મારા પ્રતિભાવો – અમેરિકન લાઈફ સ્ટાઈલ (સુગર ડેડી!!સુગર મામા!!) (via “કુરુક્ષેત્ર”)


"અમેરિકન લાઈફ સ્ટાઈલ ની ખાટી મીઠ્ઠી"-૩(સુગર ડેડી!!સુગર મામા!!)   “અમેરિકન લાઈફ સ્ટાઈલ ની ખાટી મીઠ્ઠી”-૩(સુગર ડેડી!!સુગર મામા!!)                  અહી પણ મસાજ પાર્લર ના બહાને વૈશ્યા ગૃહો ચાલતા હોય છે.એમાં ભારતીય સ્ત્રીઓ પણ મળે છે એવું પણ જાણવા મળ્યું છે.ડિવોર્સ તો સામાન્ય બાબત છે.આપણે એકજ વાઈફ કે એકજ હસબંડ સાથે વર્ષો થી રહીએ છીએ જાણી આ લોકોને નવાઈ લાગે.બે વાર પૂછશે સેઈમ વાઈફ?આપણે હા કહીએ તો નવાઈ લાગે.અહી બધાને ચેન્જ જોઈએ છે.વાઈફ માં પણ  ચેન્જ અને હસબંડ માં પણ ચેન્જ.પ્રોબ્લેમ ખાસ સંતાન માં જો છોકરી હોય તો વધારે … Read More

Bhupendrasinh Raol :
કાયમ જુવાન રહેવાની ટીપ્સ ખાનગી માં જ અપાય

મારો પ્રતિભાવ :

અશોક મોઢવાડીયા :
મારૂં મેઇલ એડ્ડ્રેસ આપની પાસે છે જ !! કૃપા કરશોજી ! lol

અશોક મોઢવાડીયા :
1 trillion dollars = 1000,000,000,000 (12 zero) (10^12)
5 trillion dollars = Rs. 226,650,188,323,917.20 (226×10^12)
Currency Rate = Rs. 45.30 (as on 12/5/2010)
This is quick responce (But not so quick !!!)
My comment is in pipeline !! Thanks.

Bhupendrasinh Raol :
અશોકભાઈ,
ખુબ ગણતરી કરવી પડી કેમ?આમાં કેટલા કરોડ કે અબજ થાય?હું તો ગણીજ ના શક્યો.આપની મહેનત માટે આભાર માનવો પડે.આ બધા તો ગયા ઉલટાનું દેવું થઇ ગયું એક બુહાં ભાઈ ના કારણે.એક બુહો(અણઘડ) નેતા આખા દેશ ને પાયમાલ કરી નાખે એક સારો નેતા અખા દેશ ને તારી દે.

અશોક મોઢવાડીયા :
૧ ટ્રિલિયન = ૧૦ ખર્વ કહેવાય (અમેરિકન ટ્રિલિયનમાં ૧ પછી ૧૨ મીંડા હોય છે, બ્રિટિશ ટ્રિલિયનમાં ૧૮ મીંડા હોય છે!)
હવે રૂ. Rs. 22,66,50,18,83,23,917.20 = ૨૨ નિખર્વ ૬૬ ખર્વ ૫૦ અબજ ૧૮ કરોડ ૮૩ લાખ ૨૩ હજાર નવસો સતર રૂપિયા અને ૨૦ પૈસા !!!
(હાશ !! આપણે તો આટલા બોલવામાં થાકી ગયા, સારૂં છે ગણવા પડતા નથી !!!) ( જય વિકિ મહારાજની ! અને જય ’સફારી’ ગુરુની !) આભાર.
આ બુહા ને એક નાળીયેર વધેરજો, ’ભાઇ તેં ભારતને ઉજળું કરી દેખાડ્યુ’ !!!

 
અશોક મોઢવાડીયા :
શ્રી ભુપેન્દ્રસિંહજી, આ આપની અમેરિકા શ્રેણી જામતી જાય છે ! અહીં બેઠા ત્યાંની અંતરંગ વિગતો જાણવાની મજા આવે છે. અને એ પણ પાછું આપણી દેશી ભાષામાં ! જાણે ગોળનાં ગાડાં મળ્યાં !
અહીં ભારતમાં અમુક ચોક્કસ સર્કલમાં Sugar Daddy અને Sugar Baby શબ્દો વપરાય છે. વિકિ પર સુગર ડેડી/મમ્મી શબ્દનો અર્થ નીચે મુજબ આપેલ છે.
* Sugar daddy/mama —a rich, usually older person who offers money or gifts to a less rich, usually younger person in return for companionship or sexual favors. This differs from prostitution in that the older person is usually the sole financial provider to the younger person.
હવે મધુપ્રમેહ થઇ જાય તે પહેલાં આ સુગરને પડતી મુકું !!
શ્રી અરવિંદભાઇના વિચાર શાથે સંપૂર્ણ સહમત થતાં કહેવું પડે કે તે લોકો જાતીયજીવનમાં કદાચ આપણાથી અલગ હશે, પરંતુ જાતીયજીવનનાં સિદ્ધાંતો સમય, શ્થળ અને સંસ્કૃતિ પ્રમાણે પરિવર્તનશીલ હશે. નહીં તો આપણે ત્યાં પણ ખજુરાહો, અજંતા-ઈલોરા કે મોઢેરા વગેરે ન હોત. નૈતિકતાનો માપદંડ ફક્ત આના આધારે નક્કિ કરવો એ ખરે જ આંધળાનીં નજરે હાથી જોવા જેવું થાય. આપણાં જેટલો દંભ તો ત્યાં નહીં હોય.
અને છેલ્લે એક સ_રસ સમાચાર આપું ! હવે અહીં ત્યાં કરતા પણ વધુ સુધારો થઇ ગયેલો છે !! ત્યાં આપનો જુનો દુકાનદાર સાંજે દુકાનમાં પીવાનું ચાલુ કરતો, અમારે હમણા એક દુકાનદાર સવારે આવતા જ ચાલુ થયાનું નજરે નીહાળ્યું !! શાહબુદ્દીનભાઇ કહે છે તેમ બીડી પીવાનું શીખવાનાં ક્યાંય વર્ગ નથી હોતા, લોકો ખરાબ તરત શીખી જાય છે, સારૂં શીખવવામાં સૈકાઓ ચાલ્યા જાય છે. આ બેન્ક વાળાઓ અમેરિકા પાસેથી કશુંક શીખે તો સારૂં !! આભાર.

Bhupendrasinh Raol :
અશોકભાઈ,
આપણી વ્યાખ્યા તદ્દન સાચી છે.અહી રાજા હોય ત્યારે લોકો બીચ પર જાય ત્યારે સવાર થી બીયર પીવે.બાકી કોઈ દિવસે ના પીવે.જોબ પર જવાનું હોય ત્યારે પણ ના પીવે.પીવાનું શરુ થાય શુક્રવાર ની સાંજ થી.શનિ રવિ રજા હોય માટે.રવિ વારે સાંજે ખાસ કોઈ ના પીવે કેમ કે સોમવારે સવારે જોબ હોય.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.