મારા પ્રતિભાવો – ભારતીય સંસ્કૃતિ નો અડીખમ થાંભલો ને ઉધઈ ના રાફડા, (via “કુરુક્ષેત્ર”)


 ભારતીય સંસ્કૃતિ નો અડીખમ  થાંભલો ને ઉધઈ ના રાફડા,   ભારતીય સંસ્કૃતિ નો અડીખમ  થાંભલો ને ઉધઈ ના રાફડા,               ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ.ચીનનો પણ લગભગ એટલોજ જુનો.ઘણી બધી લાંબી મજલ કાપી ને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈ ના રાફડાઓ  વળગ્યા છે.જાત જાત નાં  રાફડા ને ભાત ભાત ના રાફડા.જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય.પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ.એમાય વળી શીશમ નું હોય તો જરાય ના ગાંઠે.અહી અમેરિકા ના કેલીફોર્નીયા માં એક ઝાડ છે.૫૦૦૦ વર્ષ જુનું.કદાચ કૃષ્ણ ન … Read More

મારો પ્રતિભાવ :

શ્રી ભુપેન્દ્રસિંહજી,
શીરો ખાવામાં શરમ ન રાખવી !! પુણ્ય નહીં તો કાંઇ નહીં, શરીરમાં ગયે ગણ તો કરશે જ ને !! એક કહેવત છે “શીરા સારૂ શ્રાવક થયા”, આ આપણા જેવાઓ માટે જ છે !!
ઉધઇઓ આમે બહુ હઠીલી હોય છે. પુરાણો કદાચ તે સમયે કોઇ ચોક્કસ ઉદ્દેશથી રચાયા હશે, મુખ્ય ઉદ્દેશ તો લોકોને ઉદાહરણ દ્વારા જ્ઞાન આપવાનો હશે. અત્યારે જેમ ટી.વી. સીરિયલો, વાર્તાઓ વગેરે હોય છે તેમ. પરંતુ વખત જતા તે ધર્મપુસ્તકો બની ગયા હોય શકે. કર્મકાંડોનું પણ તેમજ સમજવું, (આ બાબતે એક સુંદર બોધકથા પણ છે, જે થોડી લાંબી છે તેથી આપને મેઇલ કરીશ.) સમયાનુસાર જરૂરી સુધારાઓ ન થાય અને, સમજ્યા વગર, ફક્ત આગળ આમ થતું તેથી આપણે પણ આમ જ કરવું જોઇએ, ભલે હવે તેનો કોઇ અર્થ ન રહ્યો હોય, તેનું નામ પણ અંધશ્રદ્ધા. મને વ્યક્તિગત રીતે એક પણ કથાનો વિરોધ નથી (અને વિરોધ કે અવિરોધ કરવાની મારી હેસિયત પણ નથી !) પરંતુ એના એજ સાધુ વાણિયા અને ગરીબ બ્રાહ્મણને રાજાઓને બદલે કશુંક અત્યારે ઊપયોગી હોય તેવુ (જેમ કે ભ્રષ્ટાચાર, લાંચ, કામચોરી, ગંદકી વગેરેના વિરોધમાં) તેમાં પરિવર્તન કરવું જોઇએ, લોકોને પુણ્યની શાથે સમજણ પણ મળશે !
પરંતુ તો પાછું લાગતા વળગતાઓનું પેટ નહીં ભરાયને ? અમારા એક જેઠાભાઇ કહે છે કે સાંઇબાબા તો સારી જીંદગી ફકીરીમાં ફર્યા તેવું વાંચ્યું છે, તો હવે સોનાના સિંહાસને કેમ કરીને બેસી શકશે ? આ કરતા તો આટલા ખર્ચે બે-ચાર દવાખાના કે શાળાઓ (જે ઓછા કે યોગ્ય ખર્ચે જનસામાન્યને સગવડ આપે) બાંધે તો કદાચ સાંઇબાબનો આત્મા બહુ રાજી થશે. પર વો દિન કહાં… મહાપુરૂષો અને મહાનગ્રંથોને ચમત્કારોમાં ખપાવવા કરતા તાર્કિક રીતે સમજવાનું રાખીએ તો મને લાગે છે અત્યારે છે તે કરતા પણ તેઓ વધુ સન્માનના અધિકારી લાગશે.
અંતે આપે ઉલ્લેખેલ વૃક્ષ “જનરલ શેરમાન” હોય તેવું લાગે છે, વાંચકો તે વૃક્ષ વિશે વધુ જાણી શકે તે માટે અહીં તેની લિંક આપું છું. સરસ લેખ, આભાર
http://en.wikipedia.org/wiki/General_Sherman_(tree)   અને
http://www.britannica.com/EBchecked/topic/228607/General-Sherman

Bhupendrasinh Raol :
જે તે કથાઓ જેતે સમયે યોગ્ય હશે,પણ હવે એનો અર્થ નથી.હવે નવી કથાઓ થવી જોઈએ.જેઠાભાઈ ની વાત સાચી છે.આપે લખ્યું તેમ વૃક્ષની જાત તો એજ છે.પણ મેં જોએલું તે ૫૦૦૦ વર્ષ જુનું છે તેમ કહેવાયેલું.અને જીસસ જન્મ્યા ત્યારે ઓલરેડી ૩૦૦૦ વર્ષ નું હતું તેમ કહેવાયેલું.બીજું હવે શીરો બહુ ખાવા માં કોલેસ્ટ્રોલ વધી જવાનો ડર રહે છે.

Mita Bhojak :
સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ અને વિચારવાની બારીઓ બંધ કરી દીધી છે. ડર એવો ઇમોશનલ બેસાડી દે કે તમે આસ્થા વિરોધ અવાજ ઉઠાવી જ ના શકો. આ કેમ કે આવું કેમ? વૈજ્ઞાનિક રીતે કે લોજીકલી કશું જ વિચારવાનું જ નહીં. મારા એક સગામાં આ રીતે ધાર્મિક આયોજન કરેલું. જેઠાણીએ દેરાણીને આમંત્રણ આપ્યું તો દેરાણી કહે કે આવા નવા નવા પેદા થતા ભગવાને કે માતાજીમાં હું નથી માનતી એટલે હું નહીં આવું. તો જેઠાણીએ દેવી બની શ્રાપ આપ્યો કે મારી માતા આનો પરચો જરૂર આપશે. અને કાગને બેસવું ડાળને પડવું તે રીતે થોડા દિવસ પછી દેરાણીનો દીકરો કોઇ નાની માંદગીમાં મરી ગયો. દેરાણી તો ડૉક્ટર હતા કારણ ખબર હશે કે કેમ આવું થયું. પણ જેઠાણી તો બધાને કહે કે જોયું મારી માતામાં ન માનવાનું પરિણામ. આ રીતે ડર બેસાડે એટલે કોણ આવું જોખમ ઉઠાવે કે વિરોધ કરે. ક્યારેક હું આવો વિરોધ કરું તો મને મારા માતૃશ્રી આવા દાખલા આપે. આપણે પણ માનવું હોય તો માનીએ પણ વિરોધ કરવાની આવી કિંમત તો કેવી રીતે ચૂકવાય? કંઇ જ બીજું બહાનું બતાવી સામેલ ના થઇએ. આવી જડબેસલાક ઉધઇના રાફડા તોડવા જેમ ૭૦૦ ગુપ્ત રાજાઓએ સીમાડા સાચવ્યા તેમ હવે તો એક અબજથી વધારે લોકો માટે તો સાત લાખ લોકોની જરૂર પડે. એકલદોકલનું કામ નહીં.
આજના અશોકભાઇના દલિતો, શોષિત અને પછાત વિષય ઉપરના લેખમાં છે કે તે રીતે રોગ મટાડવા માટે કડવી દવા આવશ્યક હોય છે. કોઇની લીટી નાની કરીને નહીં પરંતુ પોતાની લીટી મોટી કરીને આગળ આવવાનું છે.

મોસ્ટ એક્સેલન્ટ આર્ટિકલ………..
 
Bhupendrasinh Raol :
લગભગ ૭૦૦ વર્ષ ગુપ્ત રાજાઓએ સીમાડા સાચવ્યા એ રાજાઓ મહાન હતા,બળવાન હતા.ભારત નો એ સતયુગ સુવર્ણ યુગ હતો.એ શાંતિ માં મહાન સાહિત્ય રચાયું.પણ વધારે પડતી સલામતીએ પ્રજા ને આરામી,નિર્બળ ને કાયર બનાવી દીધી.ઈમોશનલ ડર બહુ બુરી ચીજ છે.એના સામે થવા માટે બહુ હિંમત જોઈએ.મેં તો શીરો મારા વાઈફે હમેશ ની જેમ સારો બનાવેલો માટે જ ખાઈ લીધેલો.જો નીચે પડેલો હોય તો હું અવશ્ય ગાર્બેજ માં ફેંકી દઉં.મારા દીકરા મજબુત છે.મેં કદી મેશ નું કાળું ટપકું પણ કરવા નથી દીધું.મેં તો મજાક માં બધું લખેલું.મારા અભણ માતુશ્રી હમેશા કહેતા કે “સતી શ્રાપ દે નહિ ને શંખણી ના શ્રાપ લાગે નહિ.”આવા શ્રાપ દેનાર પોતે જ ભિખારી હોય છે.આવા લોકોને તો મેં મારી ને કાઢી મુકેલા છે.એક વાર ચાણોદ ગયેલા.એક બાવાએ પૈસા માંગ્યા.વિવેક થી નહિ દાદાગીરી થી.મારી હતી ગઈ.મારો ગુસ્સો જોઈ પાછો પડી ગયો ને શ્રાપ દેવા લાગ્યો કે તારે મારી શક્તિ થી અહી પાછા આવવું પડશે.મેં નજીક બોલાવ્યો પણ ડરનો માર્યો આવ્યો નહિ.લાગ્યું કે માર પડશે


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.