મારા પ્રતિભાવો-જૈન મોટા..એક સ્તુત્ય,..ઘટના!(via અરવિંદ અડાલજાનો બ્લૉગ)


જૈન મોટા સંઘની બે મહાસતીઓનો સંયમનો માર્ગ ત્યજી સંસારમાં પ્રવેશ ! એક સ્તુત્ય, સરાહનીય અને અનુકરણીય ઘટના !!! તારીખ 2, મે, 2010 અને રવીવારના દિવ્ય ભાસ્કર દૈનિકમાં એક સમાચાર પ્રસિધ્ધ થયા છે, તે પ્રમાણે જૈન મોટા સંઘની બે મહા સતીઓએ સંયમનો માર્ગ ત્યજી પુનઃ સંસાર પ્રવેશ કર્યો છે. આ મહાસતીઓએ ગોંડલ સંપ્રદાયના ધીરજમુનિની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી હતી, ત્યારે મોટા સંઘના આંગણે, કાંતાબાઈ મહાસતી પાસે દીક્ષા ગ્રહણ કરનાર સ્વાતીને સ્વાતીબાઈ મહાસતી તથા કૃતિને જીને … Read More

via અરવિંદ અડાલજાનો બ્લોગ

મારો પ્રતિભાવ :

પ્રથમ તો બન્ને બહેનોને અભિનંદન ! અને આપે આટલો સુંદર, બોધક લેખ આપ્યો તે માટે આપને પણ અભિનંદન ! વર્તમાનપત્રમાં આ વાંચ્યું હતું, પરંતુ આટલું સુંદર અને પ્રેરક વિશ્લેષણ અહીં જ વાંચવા મળ્યું.
હવે આ સંદર્ભે, મને ઠીક લાગેલા, વિવેકાનંદજીનાં બે -એક અવતરણ અહીં ટાંકીશ,
* ” દરેક હિંદુએ આ સંસારમાં ગૃહસ્થાશ્રમનો ઉપભોગ કરી લીધા પછી ઉત્તરાવસ્થામાં સર્વ તજી દઇને ચતુર્થાશ્રમી બનવું જોઇએ” (અહીં “પછી” પર ધ્યાન આપો)
* ” જે નિયમો માત્ર સંન્યાસી માટેના જ છે, તેમનાથી સૌ કોઇને બાંધવા; એ એક બહુ મોટી ભૂલ થઇ છે. એ જો ન થયું હોત તો ભારતમાં તમે જે મોટા પ્રમાણમાં દારિદ્રય, દુ:ખ દેખી રહ્યા છો તે આવ્યા જ ન હોત. બિચારા ગરીબ માણસનું જીવન, એને માટેના બિનજરૂરી અને ભારેખમ એવા આધ્યાત્મિક અને નૈતિક નિયમોના બંધનોથી ઘેરાઇ પડ્યું છે, જકડાઇ રહ્યું છે. એમને છૂટ આપો ! બાપડા ગરીબને જરાક આનંદ કરવા દો ! ત્યાર પછી એ પોતાને ઊંચે લાવશે અને ત્યાગ પણ આપોઆપ એની પાસે આવશે.” (આ સ્વયં એક સન્યાસીનાં શબ્દો છે, એ બાબત ખાસ ધ્યાને લેવી)
સંન્યાસ એ ધર્મ પ્રમાણે પણ જીવનનો ચોથો તબક્કો છે, પ્રથમ ત્રણ તબક્કાઓ સફળતાપૂર્વક પસાર કર્યા વગર સંન્યાસ ગ્રહણ કરવો કે કરાવવો એ હાલમાં જોવા મળતી ધર્મની ગ્લાનિનું એક કારણ પણ છે. જેણે ગોળ કદી ખાધો જ નથી તેને ગોળ છોડાવવાનું શું પ્રયોજન ?

arvind adalja:
શ્રી અશોકભાઈ
આભાર મુલાકાત માટે અને સુંદર પ્રતિભાવ માટે ! આપની વાત સાથે હું સહમત છું. પરંતુ આજના આ સંન્યાસીઓ પોતાના શિષ્યો વધારવા અને તે થકી મોભો વધારવાની લાલચમાં આવા સામાન્ય જન સમાજને ભોળવી સમગ્ર સંપ્રદાયને બટ્ટો લગાડી રહ્યા છે અને તેને રોકવાની કોઈ સંસારીમાં નૈતિક હિમત નથી તેમ છતાં આ બે બહેનો એ અને તેમના પરિવારે જે નૈતિક તાકાત સામે પ્રવાહે તરવાની દર્શાવી તે કાબિલેદાદ છે! સર્વે અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે. આવજો ! મળતા રહીશું !
સ્-સ્નેહ
અરવિંદ


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.