મારા પ્રતિભાવો – ‘સ્કાયલેબ’ પડી !! (via NET-ગુર્જરી)


‘સ્કાયલેબ’ પડી !! તે દીવસે અંતરીક્ષમાંથી સ્કાયલેબ પૃથ્વી પર પડવાની હતી. છાપાંઓએ રાબેતા મુજબ જ કાગારોળ કરી મુકી હતી. જે જગ્યાએ તે પડશે ત્યાં શું શું ખાનાખરાબી થઈ શકે તેની કલ્પનાથી રંગીન એવી ભીતી સૌના મનમાં ઠસાવી દેવામાં આવી હતી. એ જ દીવસે બરાબર મારી ઓફીસ દ્વારા, શ્રમીકોએ કરેલી કલાત્મક કામગીરીના નમુનાઓનું પ્રદર્શન ભરાયું હતું – કન્ટેમ્પરરી આર્ટ ગેલેરીમાં. ગુજરાતના રાજ્યપાલશ્રી શ્રીમતી શારદા મુખરજી પધારવાનાં હતાં. અમદાવાદના ચારેય છેડેથી એકએક કરીને ચ … Read More

via NET-ગુર્જરી  — જુગલકિશોરભાઇ

મારો પ્રતિભાવ :

’સ્કાયલેબ’ એક અકસ્માત હતો, (જો કે ત્યાર પછી ’કોલમ્બિયા’, ’ચેલેન્જર’ જેવા ઘણા અકસ્માતો થયા !! ) પરંતુ વિજ્ઞાન નિષ્ફળતામાંથી સફળતાનો માર્ગ શોધી કાઢે છે. (જેમ કે ’મીર’, જે સફળતાપૂર્વક દુર કરાયેલું) પરંતુ મને યાદ છે આપણે ત્યાં સ્કાયલેબની હકિકત કરતાં ’પેનિક’ વધુ થયેલું. અમે ત્યારે ધો-૮ માં ભણતા અને બે-ચાર દિવસ ખુલ્લામાં અભ્યાસ કરવા બેસાડ્યાનું યાદ છે ! (ક્યાંક ’સ્કાયલેબ’ શાળાનાં બિલ્ડિંગ પર પડે અને બાળકો દટાઇ જાય તો !! મુળમાં આવી સદ્‌ભાવના અને પ્રેમ, ત્યારનાં અમારા શિક્ષકોમાં હતા, જે હજુ પણ હૃદયને સ્પર્શી જાય છે.) છેલ્લે જો કે ધાર્યુ ધણીનું થયું અને તે દુર સમુદ્રમાં ખાબક્યું !!
આપે આભારદર્શનમાં કહેલાં વાક્યો સ્વયંસિધ્ધ સત્ય છે. આભાર.

jjkishor :

ખુબ આભાર, પ્રજ્ઞાબહેન, ચીરાગ, અશોકભાઈ !

જે કામ કરે તેની ભુલ થાય. વીજ્ઞાન પણ અપવાદ શેં રહે ? ભુલો જ વીકાસનું એક પગથીયું બની રહે છે.

મેં તો ૨૭ વરસ સુધી શ્રમીકોમાં કામ કર્યું છે. એમની ઝુંપડપટ્ટીના જીવનને નજીકથી જોયું છે.
એમના સંકડાશભર્યા જીવનમાં પણ જે તરવરાટ અનુભવ્યો છે તે મસ્તક નમાવે છે.

આ બધા અનુભવોને એકપછી એક ક્યાંક ક્યારેક મુકવાની લાલસા રોકી શકાતી નથી. સેંકડોનાં વ્યસનો મુકાવ્યાં છે. હજારોને ત્યાં રોજીની તાલીમ પછી આજીવીકાના રસ્તા ખોલવામાં ઉપયોગી થઈ શકાયું છે. મારા શૈક્ષણીક અનુભવોને ધ્યાનમાં લઈને લોકભારતીના શ્રી દર્શકે મારી પાસે પુસ્તીકા લખાવી હતી, જે “એક ચણીબોરની ખટમીઠી” રુપે લોકભારતીએ જ પ્રગટ કરી છે.

આ બધા કાર્યાનુભવો પછી આજે એક વાતે સંતોષ છે કે સમાજકાર્યક્ષેત્રે ઘણું કરી શક્યો છું. અને તેથી જ સામાજીક–રાજકીય–આર્થીક ઢંઢઠરાઓ સાંભળીને ક્યારેક ઉકળી ઉઠાય છે. આજે ગુજરાતનો વીકાસ કોઈને પણ ગૌરવ અપાવે એવો છે. મનેય એનાં આનંદ–ગૌરવ છે. છતાં ગરીબોને આત્મહત્યા કરતાં વાંચું છું ત્યારે

“સંપત્તીની છાકમછોળ વચ્ચે,
પ્રકાશની ઝાકમઝોળ મધ્યે,
પુછી રહ્યો સાવ અબુધ કેવો –
એંઠી પડેલી પતરાળી ચાટવા
લુછી રહ્યો બાળક – રાષ્ટ્રપુત્ર !”  

(http://jjkishor.wordpress.com/2010/05/01/kavitadan-58/)

એમ વેદના પ્રગટ થઈ જાય છે !! કોઈ સુખીઆ જીવ આ વેદના ન સમજી શકે એમ બને…મારે તો આ અનુભવીઓની વાતો મુકવી જ છે. આપ સૌએ એને થાબડી તેથી રાજીરાજી.

આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.