મારા પ્રતિભાવો-હિન્દુઈઝમ(ઐતિહાસિક નજરે) (via “કુરુક્ષેત્ર”)


હિન્દુઈઝમ(ઐતિહાસિક નજરે) *મૂળ હિન્દુવીચારધારા ભલે ખુબ પ્રાચીન રહી,પણ આજનો હિંદુ ધર્મ એ પહેલાના જેવો પ્રાચીન  હિંદુ ધર્મ નથી. હિન્દુઈઝમ કોઈ એક ધર્મ નથી.જુદી જુદી હજારો વિચારધારાઓનો મેળો છે.દરેક સંપ્રદાય ની અલગ વિચારધારા છે.જો બધા એકજ હિંદુ ધર્મ ને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? દરેક ને પોતાના અલગ અલગ આચાર વિચાર,નીતિ નિયમો ઉમેરીને પાછું હિંદુ જ કહેવડાવું છે.આ એક હિંદુ ધર્મ ની મજબૂરી છે.                        *પ્રથમ   સિંધુ નદીના તીરે સિંધુ નદી … Read More

via “કુરુક્ષેત્ર”  — શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ :

શ્રી ભુપેન્દ્રસિંહજી, પ્રથમ તો ધન્યવાદ! આટલું ઉંડું ચિંતન કરવા બદલ. બીજું ક્ષમાપ્રાર્થના ! આપના આ લેખનાં એક મુદ્દા બાબતે વિચારભેદ માટે.
* “જો બધા એકજ હિંદુ ધર્મ ને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? ” —— આ મુદ્દે હું કશું ન કહેતા સ્વામિ વિવેકાનંદ દ્વારા, અમેરિકાથી ભારત પરત આવ્યા પછી, દેશમાં વિવિધ શ્થળોએ અપાયેલા પ્રવચનનો અંશ રજુ કરીશ. કારણ કે હિન્દુ ધર્મ વિશે બોલવામાં અન્યો કરતા વિવેકાનંદજીનો પ્રભાવ વધુ રહેશે જ.
” ભારતમાંથી જ ઉઠેલી એક મહાન ઘોષણા આ છે: ”एकं सत्‌ विप्रा बहुधा वदन्ति” (સત્ય એક જ છે, વિદ્વાનો, ઋષિઓ તેને અલગ અલગ વર્ણવે છે) આથીજ તો તમે દ્વૈતવાદી અને હું અદ્વૈતવાદી હોઉં; તમે પોતાને ’ઇશ્વરનો નિત્ય દાસ’ માનતા હો અને હું એમ જાહેર કરૂં કે ’હું ઇશ્વર શાથે એક છું – सोड्हम्‌’, છતાં આપણે બન્ને સારા હિંદુઓ હોઇએ. ધાર્મિક માન્યતાઓ માટે જગતમાં જે કાંઇ સહિષ્ણુતા છે, જે કાંઇ જરાતરા પણ સહાનુભુતિ છે, તે વ્યાવહારિક રીતે જોતાં અહીં જ છે” — વિવેકાનંદજી
* “ઇશ્વર વિશેની ભાવના આપણી આ માતૃભૂમિ જેટલી સંપૂર્ણતાથી બીજે ક્યાંય કદીયે વિકાસ પામી નથી, કારણકે એ ભાવના બીજે ક્યાંય કદી અસ્તિત્વમાં જ નહોતી” — વિવેકાનંદજી
બાકી આર્યોના મુળસ્થાન વગેરે મુદ્દાઓ તો વિવાદાસ્પદ રહેવાનાજ, હિંદુ શબ્દને પણ ભાષાકીય રીતે જોતા તો ઘણા અર્થો મળશે જ, એ તો મોટા ભાગના શબ્દોનાં એક કરતા વધુ અર્થ મળે છે. પરંતુ ઘણા કાળથી મુળ વૈદિક ધર્મને હિંદુધર્મ તરીકે ઓળખાવવાનું શરૂ થયૂં, તેથી હવે હિંદુધર્મ અને હિંદુ સભ્યતા (કે જે શબ્દ વિદેશીઓએ સિંધુનદીની સામે પાર વસતા લોકો માટે વાપરેલ) એ બન્ને અલગ બાબતો ગણાય છે.
અને કોઇ પણ સંપ્રદાય લો તેમણે તેમનો મુખ્ય આધાર તો ઉપનિષદોને જ બનાવેલ છે. એ ઉપનિષદો જેને માટે જર્મન દાર્શનિક શોપન હોઅરે કહેલું :” આખી દિનિયામાં ઉપનિષદના અભ્યાસ જેટલો લાભદાયી અને ઉન્નત બનાવનાર બીજો એકે વીષયનો અભ્યાસ નથી. મારી જિંદગીનો એ દિલાસો નીવડ્યો છે, મારા મૃત્યુનું એ આશ્વાસન નીવડશે.” (આમે આપણને વિદેશીઓએ આપણા વિશે કહેલી વાતો વધુ માનવામાં આવે છે, તેથી આ શોપન હોઅરને ટાંક્યો !!!)
બાકી જે કાંઇ ખરાબી છે તે આપણે જ ઉભી કરેલી છે, અને આપણે જ તેનો ઉપાય પણ શોધવાનો છે. આપના લેખના અન્ય વિચારવંત મુદ્દાઓ બહુ પ્રેરક જણાયા. આમ જ કશુંક નવું આપતા રહેશો, આભાર.

Bhupendrasinh Raol:
શ્રી અશોકભાઈ,
આપે ક્ષમા માંગવાની ના હોય.વિચારભેદ હોય,મતભેદ પણ હોય છતાં મન ભેદ ના થવો જોઈએ.મન ભેદ થવા લાગે ત્યાં મૈત્રી તુટવા લાગે.આપના અને મારા વિચારો સદાય એક હોય તેવું તો ના બની શકે.
હવે મૂળ વાત કે જયારે મેં લેખ માં લખ્યું કે એકજ હિંદુ ધર્મ ને માનતા હોય ત્યારે અલગ અલગ આછર વિચાર કેમ?ત્યારે મારા મનમાં તત્વજ્ઞાન ની વાતો હતી નહિ.જોકે મારે ફક્ત આચાર લખવાની જરૂર હતી.એક સત્ય જુદા જુદા અર્થમાં ભલે લોકો કહેતા.એક જ હિંદુ ને બંગાળી બ્રાહમણ રોજ માછલી ખાય ને ગુજરાતી બ્રાહ્મણ ને સંસ્કૃતિ નો નાશ થઇ જતો લાગે,આવું કેમ?એક હિંદુ ગુરુ કહેશે મેં કડી સ્ત્રીઓનું મોંઢું જોયું નથી ને બીજો ગુરુ કહેશે હું ખુદ કૃષ્ણ છું તમારી સ્ત્રીઓ મને ભોગવવા આપી જાઓ શું આ હિંદુ ધર્મ છે?મેં પોતે જ લખ્યું છે કે અદ્વૈતવાદ એ આજે વિજ્ઞાન કહે છે તે “લો ઓફ સીન્ગ્યુંલારીટી” છે. મને અદ્વૈતવાદ કે એવી બીજી તત્વજ્ઞાન ની વાતો માં જુદી જુદી માન્યતા હોય તેમાં વિરોધ નથી.તુંડે તુંડે મતિ ભિન્ના તો હોય જ.એક કહેશે બટાકા ખવાય,બીજો કહેશે લસણ ના ખવાય.શું હિંદુ ધર્મ આ ખવાય ને આ નાં ખવાય તેમાં રહી ગયો છે?આપે ધ્યાન દોર્યું તે બદલ આપનો ખુબ આભાર.

અશોક મોઢવાડીયા:
શ્રી ભુપેન્દ્રસિંહજી, વિચારભેદ પ્રકટ થવો તે મિત્રતાનું દઢ થવું સુચવે છે. (આપ ફરી મારૂં પેલું સિંહ અને ઘેંટા વાળું ચિત્ર યાદ કરો, હવે કદાચ આપ તેનો મર્મ પાકો સમજી ગયા હશો !) આપનું લખાણ જ સ્પષ્ટપણે બતાવી આપે છે કે ઢોંગીઓનાં હાથમાં સરી પડેલા આ કહેવાતા ધર્મે, ખરેખરા અને ઉપનિષદોમાં વર્ણવેલા વૈદિક (હવે હિન્દુ) ધર્મને કેટલું નુકશાન પહોંચાડ્યું છે. એક સમયે સ્વામિ દયાનંદે વિવિધ ધર્મો અને સંપ્રદાયોની અતી કડક ભાષામાં ટીકાઓ કરેલી, જે હાલમાં પણ આપણે કરતાં ધ્રુજીએ ! અર્થાત, રોગ તો આપણને સૌને ખબર જ છે. મારૂં નમ્રપણે માનવું એવું છે કે હવે રોગનો ઉપાય વિચારવાનો સમય છે. એક ઉપાય તો વ્યાવહારિક પણે અંધશ્રદ્ધા નિર્મુલનનો છે, જે મારા ઘણાં સારાસારા મિત્રો હાલમાં નિષ્ઠાપૂર્વક કરે જ છે. તેમાં પણ પૂર્વગ્રહોથી રહિત કે ધાર્મિકભાવનાઓથી પર રહી અને ફક્ત સામાજીક સદ્‌ભાવનાપૂર્વક આ કામ થાય તો વધુ સફળ થવાશે. શાથે બીજો એક ઉપાય છે, વૈચારીક સ્તરે સાચા ધર્મને સમજવાનો. જે માટે મારે ફરી ફરીને દયાનંદ કે વિવેકાનંદ જેવા ગણ્યાગાંઠ્યા મહાપુરુષોને જ યાદ કરવા પડે છે !! અંતે લંબાણનાં ભય છતાં વિવેકાનંદનાં પ્રવચનનો એક અંશ ટાંકીશ જેની વિશેષ સમજુતી આપ જેવા જ્ઞાનીને આપવાની ન જ હોય.
” એ ઉપનિષદો દરેક પ્રજાના, દરેક સંપ્રદાયનાં, દરેક જાતિનાં દુર્બળોને, દુ:ખીઓને અને દલિતોને રણશિંગું ફૂંકીને ઘોષણા કરે છે કે તમારા પગ પર ખડા રહો અને મુક્ત થાઓ ! ઉપનિષદોનો મૂળમંત્ર છે મુક્તિ – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ” અને આ કામ સિંહ જેવું સામર્થ્ય ધરાવતા લોકો જ કરી શકશે, ઘેટાંઓ નહીં !!!!! આભાર.

Bhupendrasinh Raol:
શ્રી અશોકભાઈ,
અ શ્રી વિવેકાનંદ સ્વામીએ જ ક્યાંક કહ્યું હતું કે પછાત અને દલિત જાતિઓ ને હિંદુસ્તાન માં જે ત્રાસ અપાયો છે એટલો બીજા કોઈ દેશ માં આપ્યો નથી.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

One response to “મારા પ્રતિભાવો-હિન્દુઈઝમ(ઐતિહાસિક નજરે) (via “કુરુક્ષેત્ર”)

  1. પિંગબેક: મારા પ્રતિભાવો-હિન્દુઈઝમ(ઐતિહાસિક નજરે) (via “કુરુક્ષેત્ર”) | | GujaratiLinks.comGujaratiLinks.com