પ્રિય મિત્રો, નમસ્કાર.
આજે માત્ર એક ચલચિત્ર અને થોડા ચિત્રો. તા:૮/૭/૨૦૧૧ના સાંજે જુનાગઢ પોલીસ અને દિ.ભા. વર્તમાનપત્ર આયોજીત તથા શહેરની અન્ય કેટલીયે સંસ્થાઓ દ્વારા પ્રાયોજીત ’જુનાગઢ હેરિટૅજ પરિક્રમ્મા’ની પૂર્વસંધ્યાએ સુંદર કાર્યક્રમ રખાયો હતો. જેમાં નાગરિકોએ સમુહમાં મીણબત્તિઓ પ્રગટાવી જુનાગઢની ધરોહર સમાન પ્રાચિન સ્થાનોની દેખભાળ અને સંભાળ તથા પ્રચાર-પ્રસાર સંદર્ભે પ્રતિજ્ઞા કરી. આ સાથે સુંદર આતિશબાજીનો કાર્યક્રમ તથા જુનાગઢના તાલાલા ગીર (તાલાળા) પંથકમાં વસતા સીદી લોકો (જે કદાચ ભારતમાં વસતી આફ્રિકન મૂળની એકમાત્ર જાતિ છે, આપણે તેમને આફ્રો-ઈન્ડિયન્સ કહી શકીએ) જે સામાન્યપણે સીદીબાદશાહ એવા માનભર્યા નામે ઓળખાય છે, તેમનું પરંપરાગત “ધમાલ નૃત્ય”નો પણ સૌએ આનંદ માણ્યો. આ નૃત્યમાં તેઓ દ્વારા નિરિક્ષાયેલા, કુદરતના ખોળે વાસ કરતા, વિવિધ પ્રાણીઓના હાવભાવ વ્યક્ત કરાય છે તે દર્શનિય હોય છે. તે ઉપરાંત હવામાં ઉછાળી, સીધી માથા પર ઝીલી અને નાળિયેર કે કાચની ડીશના ભૂક્કા બોલાવી દેવા જેવા કૌવતનું નિદર્શન પણ કરાય છે. (ખરા અર્થમાં માથાભારે લોક કહેવાય !!) આ નૃત્યમાં આપને મુળ આફ્રિકન લોકનૃત્યની ઝલક પણ દેખાશે. આના સંગીતની પણ એ ખાસિયત છે કે તેમાં માત્ર ઢોલ હોય છે અને તે પણ ખાલી હાથની થાપીથી જ વગાડાતો હોય છે. (સામાન્ય રીતે આપણે ત્યાં ઢોલ એક કે બંન્ને લાકડીની દાંડીથી વગાડાય છે)
તો માણો આ “ધમાલ નૃત્ય”ની એક નાનકડી વિડિયો ક્લિપ. જુનાગઢના પ્રાચિન સ્મારકોની ઓળખ પણ આપણે આગળ ઉપર કરીશું જ. આભાર.
ચિત્રગેલેરી :
ચલચિત્ર : ધમાલ નૃત્ય :
Link of Video :
ભાવનગરમાં પણ થોડાક સીદી બાદશાહો વસે છે. કહેવાય છે કે તેઓ વહાણમાં ખલાસી તરીકે લાવવામાં આવેલા અને કાળક્રમે અહીં જ વસી ગયાં. થોડાંક બાદશાહો ભણ્યા ગણ્યા છે – પરંતુ ઉત્સવ વગેરેમાં તેમણે નૃત્ય તો અવશ્ય કરવું જ પડે જે જોવાનું ઘણું દર્શનીય હોય છે. અલબત્ત આટલાં હોય તેવા તે ભાવનગરમાં વર્તાતા નથી 🙂
LikeLike
આભાર, અતુલભાઇ.
LikeLike
આદરણીય શ્રી અશોકભાઈ,
” હેરીટેજ પરિક્રમ્મા જુનાગઢ ની ” નો સચિત્ર હેવાલ દર્શાવ્યો અને
સાથે આફ્રિકન મૂળના ભારતીય સીદીઓના ફોટા અને વિડીઓ મૂકી
આપ અમને પ્રત્યક્ષ જુનાગઢમાં આપ સાથે બેસી નિહાળતા હોઈએ
તેવો સુંદર આભાસ કારવ્યો તે બદલ ધન્યવાદ.
LikeLike
આભાર ગોવિંદભાઇ.
LikeLike
આદરણીય શ્રી અશોકભાઈ
આપે સચિત્ર અહેવાલ રજુ કરી અમોને
સદેહે આપ સાથે બેઠા હોય તેવો અહેસાસ કરાવ્યો
LikeLike
આભાર, કિશોરભાઇ.
LikeLike