ મિત્ર અને વિકિપીડીયા (ગુજ.)ના પ્રબંધક શ્રી. ધવલભાઈ ’વિકિ કોન્ફરન્સ ઈન્ડીયા ૨૦૧૧ માટે ભારત પધારેલા તે અમારા આગ્રહને માન આપી એક દિવસ જૂનાગઢ આવવા સંમતિ આપી. તેઓશ્રીને આપણે તેમના બ્લોગ દૃષ્ટિકોણ પર પણ મળી શકીએ છીએ. તેઓની સાથે રાજકોટથી અમારા પરમમિત્ર અને વિકિ પર પણ સહયોગ કરતા એવા શ્રી. જીતેન્દ્રસિંહજી ચૌહાણ, હર્ષદભાઈ પટેલ, કુલદિપસિંહજી પણ પધાર્યા. જીતેન્દ્રસિંહજી ધાર્મિક પ્રકૃતિનાં જણ, તેઓને પણ આપ શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર બ્લોગ પર મળી શકો છો. આમ વિકિમિત્રો (અને બ્લોગરમિત્રો પણ ખરા જ !)ના નાનકડા સ્નેહમિલન જેવું થયું. સવારથી સાંજ સુધી જૂનાગઢનાં કેટલાક પ્રસિદ્ધ સ્થળોએ હરવા ફરવાનું થયું તથા સાંજે મિત્ર ભાવેશભાઈનાં ગાર્ડન રેસ્ટોરાં, ’ગાર્ડન કાફે’માં અન્ય કેટલાક મિત્રો સાથે વાર્તાલાપ સહ ભોજનનો પ્રોગ્રામ થયો. તો આવો સૌ પ્રથમ આપને પણ અમારા આ યાદગાર સ્નેહમિલનની કેટલીક સચિત્ર ઝાંખી કરાવું.

 

તો આ થોડી યાદેં, અમારા સ્નેહમિલનની, મહેમાન આવે અને તેમાં પણ મિત્ર મહેમાન બનીને આવે એટલે સમજો કે સોનામાં સુગંધ ભળી. ધારો કે સુદામાને ઘેરે કૃષ્ણ પધારે તો સુદામાનો હરખ કેટલો હોય ?

44 responses to “ચિત્રકથા – મોંઘેરા મહેમાન

  1. વિકિ જેવી ગંગાના કિનારે રહેનાર ધવલભાઈને સો સલામ.
    હવે એમનો વિગતે પરિચય કરવો જ પડશે.

    Like

  2. અરે અશોકભાઈ, આ શું ચણાનાં ઝાડ પર ચઢાવો છો યાર? તમારી કાઠિયાવાડી મહેમાનગતી મારા જેવા અમદાવાદીને તો સ્વર્ગનું સુખ મળ્યા બરાબર લાગે. છેલ્લી બે વખતની ભારતયાત્રા દરમ્યાન તમને અને જીતુભાને મળી ના શકાયું તેનો અફસોસ છે. અને કષ્ટ અમે નહોતું લીધું, કષ્ટ તો તમને અને જીતેંદ્રસિંહજીને આપ્યું.
    @સુરેશ જાની: સુરેશકાકા, તમારા ગામનો જ, ચોક્કસ પણે તમારી સાથે આઇ-મેલ પર ટચમાં રહીશ. તમારા જેવા વડીલના તો આશીર્વાદ જોઈએ, સલામ લઈને તો પાપમાં પડાય. આપણી ભાષાની સેવા કરી શકું એવા આશીર્વાદ આપો.

    Like

    • હોઈ કંઈ ! મને યાદ છે અમદાવાદમાં જેટલી મારી સરભરા થઈ છે તેટલી કદાચ ક્યાંય નહીં થઈ હોય ! (એક સાસરીયાને બાદ કરતાં 🙂 ) આ તો આપનો પ્રેમ છે બાકી આ ફાસ્ટયુગમાં મિત્રોને પણ મિત્ર માટે ક્યાં સમય હોય છે ? અને હા ચણાનાં ઝાડ પર તો નહીં પણ હવે પછી અમારી ઝપટે ચઢશો ત્યારે ગિરનાર પર તો જરૂર ચઢાવીશું 🙂

      યાદ કરતા રહેશોજી. આભાર.

      Like

  3. શ્રી.અશોક”જી”, મને ખુબ અફસોસ છે આવો સ_રસ અવસર અને “મારવાડી”ની પાર્ટી ચૂકી જવા માટે 😀 , ધવલભાઇ ને “ભજિયા” કેમ ન ખવડાવ્યા ? [ધવલભાઇ જૂનાગઢ ના ભજિયા બહુ યાદ કરતાતા] ચાલો નેક્સ ટાઇમ આવો ત્યારે ચોક્કસ “ભજિયા”પાર્ટી પાકી [આ અમદાવાદી સ્ટાઇલમાં આમંત્રણ નથી આપ્યું હો ! :lol:]
    સુંદર ફોટોગ્રાફ પણ સમયનો અભાવ વર્તાય છે.

    Like

    • કેમ ? તને શું પેટમાં દુખ્યું ? તારે ક્યાં પ્લેન પકડવું પડે તેમ છે, આવી જા આજે જ !!
      હા એ ભજીયાપાર્ટી રહી ગઈ પણ હવે પછી વાત. ફોટોગ્રાફ્સ પર માત્ર ’સુંદર’ કહી દેવું તે તો ઓછું જ કહેવાય ! તારા જેવા ’નિષ્ણાંત’ પાસેથી તે પર કંઈક તકનિકી ટીકાઓની અપેક્ષા રહે છે. (મજાક કરું છું !!! ખબરદાર અમારા પાડેલા ફોટોગ્રાફ્સમાં કંઈ ખોંચાઓ કાઢ્યા છે તો !) આભાર.

      Like

    • અરે શકિલભાઈ, આ તમારા મારવાડી મિત્રએ તો અમારી ભજીયા પાર્ટી બીલકુલ ઉડાવી જ દીધી. તમે યાદ રાખી તે વાતનો આનંદ છે. પણ જો કે અશોકભાઈએ ભજીયાને બદલે તેમના ઘરે જે ખમણ ખવડાવ્યા તેને કારણે હવે એ ભજીયાનું ઉધાર રહેતું નથી. ચાલો, હવે ભજીયા પાર્ટી મારા માથે, અમદાવાદ આવો અને આપણે રાયપુરના ભજીયા ખાઈશું.

      Like

  4. શ્રી અશોકભાઈ, જેઠાભાઈ, મિત્ર વર્તુળ તેમજ તમારા પરીવારનો ખુબ ખુબ આભાર. ખરેખર તમારી મહેમાનગતિનાં શું વખાણ કરૂ ભાઈ, કાઠીયાવાડમાંકો’ક દિ તુ ભુલો પડને ભગવાન, તારા મોંઘેરા કરૂ સન્માન, અરે તને સ્વર્ગ ભુલાવુ શામડા. આ દુહાને ખરેખર સાચો પાડી દિધો. અમે બધા, તમોએ સહન કરેલો કષ્ટ અને અમોને આપેલો આવકાર કયારેય નહી ભુલી શકીયે. અમને બધાને ખુબજ આનંદ થયો. સાંજે ગોઠવેલ સ્નેહમિલન સાથે કાઠીયાવાડી ભોજન, તમારા બધાનાં વિચારો જાણવાનુ અમને ખરેખર ખુબજ ગમ્યુ. આ સાથે તમારા પિતાશ્રી, ગાર્ડન કાફ઼ે વાળા ભાવેશભાઈ, સંદેશનાં લેખક જોષીભાઈ, મહેર એકતાનાં તંત્રીશ્રી રામભાઈ, આપણા અડીખમ અને અણનમ જેઠાભાઈ, હિરેન તેમજ તમારા પરીવારને અમારા તરફ઼થી પણ જય માતાજી કહેશો અને વહેલી તકે અમને તમારા માની અમારા ઘરે પધારશો તેવી અરજ કરૂ છુ. અમને પણ સુદામા બનવાનુ જરૂર ગમશે. બીજુ કે, ધવલભાઈ આપણા આમંત્રણને માન આપીને જુનાગઢ પધાર્યા તે બદલ તેનો પણ આભાર. સમયનાં અભાવે તે મારા મહેમાન નથી બની શક્યા પણ વચન આપીને ગયા છે એટ્લે આવતી વખતે તમારે બન્નએ રાજકોટ પધારવાનું છે જ… “અતિથી દેવ ભવ:”… જય માતાજી…

    Like

    • હવે મારે ધવલભાઈની જેમ કહેવું પડશે !! ’શું ચણાનાં ઝાડ પર ચઢાવો છો યાર?’ 🙂
      જો કે અમારા અવગુણ ધ્યાને ન લેતાં ગુણ ધ્યાને લીધા એ આપની મોટપ છે.
      ત્યાં સર્વે મિત્રોને યાદી આપશો. અને હા આપનું આમંત્રણ અમારે સર આંખો પર. જરૂર આપની મહેમાનગતી માણીશું. આભાર. જય માતાજી.

      Like

  5. wah! Aa senh milan jota eevu lage ke fari aavu gothvai ane badha ne malva no labh male ane Junagadh jova male… Mari Bharat yatra xmas wakhte j che tyare malva no yog bane to bhagwan ni krupa… Ashokbhai… aavi saras post karva badal khub khub aabhar… Sitaram

    Like

    • મહર્ષિભાઈ, આપણે તો અહીં વિદેશની ધરતી પર પણ જીતુ ભા અને અશોકભાઈ જેવા જ પડોશી છીએ. તો અમારી મહેમાનગતિ પણ માણવા પધારો ને ભાઈ?

      Like

    • શ્રી.મહર્ષિભાઈ, સીતારામ.
      પધારો પધારો, ક્રિસમસ સાથે કરીશું. આ અમારું (હવે જીતુભા વતી પણ હું જ કહી દઉં !) હાર્દિક આમંત્રણ છે.
      અને ધવલભાઈની વાત ને ટેકો જાહેર કરું છું ! જર્મનીથી યુ.કે. કંઈ છેટું નથી (જો કે હિટલર તોયે ના પહોંચી શક્યો !), જો કે યુ.કે.થી જર્મની માટે પણ આમ જ કહી શકાય 🙂 . તો ભઈ એકબીજાની મહેમાનગતી જરૂર માણવી જોઈએ. અમને તો લાભ એ કે આપના સ્નેહમિલનની વાતો જોવા-સાંભળવા મળશે !! આભાર ભાઈ.

      Like

  6. આ નેટ, યુનીકોડ, બ્લોગ, સ્કેન અને કેમેરાએ બધાને નજીક લાવી દીધા છે. કેમેરાને કલીક કરતાં હું ૧૫ દીવસ પહેલાં શીખ્યો છું. કેમેરાને કલીક કરતાં હાથ હાલી જાય છે. વીકીપીડીયાના મીત્રોને અહીં મળીને મને પણ આનંદ થયો.

    Like

    • પ્રથમ તો આભાર વોરાસાહેબ.
      સાચી વાત છે, આ નવી નવી તકનિકોએ વિશ્વને જાણે સાવ નાનકડું કરી મેલ્યું છે. આ જુઓને આજે એક દિવસમાં તો મિત્રો દોડીને (ઉડીને !) મિત્રને મળવા પહોંચી જાય છે અને એક સેકન્ડનાંએ કેટલાકમાં ભાગમાં તો મેઈલ, મોબ. વ. દ્વારા એકબીજાના ખબરઅંતર જાણી શકાય છે. બાકી અગાઉ પંદર દહાડા પહેલાં મહેમાને આવવાની જાણ કરતો પત્ર લખ્યો હોય તો મહેમાન આવીને જતા પણ રહે પછી પત્ર મળતો ! અને પચીસ કી.મી. છેટેના ગામડે જવું હોય તો સવારે પાદર જઈ ઊભા રહો ત્યારે બપોરે માંડ કોઈ વાહન લાધે ! ખરે જ, સમયે સમયે સગવડો વધી છે. જય વિજ્ઞાન.

      કેમેરાને સ્થિર રાખવાની એક તકનિક એ છે કે બંન્ને હાથે પકડી અને બંન્ને હાથની કોણી પેટ સરસી ભરાવી રાખવી. જો કે ટ્રાયપોડ હોય તો અતિઉત્તમ નહીંતો કેમેરા કોઈ સ્થિર જગ્યાએ (ટેબલ, વંડી, પાળી જેવી) મુકીને ક્લિક કરવું. આભાર.

      Like

  7. ધવલભાઈનો દૃષ્ટિકોણ તો તેમના બ્લોગ દ્વારા અવાર નવાર જાણવા મળે છે – આજે જુનાગઢમાં ફોટામાં દૃશ્યમાન થયા તે જોઈને વધારે આનંદ થયો. ધવલભાઈની ઉંચાઈ તો અશોકભાઈ તમારા કરતાયે વધારે છે. તેમના બ્લોગ પરના ફોટામાં બેઠા છે એટલે ખ્યાલ ન આવે. હર્ષદભાઈ, જીતુબાપુ અને જેઠાભાઈનોયે ફોટામાં સાક્ષાત્કાર થયો તેનાથી વધારે ખુશી ઉપજી.

    Like

    • અતુલભાઈ, ફિઝિકલી ભલે અશોકભાઈ કરતા ઉંચો હોઉં, પણ વર્તન, વહેવાર અને બીજી અનેક વાતોમાં તો એમના કરતા ઘણો વામણો છું.

      Like

    • આભાર, અતુલભાઈ.
      હા હોં ! આ તો આપે કહ્યું ત્યારે ધ્યાને આવ્યું. ઊંચે લોગ, ઊંચી પસંદ !! ત્યારે તો અમ જેવા મિત્ર પસંદ કર્યા !!! 🙂
      જો કે ધવલભાઈ જેવા ’ઊંચા’ મિત્રોનો એક ફાયદો, આપણે નીચાજોણું ના થાય 🙂 આપ પણ પધારો ક્યારેક અમારે આંગણે, આપણેય ક્યાં છેટું છે ! આભાર.

      Like

      • શ્રી અશોકભાઈ,

        ટીવીમાં એક જાહેરાત જોતા. એક નાનો બાળક ઘરેથી રીસાઈને જતો રહે છે. તેને શોધીને પછી કહે છે કે ચાલ ઘરે જલેબી ખવરાવીશ. એટલે બાળક કહે છે કે જલેબી? અને તરત ઘરે પાછો આવવા તૈયાર થઈ જાય છે. પછી તેને પુછે છે કે કેમ હવે નથી ભાગી જવુ? તો માથું ખંજવાળતા કહે છે – જાના તો હૈ લેકિન ૨૦ – ૨૫ સાલોકે બાદ 🙂

        તેમ જુનાગઢ આના તો હૈ – લેકિન આપ જાનતે હો કી મેં અકેલા કહી નહી જા સકતા 🙂

        મારા સાઢુ ભાઈ અમદાવાદ રહે છે તે દર લીલી પરિક્રમા વખતે ત્યાં અન્નક્ષેત્રમાં સેવા માટે આવે છે. હંમેશા આગ્રહ કરે કે તમે ય આવો. ક્યારેક અનુકુળતાએ જરુર ગોઠવશું.

        Like

  8. આદરણીય શ્રી અશોકભાઈ,

    આદરણીય શ્રી ધવલભાઈ સાથે જુનાગઢના જોવાલાયક સ્થળોની ફરી (પરિક્રમા)

    પછી મુલાકત લીધી. મઝા માની સરસ મજાનો ચિત્ર દરબાર સર્જ્યો છે.

    મિત્ર મંડળને જલસા કરવા ખુબ અભિનંદન..(એકલા..એકલા)

    ઈંગ્લીશ હેટમાં જરા હટકે લાગો છો ! હા..હા..હા.

    Like

  9. અરે અરે અરે…. આદરણીય ના કહો. મારામાં આદર કરવા જેવું કશું નથી. મિત્ર ગણો તો વધુ સારું.

    Like

  10. શ્રી અશોકભાઇ,

    ચિત્રકથા-ફોટોગ્રાફસ જોઇને થોડાં વર્ષો પહેલાં જૂનાગઢ આવેલાં તે સ્મરણો તાજાં થયાં. સુદામા અને કૃષ્ણની(યજમાન અને મહેમાન ) સ્નેહમિલનની સુંદર પળો અમે પણ ચિત્રકથા દ્વારા માણી આનંદ થયો.

    Like

  11. શ્રી અશોકભાઇ, ધવલભાઈ, મહર્ષિભાઇ, વોરાસાહેબ, સુરેશભાઈ, શકીલભાઈ, અતુલભાઈ, ગોવિંદભાઈ (પરાર્થે સમર્પણ), અહીં સૌ મિત્રોને (અશોકભાઈનાં સહકાર)થી મળવાનો લ્હાવો મળ્યો તે મારા માટે ખુબજ આનંદની વાત છે. નહીતર હું તો દરબારની નાતનો એટ્લે બધા મારો ભરોસો ઓછો કરે, પણ સૌ મિત્રોથી મને જરાપણ અજાણ્યુ નથી લાગતુ. અને તમારા બાધાનાં બ્લોગને પણ વાંચવાની મજા આવે છે. અમે વિકી મિત્રો મળ્યા અને આવી સરસ મજા માણી (અશોકભાઈ અને ધવલભાઈ એ સમય આપ્યો એટ્લે) તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આવી જ રીતે સૌપ્રથમ વિકિ મિત્રોને મળવામાં અમે એકવાર મહર્ષિભાઇનાં લગ્નમાં ભાવનગર મળ્યા હતા ત્યારે મારી સાથે સતિષભાઈ છેક ભરૂચથી પધાર્યા હતા. બીજીવાર મળવાનું ગોઠવ્યુ ત્યારે ફ઼કત ધવલભાઈ અને સુશાંતભાઈ (મુંબઈથી આવીને અમદાવાદમાં મળ્યા હતા. (અશોકભાઈને ત્યાં એક માઠો પ્રંસંગ બનેલો એટેલ હું અને અશોકભાઈ અમદાવાદ ના જઈ શક્યા). અને છેલ્લે અહીં જુનાગઢમાં અમે ત્રણ(હું, અશોકભાઈ અને ધવલભાઈ) મળ્યા.

    દરેકને જબાવદારીઓ હોવા છતા પણ ક્યારેક કયારેક આવી રીતે સમય ફ઼ાળવીને મળીએ છીએ તે આનંદની વાત છે અને તે માટે બધા વતી હું દરેક વિકિમિત્રનો અહીથી જ આભાર માનુ છુ. હાલની વ્યસ્તતામાં મને એક શેર યાદ આવે છે. “કોણ ભલા ને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે ? મતલબ થી બધાને નિસ્બત છે, અહી કોણ ખરા ને પૂછે છે? અત્તર ને નીચોવી કોણ પછી ફૂલો ની દશા ને પૂછે છે? સંજોગ જુકાવે છે, નહીતર કોણ અહી ખુદા ને પૂછે છે ?” પણ આપણે સૌ મિત્રો જયારે જયારે પણ મળીયે છીએ ત્યારે કોઈપણ સ્વાર્થ કે મતલબથી નથી મળતા તેજ બધાની ગાઢ મિત્રતા સાબીત કરે છે. સારૂ ચાલો વહેલી તકે ફ઼રી પાછા મળીએ તેવી ઈશ્વરને પાર્થના!!! નહીંતર આખુયે એક પુસ્તક લખાય તેમ છે… 🙂 સૌમિત્રોને મારા જય માતાજી…

    Like

    • કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
      મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
      અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
      સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ? – કૈલાસ પંડિત

      વાહ બાપુ વાહ, જીતેન્દ્રસિંહ્જી મજો પડી ગયો,સ્વાગત છે “વાંચનયાત્રા” ના ડાયરામાં. આશા છે આપની સશક્ત કલમ નો લાભ અમને નિયમિત મળશે [ક્યારેક ક્યારેક આપનાં અવાજ નો લાભ પણ લઈ શું!] લાગે છે આપને મારી જેમ શેર શાયરી નો શોખ છે જામશે જામશે આવતા રહેશો. લો મારા પ્રિય શાયર અમૃત ‘ઘાયલ’ની ગઝલ નો એક શેર આ સાથે:

      વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ –
      ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા – અમૃત ‘ઘાયલ’

      Like

  12. શ્રી અશોકભાઈ,

    પૌરાણીક રીતે જોઈએ તો કૃષ્ણ અશોકભાઈ અને સુદામા ધવલભાઈ ગણાય. શ્રી કૃષ્ણ ક્યારેય પોરબંદર સુદામાને મળવા નથી ગયા. સુદામા તેની પત્નિના હઠાગ્રહને લીધે શ્રી કૃષ્ણને મળવા જાય છે. બંને સાથે ગુરુકુળમાં ભણતા અને સુદામા છાના માના શ્રી કૃષ્ણને મુકીને ભાતું ખાઈ જતા. વાર્તામાં આવે છે તેમ અહીં ધવલભાઈ ગરીબ બ્રાહ્મણ નથી (અલબત્ત જન્મે બ્રાહ્મણ છે) પરંતુ મહેમાન છે અને તમે યજમાન છો.

    હવે તમે જ કહો આમાં કોને સુદામા અને કોને કૃષ્ણ ગણવા? મુળ વાત તો મિત્રતાના જ્યારે દાખલા દેવાય છે ત્યારે શ્રી કૃષ્ણ અને સુદામાના દેવાય છે અને શત્રુતાના દાખલા દેવાય છે ત્યારે દ્રુપદ અને દ્રોણના દેવાય છે.

    ખરી વાત તો તે છે કે અહીં આપણે સહુએ મિત્રતા શીખવાની છે અને શીખવવાની છે. તે આપ સહુ જેવા મિત્રોના જીવંત જીવનથી સુપેરે શીખી શકાય છે.

    ઈતિ શુભમ –

    Like

    • શ્રી અતુલભાઈ, આપનો ઘણો ઘણો આભાર કે આપે મારા મનની વાત કહી. સારું થયું કે આ વાત તમે કરી જેથી અશોકભાઈ માનશે, મેં કહ્યું હોત કે હું સુદામા અને તેઓ કૃષ્ણ તો તે કદી ના માનત. અને ભાઈ, હું બ્રાહ્મણ પણ ખરો અને ગરીબ પણ ખરો, ખાલી અમારી કથામાં શેફાલીએ આગ્રહ કરીને મને ના ધકેલ્યો એટલું જ અંતર. બાકી જુઓ, અમે રહ્યા ચાકર માણસ, બેંકમાં વતું કરીકરીને મરી જઈએ ત્યારે મહિનાને અંતે થોડીઘણી ભિક્ષા મળે, અને એ જે મળે તેમાં જ ઘરનું પુરૂ કરવાનું. જ્યારે અશોકભાઈ રહ્યા રાજા માણસ, આવકની કોઈ ચિંતા નહી. એક-બે દરબારીઓ આમતેમ દોરડા નાંખી આવે અને ધનનો ઢગલો કરી આપે. અમે તેમને દરબારે ગયા તો, અમને સાથે લઈને, દરબાર આટોપી ચાલી નિકળ્યા. આ બધા રાજાના લક્ષણ નહી તો કોના?

      Like

      • 🙂 🙂 🙂
        ધવલભાઈ સાહેબ, આજે પણ હું જ મળ્યો ??? 🙂
        જો કે આપણે વાત થયેલી જ ને તેમ આ ગઢ જુનાણે તેત્રીસ કોટિ દેવતાઓનાં બેસણાં ! બે વખતનું ભરપેટ ભોજન મળી રહે (અહીં અન્નક્ષેત્રો ઘણાં ને !!) પછી નાહક શું ચિંતાઓ કરવી 🙂 (લો હવે આ કંઈ રાજાના લક્ષણ ગણાય !!!)
        આ તેત્રીસકોટિ દેવતાઓ પરથી યાદ આવ્યું તે એક લેખ તૈયાર થયો છે, ભલે સૌ માનવંતા મિત્રોને પણ આપણી થોડી ચર્ચાઓનો લાભ મળે, હવે પછીના લેખ તરીકે અહીં પ્રસ્તુત કરીશ.

        @ અતુલભાઈ : મેં જો કે “ધારો કે સુદામાને ઘેરે કૃષ્ણ પધારે તો…” દ્વારા આપણામાંના વિદ્વાન કવિમિત્રોની કલ્પનાને ઢંઢોળવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો ! સુદામા દ્વારિકા ગયા તેનું કાવ્ય/કથા તો બહુ પ્રસિદ્ધ છે, પરંતુ કૃષ્ણ પોરબંદર પધારે તો શું થાય ? Any Idea, Sirji ?! બાકી કૃષ્ણ-સુદામાનાં સ્ટેટસ તો બાહ્ય નજરે, મિત્રતામાં તો, આપે કરેલા પ્રશ્નને વિધાનરૂપે ટાંકુ તો, ’કોણ કૃષ્ણ અને કોણ સુદામા !’ આપનો ખુબખુબ આભાર.

        Like

  13. આજ શુક્રવાર ૨.૧૨.૨૦૧૧ના નેપાળના એક ભાઈના કામ માટે મુંબઈમાં એક સરકારી કાર્યાલયમાં ગયો હતો. મને કહેવામાં આવ્યું દસ પંદર મીનીટમાં કામ થઈ જશે ત્યાં સુધીમાં બેસો અથવા ક્યાં જવું હોય તો જઈ આવો. સમય પસાર કરવા મારી બેગમાંથી ગુજરાતી સાહીત્ય પરીષદ તરફથી પ્રગટ થતા પરબના જુના અંકો કાઢી વાંચવા બેસી ગયો.

    પરબ પાનું ૭૯, સપ્ટેમ્બર ૨૦૧૧. તારીખ ૨૧.૮.૨૦૧૧ના રોજ માતૃભાષા, વીકીપીડીયા અને ઈન્ટરનેટના સંદર્ભે યુકેથી આવેલા શ્રી ધવલભઅઈ વ્યાસ સાથે ચર્ચાનો કાર્યક્રમ ગુજરાતી સાહીત્ય પરીષદ દ્વારા યોજાયો હતો. વરીષ્ઠ સાહીત્યકાર રતીલાલ બોરીસાગર અને રમણ સોની ઉપસ્થીત હતા. વગેરે, વગેરે,

    પરબ પાનું ૭૩. ઓક્ટોબર, ૨૦૧૧. ગુજરાતી ભાષા અને એનું સાહીત્ય આવતી કાલની પેઢીને સુપેરે ઈન્ટરનેટ ઉપર મળી રહે એ માટે વીકીપીડીયા સાથેના જોડાણોને વધુ દ્દઢ અને વેગવાન કરવામાં આવ્યા. યુકેથી આવેલા ધવલ શાહ અને પરીષદના રુપલ મહેતા આમાં ખુબ કાર્યરત છે.

    આ માહીતી વીકીપીડીયા ઉપર ધવલભાઈ વ્યાસને તથા અશોકભાઈ મોઢવાડીયાને વાંચનયાત્રા – મારૂં વાંચન ઉપર ચીત્રકથા મોંઘેરા મહેમાન ઉપર મુકેલ છે.

    Like

  14. ચિત્રકથાની[મિત્રકથા પણ કહી શકાય] મજા માણી.
    સહુ મિત્રોને ધન્યવાદ.

    Like

  15. રામ રામ સૌ મિત્રોને ગાર્ડન કાફેનું સ્નેહ મિલન ખરેખર યાદગાર રહ્યું છે.

    Like

  16. પિંગબેક: » ચિત્રકથા – મોંઘેરા મહેમાન » GujaratiLinks.com

  17. પિંગબેક: ડાયરો – દેવતા, ટ્રાફિક અને જૉક્સ ! | વાંચનયાત્રા

  18. શ્રીમાન. અશોકભાઈ

    કેટલા દુર્લભ ને અલભ્ય ફોટાઓ જોઈને

    ઘડી બે ઘડી માટે તો અમે ખોવાય જ ગયા

    ખુબ જ સરસ.

    અમને જાણી સાક્ષાત સ્થળ પર જ હોય તેવો અહેસાસ થયો.

    સરસ

    Like

  19. જુનાગઢની ચિત્રયાત્રામાં ખરેખર મઝા પડી. અશોકભાઇ અમે પણ ક્યારેક તમને ચોક્કસપણે લ્હાવો આપીશું.–સતિષ

    Like

  20. પ્રિય અશોક હું તો માનું છુકે ટીકાકારોને લીધે આપને ઘણું શીખીએ છીએ .
    મને એ વાત તારી ગમીકે કોઈ આપણી ટીકા કરે તો તેને ઉશ્કેરાઈ જઈ તડફડ તરત જવાબ ના આપી દેવો .પણ થોડુક જાળવી જવું વધારે નહિ તો ૧૨ કલાક તો ખરું . આથી ઘણું સમજાશે , એટલે પછી વિવેક થી ટીકાનો ઉત્તર આપવો .આમ કરવાથી એની ટીકા આપણને શિખામણ જેવી પણ લાગે . ખરી વાત ?

    Like

  21. પ્રિય અશોક
    તે મિત્રો સાથે ગીરનાર ના ફોટા દેખાડ્યા હું પણ તમારા શું ભેગો હોઉં એવો મને એહસાસ થયો .
    હું કમ્પ્યુટર દ્વારા ફોટા જોતો હતો ત્યાં મારા નાનાભાઈ ની અમેરિકન વહુ એલીઝાબેથનો ફોન આવ્યો .એ ૪૦ વરસ પેલા મારા ભાઈ સાથે આવેલી .બંને જણાં ભારતમાં ઘણું ફર્યા .મેં એને આપના ગામડાઓ બસમાં મુસાફરી (એની ઈચ્છાથી )કરાવી ગામડાના લોકોનો પ્રેમ જોઈ બે હદ ખુશ થઇ ગએલી .મેં પણ ઝૂલું વાળા અને ઉકરડે પાણી પેશાબ કરવા પણ મોકલવી પડેલી બળદના ગાડામાં બેસાડેલી ભેંસ ઉપર સવારી કરાવેલી .સાંઢીયા ગાડી માં પણ બેસાડેલી .હવે ભારત આવે તો તમારી મેમાન ગતિનો અનુભવ કરાવીએ .એલિઝાબેથની માં ૧૦૨ વરસ પુરા કરીને જલસા કરે છે .૨૪ કલાક નર્સની દેખરેખ હેઠળ છે . અરે અશોક કયાની ક્યાં ગાડી ચડી ગઈ મને લાગેછેકે તમ સૌ મિત્રોને આ વાત ગમશે ચુસ્ત શાકાહારી છે .

    Like

  22. પિંગબેક: ડાયરો – દેવતા, ટ્રાફિક અને જોક્સ ! | વાંચનયાત્રા

Leave a comment