મારા પ્રતિભાવો-“સિંહ” (via “કુરુક્ષેત્ર”)


"સિંહ" સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી.મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહો ના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે.ગીર માં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો.લોકકવીઓ સિંહો ને પણ છોડતા નથી.                          * સિંહ સિંહણ ની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી.તદ્દન ખોટી વાત છે.સિંહ મરેલો શિકાર ખાતો … Read More

via “કુરુક્ષેત્ર” — ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ:

શ્રી ભુપેન્દ્ર’સિંહ’જી, સરસ માહિતી આપી. સિંહ માથે પડે તો જ શિકાર કરે બાકી તો સિંહણો જ શિકારમાં પ્રવિણ હોય છે. છતાં પાછું શિકાર કર્યા પછી સિંહણો દુર ખસી જાય અને સિંહ આવી પોતાનો ભોજનભાગ ગ્રહણ કરી લે નહીં ત્યાં સુધી રાહ જુએ છે ! કારણ કે સિંહે આ સગવડ ભોગવવાની સામે જ્યારે ટોળાં (કુટુંબ) પર બાહ્ય આફત (આક્રમણ કે અન્ય શિકારી પ્રાણી દ્વારા બચ્ચાઓ પર હુમલો) આવે છે ત્યારે તેનો સામનો કરવાની ફરજ એકલાએ નિભાવવાની હોય છે. (હવે આ ભાવમાં ’ગબ્બર’ કુછ જ્યાદા તો માંગતા નહીં હૈ નાં !!)
મીતાબહેને ઉલ્લેખેલો લેખ વાંચ્યો છે, એ સાચું જ છે કે ઉપર ઉલ્લેખેલા પ્રાણીઓ તાકાતમાં અને આક્રમણમાં સિંહ કરતા વધુ પાવરધા છે. સિંહને તેની શક્તિ કે હિંસકતાને કારણે નહીં પરંતુ તેના ઠાઠ અને બેફિકરાઇભરી જીવનશૈલીને કારણે જંગલના રાજાનું બિરૂદ પામ્યો હોય તો ના નહીં !
’સિંહોનાં ટોળાં ન હોય’ એ પણ એક વાયકા જ છે. (સુલેમાનભાઇ પટેલે એક શાથે ૭ સિંહ પાણી પીતા હોય તે ફોટો પાડેલો) સિંહ મોટાભાગે કુટુંબ શાથે જીવતું પ્રાણી છે. એમ પણ બને કે ઉત્તરભારતમાં વાઘને ’શેર’ કહે છે, અને ઘણાં મુળ હિન્દી સાહિત્ય માંથી આપણે ત્યાં વાત બદલતા બદલતા ’સિંહ’ પર આવી ગઇ હોય. હવે થોડી પૂરકમાહિતી:
* સિંહ જે ભાષા સમજે છે તેને ’હુકવો’ કહે છે, દિવનાં સિંહ નિષ્ણાત ’રમેશ રાવલ’ આ ભાષા દ્વારા સિંહોમાં પણ જાણીતા બની ગયા છે !! સિંહનીં આંખ, કાન અને પૂંછના હાવભાવથી (જાણકારોને) તેમના મનોભાવો જાણી શકાય છે.
* સિંહનો રૂબરૂ સામનો થાય તો તેના જેટલી જ ખુમારીથી સામે ઉભા રહેનાર પર તે હુમલો કરતો નથી, પીઠ તેમના તરફ કરી કે ભાગવાની તૈયારી કરી તો સમજો હુમલો ચોક્કસ થશે જ.
* શ્રી રમેશ રાવલ દ્વારા રચાયેલી સિંહચાલીસા અહીં પણ વાંચવા મળશે : http://shivshiva.wordpress.com/2009/11/18/sa-thio-68/
* હાલ ગીરમાં સિંહ ગણતરી ચાલે છે, કાચા અંદાજે સિંહની વસ્તી ૪૦૦ ઉપર મનાય છે.
આમ તો જો કે સિંહની વાતુ માંડીએ એટલે ખુટે જ નહીં ! પરંતુ એટલું તો આપને ધન્યવાદ શાથે કહીશ કે આ વાતુ અમારે ગીરમાં બેઠા માંડવી જોઇએ તેને બદલે આપે છેક અમેરિકા બેઠા માંડી !! કહે છે ને કે વતનનું તો કુતરૂંય વહાલું લાગે, તંયે આ તો સિંહ છે ! આપને ત્યાં બેઠાંય વહાલો લાગ્યો ને !
આભાર.

Bhupendrasinh Raol:
શ્રી અશોકભાઈ,
ગબ્બર જ્યાદા બિલકુલ નહિ માંગતા.હું ઘણી વાતો મજાક માં લખતો હોઉં છું,કે ભાઈ તૈયાર રોટી ખાવા વાલા છે.સિંહ ને તાકાત માં જરાય કમજોર માની નાં શકાય.બલકે વાઘ કરતા પણ સિંહ તાકાત વધારે ધરાવતો હોય છે.એનો ભવ્ય દેખાવ એને રાજા નું બિરુદ આપી ગયો છે.બાકી દરેક પ્રાણી પોત પોતાની રીતે કુદરત ની બેનમુન પ્રતિમા છે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

1 responses to “મારા પ્રતિભાવો-“સિંહ” (via “કુરુક્ષેત્ર”)

  1. પિંગબેક: મારા પ્રતિભાવો-”સિંહ” (via “કુરુક્ષેત્ર”) | | GujaratiLinks.comGujaratiLinks.com