ચિત્રકથા – આવા બ્લૉગ્સ હતા !


મિત્રો, નમસ્કાર.
આ સાથે કેટલાક મિત્રોના બ્લોગની ચઢતાક્રમમાં પ્રગતિના વાસ્તવિક ચિત્રો રાખ્યા છે. સ્વયં તે મિત્રોને પણ કદાચ આ જોઈને યાદ આવશે કે માળું આપણા બ્લોગનો દેખાવ વગેરે આટલા સમય પહેલાં આવો હતો ખરો, પણ આ અશોકભાઈએ ભારે જહેમત કરીને આપણાં બ્લોગના સ્ક્રિનશોટ લઈ રાખ્યા છે. સારૂં કહેવાય ! વાહ વાહ !! તો પ્રથમ તો આનંદ માણો એ પુરાતન દિવસોનો ! પછી બીજી વાતુ…..(ચિત્ર પર ક્લિક કરતાં તે મુળ મોટી સાઈઝમાં માણવા મળશે.)

# ગુગલ મહારાજના શરૂઆતનાં દિવસો :

નવેમ્બર-૯૮

નવેમ્બર-૯૮ થોડા દિવસો પછી.

એપ્રિલ-૯૯ અને પછી તો ’નિકલ પડી યારો !!!

# યાહૂ મહારાજના શરૂઆતનાં દિવસો પણ જુઓ :

નવેમ્બર-૯૬

મે-૯૭

ઓક્ટોબર-૦૧

જૂલાઈ-૦૫

# અને આપણું વર્ડપ્રેસ કેવું દેખાતું હતું !! :

ડિસેમ્બર-૦૪, ત્યારે વેચાવ હતું !

જૂન-૦૫, લ્યો મેળ પડ્યો ખરો !!

ઑગસ્ટ-૦૫

જૂલાઈ-૦૬

ઑગસ્ટ-૦૭ અને પછી તો આપણે જોઈએ જ છીએ !

# અને હવે ચાલો આપણા બ્લોગ જગતમાં, આ આપણો “વાંચનયાત્રા” કેવો હતો અને કેવો થઈ ગયો !!! તે જોઈએ :

ફેબ્રુઆરી-૧૦

ઓક્ટોબર-૧૦

# તો પછી મિત્રોના બે-ચાર બ્લોગ્સ પણ જોઈ કાઢીએ ! “ફન એન્ડ જ્ઞાન” (શ્રી.વિનયભાઈનો બ્લોગ) :

એપ્રિલ-૦૮, ત્યારે આ લેખ આવો દેખાતો હતો ! (અને કૉપી-પેસ્ટ થઈ શકતું હતું 🙂 )

અને આજે આવો દેખાશે !! (હવે કૉપી-પેસ્ટ પણ નહીં થઈ શકે 😦 )

# “અસર“ના ઓટલે કેવા કેવા રંગરોગાન થયા તે પણ જોઈએ, (શ્રી.યશવંતભાઈનો બ્લોગ)

ઓગસ્ટ-૦૮

એપ્રિલ-૦૯

ડિસેમ્બર-૦૯

જૂલાઈ-૧૦

ઓક્ટોબર-૧૦

# તો શ્રી.જુગલકીશોરભાઈના “નેટ-ગુર્જરી” પર પણ નજર ફેરવો જરા :

ફેબ્રુઆરી-૦૭

જૂન-૦૭

ઓક્ટોબર-૦૭

મે-૦૯

જાન્યુઆરી-૧૦

# અને અતુલભાઈનો “ભજનામૃતવાણી” :

ઓક્ટોબર-૦૮

જાન્યુઆરી-૦૯

એપ્રિલ-૧૦

# અને અંતે ભુપેન્દ્રસિંહજીના “કુરુક્ષેત્ર“માં પણ એક આંટો મારી આવીએ :

જાન્યુઆરી-૧૦

માર્ચ-૧૦

એપ્રિલ-૧૧

તો આપે જોયું કે મેં થોડી જહેમત તો કરી જ, પરંતુ આપના બ્લોગ્સની ’યાદેં’ સાચવવાનું ખરું અને રસપ્રદ કામ તો એક વેબસાઈટ કરતી હોવાનું શોધવાની જહેમત કરી ! તો આ રસપ્રદ સાઈટ અને તેનું આ સફર કરાવતું યંત્ર છે, વેબેક મશિન. અહીં આપને લગભગ બધી જ વેબસાઈટ્સ, બ્લોગ્સની ભુલીબિસરી યાદે તાજા થવાની સંભાવના છે. બે ઘડી ભૂતકાળની સફર કરવાની મજા આવશે. બે નવી વાતુ પણ જાણવા મળશે. આવી અન્ય કોઈ સેવાઓ હોય તો તે માટે પણ જાણકાર મિત્રો અહીં જણાવે તેવી વિનંતી છે. આ સાઈટની માહિતી આપતો કોઈ લેખ અગાઉ લખાયાનું મળ્યું તો નથી પરંતુ કદાચ કોઈએ લખ્યો હોય તો તેને પણ આર્કાઈવ્ઝ ગણી આ નવે નાકે દિવાળી સમજવું 🙂 મજા પડીને ? આભાર.

અને હા આપ નીચે ક્લિક કરી કોઈપણ વેબસાઈટના ભૂતકાળમાં ખાંખાખોળા કરી શકો છો. થાઓ તૈયાર માત્ર વેબએડ્ડ્રેસ બદલવાનું રહેશે : 

* વાંચનયાત્રાની યાત્રા

12 responses to “ચિત્રકથા – આવા બ્લૉગ્સ હતા !

 1. એક શબ્દ માં કહુ તો “વાહ”.

  Like

 2. વાહ વાહ – અશોકભાઈ તમે તો અતિતમાં ડુબકી મરાવી દીધી 🙂

  Like

 3. મનેય ખબર ન હતી કે આવુંય બનાવ્યું હતું…મેં !!

  સાચ્ચે જ આ નવી જ પ્રસાદી છે. બહુ મજાની માહિતી. ધન્યવાદ અને આભાર.

  Like

 4. ઘણુ સુંદર રીસર્ચ …. ઓફકોર્સ વેબ સાઈટ શોધવાના ખાંખાખોળા માટે જ …! પણ મજા પડી જોઈને …! આભાર….!

  Like

 5. તમને જાસૂસી ખાતામાં નોકરી ફાવે?

  Like

 6. ફનએનગ્યાન.કોમના જૂના સ્ક્રિન શોટ જોઈને જૂની યાદો તાજી કરાવી દીધી.

  મજાનો લેખ. આ જ વિષય પર નેટસેવિ વિભાગનો પહેલો લેખ જાન્યુઆરી ૨૦૦૮માં મૂક્યો હતો! http://funngyan.com/2008/01/04/archive/

  Like

 7. અશો

  ખૂબજ રસપ્રદ માહિતી સાથે અતીતની જાણકારી પણ મળી કે આપણા બ્લોગ જગતમાં કહેવાતા વડીલોના બ્લોગ ની શરૂઆત કેવી હતી. ,

  ખરેખર મજા આવી ગઈ…

  Like

 8. આદરણીય શ્રી અશોકભાઈ,

  આવી સુંદર અને અનોખી માહિતી પીરસવા બદલ ખુબ આભાર.

  વિશાલ વાંચનના મહારથી એવા વાંચન યાત્રાના બ્લોગર અને

  જેનું નામ યશસ્વી એક મહાન રાજાના નામ સાથે જોડાયેલું હોય

  તેમજ નિત નવા નવા પ્રયોગો દ્વારા અલભ્ય માહિતી પીરસતા રહે

  ને વાચનયાત્રા નિરંતર અવકાશ સુધી વિકસે એવી અભ્યર્થના.

  Like

 9. મિત્રો, નમસ્કાર.
  શ્રી. શકિલભાઈ, અતુલભાઈ, જુગલકીશોરભાઈ, ડૉ.શાહ સાહેબ, દીપકભાઈ, સુ.શ્રી.નીલાબહેન (સ્વાગત અને આભાર), પ્રીતિબહેન, વિનયભાઈ, અશોકકુમારજી, ગોવિંદભાઈ (જેસરવાકર), ડૉ.કિશોરભાઈ સર્વે મિત્રોનો હાર્દિક આભાર.

  @ શ્રી વિનયભાઈ: આ વિષયનાં જ લેખની કડી આપી તે બદલ ખાસ આભાર. (મેં શોધખોળ કરેલી પણ મળ્યું નહીં, હજુ ખાંખાખોળાની વધારે તાલીમ વિનયભાઈ કનેથી લેવી પડશે !!)
  @ શ્રી.દીપકભાઈ: લો ત્યારે ! આ 2G, 3G થી લઈ બોફોર્સકાંડ, શસ્ત્રકાંડ, સંસદકાંડ જેવા હજારો કાંડની તપાસોનાં પરદા પાછળની ટોળકીના સભ્યોનાં નામ આપે સંપૂર્ણતયા વાચ્યા લાગતા નથી 🙂 આભાર. (આવી નોકરી વિનયભાઈને વધુ ફાવે ! હું તો હજુ તાલીમાર્થી છું !!)

  આ સાથે લેખ પસંદ પડ્યો અને અમોને પ્રોત્સાહિત કર્યા તેવા શ્રી. ગોવીંદભાઈ મારુ, યશવંતભાઈ, બટુકભાઈ, ભુપેન્દ્રસિંહજી, જયવંતભાઈ, કૃણાલભાઈ, દર્શિતભાઈ (’બગીચાનો માળી’, આ તક મળી તો એમના મહેંકતા બગીચાની એક લટારે તો અમારું હૈયું બાગ બાગ થઈ ગયું ! સ્વાગત અને આભાર), મિતાબહેન, વોરાસાહેબ ધવલભાઈ અને સૌ મિત્રોનો હાર્દિક આભાર.

  તા:૨૫/૧૧ના રોજ વિકિપીડિયા (ગુજ.)નાં પ્રબંધક મિત્ર શ્રી.ધવલભાઈ યુ.કે.થી જુનાગઢની મુલાકાતે પધારેલા, સાથે રાજકોટથી વિકિમિત્ર શ્રી. જીતેન્દ્રસિંહજી અને મિત્રો પણ પધારેલા. આ સ્નેહમિલનનાં સંભારણા હવે પછીના લેખમાં સૌ મિત્રો સાથે વહેંચીશું. તો બે-ચાર દહાડા “ખોવાઈ” જવાનું આ હતું અમારૂં એક વધુ કારણ 🙂 (આપણે ગુજરાતીમાં કહેવત છે; હોઠ સાજા તો ઉત્તર ઝાઝા !!! હોઠનો આ “ત્રીજો” બેસ્ટ ઉપયોગ થયો !!!!!)
  આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s