જમાવટ !! સાંધાઓની !


પ્રિય મિત્રો, નમસ્કાર.

આમ તો જો કે સુઃખ વહેંચવું અને દુઃખ એકલા ભોગવવું એવું સજ્જનો કહી ગયા છે ! (કોણ ? ક્યાં ? સંદર્ભ ??) પરંતુ દશેક દિવસથી ખોવાઈ જઈએ એટલે મિત્રોને ચિંતા થાય તે સ્વાભાવિક છે, અને પછી અફવાઓનું બજાર ગરમ થાય, ભળતી-સળતી બાતમીઓ બજારમાં હડિયુ કાઢવા માંડે એ કરતાં હું જ ભાંગીતૂટી ચોખવટ કરી નાખું એમ લાગવાથી આપની સન્મૂખ થયો છું !

અમારે વેપારીઓને શું હોય કે જાહેર રજા ઉપરાંતનાં બે‘ક દિવસ, કશી આગોતરી સૂચના વગર, દુકાન બંધ રહે તો બે દહાડામાં તો બજારમાં પડિકાંઓ છૂટવા માંડે ! સૌ પ્રથમ ઉઘરાણીવાળાઓનાં ધબકારા વધી જાય ! પાર્ટી ઊઠી ગઈ કે શું ની ચર્ચાઓ થવા માંડે ! બે-ચાર દહાડા વધુ વિતે ત્યાં તો વાત લાખો-કરોડોના ફૂલેકા સુધીએ પહોંચી જાય. જેનાં આપવાનાં બાકી હોય તે તો ઠીક પણ જેનું ફદિયુંએ સલવાણું ના હોય એવા પણ, પાર્ટી ઊઠી ગઈ, પથારી ફેરવી નાંખીનાં ખરખરા કરવા માંડે !! અમુક વળી હુંશિયારીનું પ્રદર્શન પણ કરે, કહે: હમણાં હમણાં શેઠ વાતુ સાવ ઢીલીઢીલી કરતા ! અમે તો માલ મોકલવો સ્ટોપ કરી દીધેલો, તમારામાં અક્કલ ના આવી તે હલવાણાં 🙂 હવે ભોગવો !!

એક મચ્છર...!!! (From Wiki)

જો કે આપણે અહીં એવી કશી મગજમારી નથી, અહીં ક્યાં કોઈ ઉઘરાણીની ચિંતા છે ? છતાં અહીં મિત્રોને એકબીજાની સુખાકારીની નિઃસ્વાર્થ ચિંતા હોવી તો સ્વાભાવિક છે. તો આ નાનકડી જાહેરાત એ માટે છે.  મુળે હમણાં અમે જમાવટ કરીને બેઠા છીએ !! સાંધાઓની જમાવટ !!! ડૉક્ટર લોકો તેને ’ચિકુનગુનિયા’ એવા બિહામણા નામે ઓળખાવે છે ! મારી સામાન્ય સમજ એવી હતી કે ’ચિકન’ ખાનારાને જ આ ચિકુનગુનિયા થતો હશે ! અને હું તો સંપૂર્ણ શાકાહારી છું !! જો કે પછી (એટલે કે થયા પછી !) ખબર પડી કે આફ્રિકાની કોઈક ભાષામાં આ ’ચિકુનગુનિયા’નો અર્થ થાય ’બેવડ વળી જવું’ !! ખરેખર સાંધાઓ બધા બેવડા જ વળી જાય છે. જો કે હવે થોડી રાહત છે પરંતુ હજુ સપનામાં ’ચિકન’ ઊડાઊડ કરતાં દેખાયે રાખે છે !! વચ્ચે એકાદ બે પ્રયાસ બ્લોગજગત સાથે જોડાવાનાં કર્યા પરંતુ આંખ, આંગળા અને મગજ જોઈએ તેવો સાથ નથી આપતાં તે જાણી, ખોટો ઘોંચપરોણાનો પ્રયાસ પડતો મેલ્યો 🙂 (આપણું કામ વિચારવાનું, અને આમાં તો વિચારો પણ બેવડા વળી ગયા હોય તેવું લાગે છે !)  તો આ સાંધાઓની જમાવટ પતે પછી આપણે પાછી જમાવટ કરીશું ! સવાલ તો પાંચ-પંદર દહાડાનો જ છે ને ? વચ્ચે ક્યાંય બેવડ વળેલા આંગળા અને બહેરાં થયેલા મગજને કારણે કશું આડુંઅવળું વેતરાય જાય તો માઠું ના લગાડશો 🙂

આ મેં કરી એવી “જમાવટ” આપને કદી ના થાય 🙂 એવી મૈત્રીપૂર્ણ અભ્યર્થનાસહઃ  આભાર.

20 responses to “જમાવટ !! સાંધાઓની !

 1. સાહેબશ્રી.

  આપે પાર્ટી ઉઠી જવાની વાત કરેલ છે,

  હવે તો કોઈનું સુખ જોઈને પણ પાર્ટીઓ હેરાન હેરાન

  થઈ જાય છે.

  સાહેબ આપ દર બે ત્રણ દિવસે લખતા જ રહો,

  તમારૂ પ્રદાન અન્ય ક્ષેત્રે પણ ઘણું જ છે પણ સમય કાઢો સાહેબ

  આપ વિશે, આપના વિચારો ઘણા જ હકારાત્મક છે, સાહેબ

  લિ. આપનો કિશોરભાઈ

  Like

  • આભાર, કિશોરભાઈ.
   અન્યનું સુઃખ જોઈને હેરાન હેરાન થનારાઓ પણ હોય છે ! સાચું કહ્યું. પેલી બોધકથામાં આવે છે ને, એક માણસને વરદાન મળ્યું કે તું માંગીશ તે મળશે પરંતુ તારા પડોશીને આપોઆપ એથી બમણું મળશે ! અને એ માણસે વરદાન માગ્યું કે ’મારી એક આંખ ફૂટી જાઓ !!!’ (તે કથાનું એક નવું વર્ઝન જુઓ), અને પછી આકાશવાણી થઈ કે ’તથાસ્તુ, હવે તારી પાસે એક આંખ અને તારા પડોશી પાસે બે આંખ છે !!!’ (આને કહેવાય ખાડો ખોદે તે પડે !) આભાર.

   Like

 2. આવો તાવ આવે એને સાંધીયો તાવ કહેવાય અને એનાથી જેવા બીયે કે સમજવું હુમલો મોટો.

  આ અફ્વા બઝારને કોમોડેટી એક્ષચેન્જ બજાર કહીવાય. લેવા દેવાનું કાંઈ નહીં, સરનામું ઠર ઠેકાણૂં કાંઈ નહીં અને કહેવું મારી પાસે માલ છે કહો એ દીવસે અને કહો એ ભાવ આપવા તૈયાર છું.

  સાંધીયા તાવમાં મગજ તપે પછી લવારો શરુ થાય જે આપણે બધા અહીં કરીએ છીએ.

  જેમકે ઉંઝા જોડણીમાં જ લખવું. રો જ પત્થરાની પુજા કરનારાઓની પથારી ફેરવવી. દુધ અભક્ષ છે એનો પ્રચાર કરવો.

  ચા, પાણી સાથે આ મચ્છરો લોહી પીયે. કારણ સીધું છે લોહીમાં રહેલો સ્વાદ અને પૌષ્ટીક તત્વ.. જો કે મને મચ્છરો ભાગ્યેજ કરડે છે અને ભુલે ચુકે કોઈ અજ્ઞાત બચ્ચું કરડી જાય તો એની મા ૬-૮ કીલો મીટર દુર લઈ જાય અને ત્યાંનો ઈન્સ્પેક્ટર (પોલીસ ખાતાનો નહીં સ્વાસ્થ્ય ખાતાનો) એને તપાસે પણ.

  એક છે રાતના ઉંઘ ન આવે અને કોમ્યુટર, નેટ સાથે હોય તો મચ્છરો કરડવાનુ જરુર ભુલી જશે. એ હીસાબે આ તાવ બધાને આવવો જોઈએ.

  Like

  • “સાંધીયો તાવ” — આ નામ સમજવું સહેલું પડ્યું. આ તાવ મગજ સુધી પહોંચે છે તે તો જાતે અનુભવ્યું અને મગજનાં લવારાઓ આંગળા મારફત કિ-બોર્ડે ઉતરી અન્યને હેરાન ન કરે તે માટે જ આંગળાઓ જકડાઈ જતા હશે !! 🙂 ડરવું નહીં એ સલાહ શિરોધાર્ય. (જો કે હમણાં હમણાં તો ઉલ્ટું જેને જેને અમારા ’પરાક્રમ’ની જાણ છે તેઓ અમારી આસપાસ ફરકતાં પણ ડરે છે 🙂 ) મજા આવી. આભાર.

   Like

 3. ભાઈ – ચિકનગુનીયાથી એટલે કે મચ્છરથી સંભાળવું
  ઓલો ડાયલોગ તો યાદ છે ને
  સાલા એક મચ્છર આદમીકો … .. .. . !!

  મેં ઘણાં શેખીખોરો જોયા છે કે તે હિંસક પ્રાણીઓથી ન બીતા હોવાનો દાવો કરતા હોય પણ જ્યારે વાયરસ / બેક્ટેરીયા વગેરે મુર્તીપુજા ન કરતા હોય કે દૂધ ન પીતા હોય તો યે ભલ ભલા સ્વસ્થ આદમીને બેવડ વાળી દેતા હોય છે.

  આપના સાંધા જલદીથી છુટા પડે અને ફરી પાછા સ્વસ્થ થઈ જાઓ તેવી શુભેચ્છા.

  અને આ ચિકન ગુનિયા થવાની વાત humor હોય તો તો વળી વધારે સારુ.

  Like

  • “આપના સાંધા જલદીથી છુટા પડે”…..આને શુભેચ્છા સમજવી કે ?????
   આપ સમા સૌ મિત્રોએ હળવી હળવી પણ પ્રેમસભર વાતો અને શુભેચ્છાઓ પાઠવી દુઃખને સહ્ય બનાવી દીધું છે. હવે હું કહી શકું કે, ’હું સિંહથીએ ના બીવું અને વાઘથીએ ના બીવું, બસ એક મચ્છરથી છેટા સારા :-)’ આભાર, અતુલભાઈ.

   Like

 4. ભલભલાના સાંધા ઢીલા થઇ જાય. ફેસબુકમાં સળગાવીને વાઘ પાછો દેખાયો નહિ, એનું કારણ હવે સમજાયું. જલદી સારા થઇ જાવ હળી કરવા.

  “જેને પોતાનામાં વિશ્વાસ નથી તે કાલ્પનિક ભગવાનમાં માનીને આસ્તિક બની જતો હોય છે.”- ખંડન મહારાજ.

  Like

  • બાપુ, ફેસબુકનું તો નામ જ ના લો !!! આપને તો ઠીક મજા કરવાનું સાધન મળી ગયું છે ! કોક બચારાઓને હાર્ટઍટેકો આવતા થશે 🙂 (બાકી ખાનગીમાં કહું ? આવે છે મજા હોં !! મને સાજો થવા દો પછી જુઓ આપણો પણ ’ગણગણાટ !!’)

   આસ્તિક, નાસ્તિક વિશે એક સ_રસ કથા હમણાં ક્યાંક (લગભગ તો TOI માં) વાંચેલી તે ટુંકમાં જણાવું:
   એક નાસ્તિક (ગણાતો) સમૂદ્રમાં હોડી લઈ જતો હતો, મધદરીયે અચાનક વાવંટોળ થયો અને વાતાવરણ ભયાનક થયું, સમૂદ્રનાં પેટાળમાંથી ત્રણ માથા વાળું ભયાનક અને જબ્બર જાનવર બહાર આવ્યું. તેણે આની હોડીને ઢીંક મારી હવામાં ઊછાળી. અને સીધો મોં માં જ આનો કૅચ કરી લેવા ત્રણે મોં ફાડીને તૈયાર થયું. પેલા નાસ્તિકનાં તો હોશકોશ હવા થઈ ગયા અને વખાનો માર્યો પોકાર કર્યો કે, ’હે ઈશ્વર, બચાવ !’.
   ત્યાં જ, આ આખું દૃશ્ય જાણે થીજી ગયું. હોડી, પેલો જણ, ત્રણ માથાવાળો વિકરાળ રાક્ષસ બધું જ એમ ને એમ થીજી ગયું અને આકાશવાણી થઈ કે, ’હે માનવ, તું તો મારા હોવામાં જ ક્યાં વિશ્વાસ ધરાવે છે ? તે આજે મને પોકારે છે ?’ પેલો નાસ્તિક કહે, ’પ્રભૂ, એમ તો આજ સુધી હું ત્રણ માથાવાળા રાક્ષસનાં હોવામાં પણ ક્યાં વિશ્વાસ ધરાવતો હતો !!!’ તો દેશીભાષામાં એક કહેવત છે, ’સલવાણી ગરબે રમે’, આવું જ આ આસ્તિકતા-નાસ્તિકતાનું સમજવું છે. (કે પછી આ વોરાસાહેબે કહ્યું તેમ મગજનો લવારો પણ હોઈ શકે !!) આભાર.

   Like

 5. મિત્રોને એકબીજાની સુખાકારીની નિઃસ્વાર્થ ચિંતા હોવી તો સ્વાભાવિક છે.

  આમ તો જો કે સુઃખ વહેંચવું અને દુઃખ એકલા ભોગવવું એવું સજ્જનો કહી ગયા છે. સાવ ખોટી વાત છે ને જુઓ મારાં ભાભીશ્રીને તમારા સુખે સુખ અને તમારા દુઃખે દુઃખ છે ને?

  તો આ સાંધાઓની જમાવટમાંથી ઝડપથી છૂટકારો મેળવીને ફરીથી જમાવટ કરવા સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો અને ભાભીશ્રીને પણ રાહત થાય એવી શુભેચ્છા સહ.

  Like

  • હા, એ વાત ખરી !!! (આપના ભાભીશ્રી પણ એમ જ પ્રાર્થના કરતાં હશે કે ઝટ આનાં સાંધાઓ છૂટા પડી જાય 😉 !!) જો કે હવે રાહત અનૂભવાય છે (એ તો આ મારો લવારો વાંચીને પણ આપ સમજી ગયા હશો જ !) આપની શુભેચ્છાઓ સાથે છે તો એક મચ્છરયું વળી શું કરી લેવાનું ! આભાર, મિતાબહેન.

   Like

 6. Take Care … Apart from medicines… તુલસી,આદુંનો રસ કાળા મરીનો ભૂકો નાખી ને પીવાથી રાહત રહે છે … સાચેજ …અનુભવસિદ્ધ વાત છે .

  Like

  • આભાર, પારૂબહેન. જો કે પ્રત્યુત્તર આજે આપું છું બાકી તુલસી, આદુ અને મરીનો ઊકાળો બે દિવસથી ચાલુ કરી દીધેલો છે. આમે એ ત્રણે વસ્તુનો સ્વાદ મને બહુ ફાવે છે. અને ખરેખર રાહત પણ અનુભવાય છે. બેલેન્સ કરવા માટે ઉપરથી થોડી કાળી દ્રાક્ષ ચાવી જઉં છું. આભાર.

   Like

 7. મને તમારી સુખાકારીની નિઃસ્વાર્થ ચિંતા નથી. તમે સાંધાની પકડમાંથી છૂટો તો જ લખતા થશો અને અમને ફરી તમારો અ-શોક સ્વાદ મળશે એ સ્વાર્થ!

  Like

 8. આમ તો સાંધા એટલા વાંધા એમ કહેવાયું છે. આપણે એમાં ફારફેર કરીને કહીએ કે સાંધા એટલે (જ) વાંધા. ગણ્યા ગણાય નહીં એમ સાંધ્યા સંધાય નહીં એવા આ બનાવો વચ્ચે – ગમે તેટલી હળવાશથી કહો ભલે, પણ – તમને થયું તેવું કોઈને નૉ થાય એવી આશા રાખવી એ નવા વરસની અનેક શુભેચ્છાઓમાંની એક છે.

  વાઘનેય ચીકનીયું ચકરાવે ચડાવી દ્યે એય કાંઈ ઓછી વાત છે ? જલદી સાજા ને તાજા થઈ જાવ એટલે તમારી લેખનની ને વાચકોની “વાચનયાત્રા” આગળ વધે..શુભેચ્છાઓ સાથે.

  Like

 9. આદરણીય શ્રી અશોકભાઈ,

  હવે તબિયતમાં સુધારો થયો હશે. જરા ઈટાવાની ઘોડીએ જરા આટો મારજો જેથી ટાંટીયાનાં ગાંઠીયા

  કેવા છે એ ખબર પડે….(ગમ્મત) આ ચીકન + કેટલા ગુણીયાએ પણ કહેજો…..હા..હા..હા.

  બસ આમ લખતા રહો અને ચોદિશાએ ધજા ફ્ર્કાર્વતા રહો …….એજ…

  Like

 10. શ્રી.ગોવિંદભાઈ, આભાર.
  ચીકન + કેટલા ગુણીયા ?? ગણતરી કરવી પડશે !! 🙂 અને આમે પરિક્રમા ભાગ-૨માં જવાનું જ છે ને ! ત્યારે ટાંટિયાની ચકાસણી થઈ રહેશે. આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s