આ ભુપેન્દ્રસિંહજી !!!


મિત્રો નમસ્કાર. અને હા હોળી-ધૂળેટીની રંગભરી હાર્દિક શુભકામનાઓ. (છે…ક હવે ? અરે ભ‘ઇ અમારે બરડા વિસ્તારમાં પાંચ પાંચ પડવા હોય છે, અર્થાત હજુ તો ૬૬% તહેવાર બાકી છે !)

તો, વાત કરવી છે આપણા સૌના મિત્ર એવા બાપુશ્રી ભુપેન્દ્રસિંહજીની. પરમ દહાડે ફોન પર પ્રથમ મુલાકાત થઇ, યોગાનુયોગે વાપીથી મિત્ર શકિલ મુન્શી પણ જુનાગઢ આવેલા અને ટાંકણે અમારી દુકાને જ બેઠેલા. આમ ગણો તો ત્રણ મિત્રોની નાની એવી કોન્ફરન્સ જેવું થયું. બાપુ સાથે સ્નેહીજનો, કુટુંબીજનોની સુખાકારી વિશે સમાચારોનું આદાન-પ્રદાન થયું. જેમને તેઓ મળી આવ્યા હતા તે મિત્રો શ્રી યશવંતભાઇ અને શ્રી મિતાબહેનની સુખાકારીના સમાચારો જાણ્યા. બાપુએ અન્ય બ્લોગમિત્રોને પણ ભાવપૂર્વક યાદ કર્યા, થોડી નેટ અને નેટવર્ક બાબતે તકનિકી વાતચીત થઇ. મુન્શીજી સાથે પણ હાય-હલ્લો થયું (બસ ! એટલું જ !!) , અમારી કેસર કેરી અને બાજરાના રોટલા પણ યાદ કરાયા. ગીર અને સિંહદર્શન વિશે બાપુએ પુરાણી યાદો તાજી કરી અને આ વખતે સિંહદર્શન માટે સમય ન મળ્યો તેનો વસવસો પણ કર્યો (તથા મેં અમારા સિંહો ઝપટે ચઢવાથી બચી ગયા તેની ખુશાલી પણ કરી  🙂 )  ટુંકમાં મિત્રો મળે ત્યારે થાય તેવી બધી વાતચીત થઇ. તો પછી નવું શું છે ?  

બસ એ કહેવા તો આ પોસ્ટ ઠપકારી છે ! બાપુ વિશે અમે મનમાં જે ચિત્ર તૈયાર કર્યું હતું તે ભુંસવું પડ્યું 😦  અમે ધારેલું કે “કુરુક્ષેત્ર”ના મેદાનમાં ધારદાર કલમે અને શબ્દોના તાતા તીરો વડે  ભલભલાને લોહીલુહાણ કરી નાખતા ભુપેન્દ્રસિંહ વાતચીતમાં પણ કરડી ભાષા અને  કરડું વ્યક્તિત્વ ધરાવતા હશે ! ડરતા ડરતા વાતની શરૂઆત કરેલી, થયું ક્યાંક ઊંધુ બફાશે તો બાપુ ફોન પર પણ ઠપકારી નાખશે !! પરંતુ એ સંપૂર્ણ ગુજરાતી લહેકા વાળો, રેશમ જેવો સુંવાળો અવાજ અને ખાસ તો દર બે વાક્યે બાળસુલભ એવું નિર્દોષ ખડખડાટ હાસ્ય. ભ‘ઇ હાસ્ય બાબતે અમે થોડી સંશોધીત જાણકારી ધરાવીએ છીએ તે મુજબ, આવું ખડખડાટ હાસ્ય માત્ર નિષ્કપટ અને પ્રેમાળ વ્યક્તિનું જ સંભવે. અમને આવા સાલસ, નિખાલસ અને જ્ઞાની મિત્ર મળવા બદલ વધુ એક વખત અમારી જાત પ્રત્યે માન થયું !  તો આ સાથે શ્રી ભુપેન્દ્રસિંહજી, તેમના સ્નેહીજનો અને વિશાળ મિત્રમંડળને સુખ અને સમૃદ્ધિની હાર્દિક શુભકામના.

અને હા, અમારા જાનીમિત્ર (જાનીદુશ્મન કોને યાદ આવ્યું ?)  મુન્શીજીએ અમારા વખાણમાં બાપુને જણાવ્યું કે; ’એક કલાકથી આ મારવાડીને ત્યાં બેઠો છું હજુ કોફીનું પણ પુછ્યું નથી’  (કર દીયાને ઈજ્જતકા કચરા !!) બાપુ જુનાગઢ આવવાનું નક્કી કરતાં તો હતા પરંતુ આ સાંભળી પછી માંડવાળ કર્યું 😮  (જો કે પછી અમે મુન્શીજીને કોફી તો ન જ પીવડાવી ! વરિયાળી શરબત પાયું !!)  આમ શ્રી ભુપેન્દ્રસિંહજીને ફોનના માધ્યમે મળી અમારી હોળી તો આગોતરી જ રંગભરી થઇ ગઇ. ક્યારેક રૂબરૂ મળીશું ત્યારે સમજો દિવાળી થઇ જશે.  આભાર.

28 responses to “આ ભુપેન્દ્રસિંહજી !!!

  1. મારી સાથે ફોન પર વાત થઈ ત્યારે મને પણ લાગ્યું કે અવાજમાં કલમની કરડાઈ નથી પણ શિક્ષણને ચાહનારા શિક્ષકની કોમળતા છે, જાણે વિદ્યાર્થીને દુઃખ ન પહોંચે એની સંભાળ લેવાની જવાબદારી શિક્ષકની પોતાની હોય!

    Like

  2. મને યાદ કરી હશે એવું વિચારું છું કે પછી માત્ર સરખી ઉંમરનાને જ મિત્રો ગણીને યાદ રાખો છો?
    હોળી-ધૂળેટીની રંગભરી હાર્દિક શુભકામનાઓ

    Like

    • સ્વાગત અને આભાર, હિરલબેન. અરે બહેન આપને અને ચિરાગભાઇને પણ ખાસ યાદ કરેલા. કહ્યું આ બન્ને ખુબ મહેનતે નવું નવું શોધી લાવી અમને નૂતન વિચારો પુરા પાડે છે. (અને આપ ’સરખી ઉંમરનાને જ મિત્રો’ દ્વારા શું સુચવવા માંગો છો ? અરે બહેન બાપુ તો વડિલ તરીકે બરાબર પરંતુ અમે તો હજુ હમણાં, થોડા વર્ષ પહેલાં જ (લગભગ ૧૭-૧૮ !!) પચ્ચીસી વટાવી છે 🙂 )

      Like

      • સારું થયું અશોકભાઈ, તમે ઉમરમાં થોડી ચોખવટ કરીને પચ્ચીસી વટાવી!!!. ૨૦ પર અટકી ગયા હોત તો બાળ-લગ્નનો ગુનો જાહેર થાત. :(((

        Like

      • જોયું બ્લોગમિત્રો?
        તો આ અશોકભાઈએ ય બીજાની સરખામણીમાં પોતે નાના છે એમ કહી દીધું!
        એક સગાંને ત્યાંનો લગ્ન પ્રસંગ યાદ આવે છે. અમે માંડવા તરફથી હતા. જાન આવી રહી હતી. અમને અને બીજા કેટલાકને જબાબદારી સોંપવામાં આવી કે-જાનમાં આવેલા વડીલોનું સ્વાગત તમારે ફૂલહારથી કરવું. [ તે દી અમારી ય ઉમર પ્રમાણમાં ઓછી હતી! :)]
        જાન આવી પણ એમાં ધોતી, ઝભ્ભા અને ટોપી ક્યાંય નજરે ન પડ્યાં. વડીલ કોને ગણવા? છેવટે અમે દેખાવ પરથી ઉમરનું અનુમાન કરીને એક જાનૈયામાં વડીલના દર્શન કર્યા અને એને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો તો એ તો કૂદકો મારીને ભાગ્યા!
        અમે બીજામાં વડીલના દર્શન કર્યા તો એ પણ ના ..ના … હું વડીલ નથી એમ કરતા ભાગ્યા! કોઈ જાનૈયો ભાયડો વડીલ થવા તૈયાર જ નહોતો! આપણાથી બર્થ ડે સર્ટિફિકેટ તો મંગાય નહી! નહીં તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત!
        જાનૈયા તો માંડ્યા માંડવામાં ધૂસવા! અમને થયું કે – અમારાથી આટલી અમથી જવાબદારી પણ નહીં પૂરી થાય?
        છેવટે છેલ્લી ઓવરના છેલ્લા બોલે વિકેટ ઝડપતા હોઈએ એમ અમે એક જાનૈયાની ઉમરબૂમર જોયા વગર જ એના ગળામાં હાર ઠોકી દીધો!
        તે દીથી નક્કી કર્યં કે – આવી જવાબદારી કોઈ દી લેવી નહીં!
        આ સત્યઘટનાનો સાર પણ અમે આપી દઈશું તો આ બ્લોગનો ધણી શું કરશે?

        Like

    • હિરલબહેન આપને અને દરેક બ્લોગમિત્રોને યાદ કર્યા હતા. અને હમઉંમર એટલે વળી શું? મિત્રોમાં ઉંમરનો તફાવત ના હોય. એવું જ હોત તો અમને પણ ના યાદ કરત ને? બીજું આપ જ્ઞાનની બાબતમાં ઘણા મોટા છો. આપના પ્રતિભાવો દ્વારા કંઇક વિશેષ જાણવા મળે છે.

      Like

      • હમમમ….
        યાદ કરી હતી એવું વાંચીને આનંદ થયો.
        મિત્રોમાં ઉમર ના હોય એ વાત તો સાચી.

        ‘કહ્યું આ બન્ને ખુબ મહેનતે નવું નવું શોધી લાવી અમને નૂતન વિચારો પુરા પાડે છે’
        ખુબ મહેનત તો નથી કરતી બસ, જે વિચારો જુદા પડતા હોય અથવા જ્યાં કશું ખૂટતું જણાતું હોય એ કડી પૂરવાનો શોખ ધરાવું છું.
        જેથી કોઈનું ગહન લેખન (જે મારા વાંચવામાં આવ્યું છે) એ સાવ અધૂરું ના રહી જાય.
        ખાસ તો એક જ વાત ને અનેક રીતે જોઈ શકાય છે એટલું જ.

        Like

        • હિરલ ને યાદ ના કરવાનું ઝોખમ ખેડાય ખરું?ક્રિકેટના લીધે લીડ્સ યાદ રહી ગયું છે.મેચ જોવા જાઓ છો કે નહિ?
          હમમમ યાદ કરી હતી વાચી આનંદ થયો.અને હમમમ યાદ ના કરી હોત તો લીડ્સ ના મેદાનમાં દોડાવત કે શું?

          Like

      • મીતાબેન, મિત્રો બધા જ હોય. તેમાંથી કેટલાક હમઉમ્ર હોય.

        Like

  3. અશોકભાઇ, આપની જેમ મને પણ ભૂપેન્દ્રસિંહજી વિશે એવું જ લાગતું. શરૂઆતમાં એમના બ્લોગમાં પ્રતિભાવ આપતાં પણ ડર લાગતો. ધારદાર કલમે લખતાં સિંહજીનો એમના પુસ્તકના કાર્ય વખતે આપના જેમ જ ‘ કંઇક ઉંધું બફાશે તો’ નો થોડો ડર લાગતો પરંતુ એમના ભત્રીજા વિરભદ્રભાઇએ કહેલું કે’ કાકા બહુ જ સારી વ્યક્તિ છે.’ અને એ સમયે ફોન પર વાત કરતી વખતે આપના જેવો જ અનુભવ થયેલ એકદમ બાળક જેવા નિખાલસ અને સરળ વ્યક્તિ. રૂબરૂ મળવાનું થયેલું ત્યારે દરેક બ્લોગમિત્રોને ખાસ પ્રેમથી યાદ કરેલા. દરેકના જ્ઞાનસભર પ્રતિભાવોથી કંઇક નવું જાણવા મળે છે તેવો ઉલ્લેખ પણ કરેલ. દિપકભાઇએ કહ્યું તેમ એક સારા શિક્ષણને ચાહનારા શિક્ષક, નાની કે મોટી કોઇપણ વ્યક્તિ પાસેથી નવું જાણવાની એમની તૈયારી અને તાલાવેલી.

    આપની હોળી રંગભરી થઇ ગઇ હવે એમને રૂબરૂ મળીને શક્ય એટલી જલ્દી આપની દિવાળી ઝગમગાટ થાય એવી શુભકામના.

    હવે એક આપના વિશે વાત એ કે આપના મિત્ર આપને ભલે કંજૂસ કહે પણ અમે તો જ્યારે ગીર સિંહદર્શન માટે આવીશું( સાથે વાઘદર્શન પણ) ત્યારે ચા સાથે નાસ્તો અને પાક્કું ભોજન હક્કથી લઇશું.

    Like

  4. બધા ભેગા થઇ ચણાના ઝાડ પર ચડાવે રાખો.સાચી વાત એ છે કે હું ખૂબ મજાકિયો છું.અમે ભાઈઓ કે મિત્રો ભેગા થઈએ તો એકબીજાની મજાક કરીને ખૂબ ખેચીયે છીએ અને એમાં ભત્રીજાઓ પણ આવી જાય.મારા ભત્રીજાઓ મારા ખૂબ સારા મિત્રો છે.ફોન ઉપર અડધો સમય તો હસવામાં જ જાય છે.મતલબ અડધું બિલ હસવાનું ભરવાનું.પ્યારા મિત્રોનો પ્રેમભાવ જોઈ માણી ભારત છોડીને જવાનું મન થતું નથી.બધાને ખૂબ મિસ કરીશ.

    Like

  5. [વાઘ અને સિંહની ફોન પર ની વાતચીત નો સાક્ષી આ સસલો]
    બે મોટા માણસો વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલાઈ અને આતો જ્ઞાની, વિદ્વાન-
    પણ વારો આવ્યો સામે થી હલ્લો અવાજ કાન માં પડ્યો વાતચીત માં એવું લાગ્યું નહી કે પહેલી વાર ફોન પર મળીયે છિયે,એ ખળખળ વહેતા ઝરણા જેવું હાસ્ય વાતો ઘણી કરવી હતી મન ભરાતું ન હતું પરંતુ Antic mobile મારા પરમ મિત્ર નો Talk time પણ તેનો મતલબ Balance તેનો કપાય [સાથે જીવ પણ] એટલે વાતો ને વિરામ આપ્યો,
    અશોકભાઈ એ લખ્યું તેમ “હોળી તો આગોતરી જ રંગભરી થઈ ગઈ. ક્યારેક રૂબરૂ મળીશું ત્યારે સમજો દિવાળી થઈ જશે.”
    અને હા બીજા દિવસ ના ન્યૂઝ ની હેડલાઇન “વાપી થી આવેલા મિત્ર ને અશોકભાઈ એ વરિયાળી શરબત પાયું”

    Like

    • હે ઈશ્વર અમને “સસલા” બનાવ !!!
      અહીં તો લાગ મળે ત્યારે બહેનો પૂંછડાં આમળે છે ! સસલાઓને તો ’મહિલા મંડળો’માં અતિથી વિશેષનાં માનપાન !!!
      ( http://wp.me/pSXhn-2H )

      અને બેટા તને તો હવે અમે પણ ઍન્ટીક લાગતા હશું, અને હા કોઇ મિત્ર આધુનિક મોબાઇલ ભેટમાં આપે તો ન લેવો એવું કોઇ વ્રત અમે લીધું નથી !! આપણા શાહબુદ્દીનભાઇ રાજેન્દ્રબાબુના સમયમાં રાષ્ટ્રપતિ ભવન ગયેલા ત્યાં તેમને શરબત પાયેલું તેને જીવનની એક યાદગાર ઘટનારૂપે આજે પણ યાદ કરે છે, તારે તેઓ પાસેથી આભારી કેમ બનાય તે શીખવું જોઇએ !! (બાપુ લાગ આવે ત્યારે આ મુન્શીને જરા ઠમઠોરજો !)
      🙂 ભારે મજા પડી ભાઇ. આભાર.

      Like

  6. આદરણીય શ્રી અશોકભાઈ,

    જય ગિરનારી. જય હો…. લ્યો બાપુ આપને ફોન દ્વારા મળ્યા

    વાત ચિત થી. શ્રી ફોટોની દુનિયાના ક્શબી શકીલ મુનશી

    સાથે હતા તો ફોટા લીધા હોય તો મુકજો. ફોન લખજો

    જુનાગઢ આવશું ત્યારે જરૂર મળીશું.

    Like

    • આભાર ગોવિંદભાઇ, અરે જરૂર પધારો, આપનું સ્વાગત કરતાં અમો હર્ષ અનુભવીશું.
      જો કે મુન્શીજી પધાર્યા ત્યારે દુર્ભાગ્યે બંન્ને પાસે કેમેરો ન હતો. (અને મોબાઇલ તો અમે માત્ર લાલ-લીલા બટન વાળો જ વાપરીએ છીએ તે તો આપે જાણ્યું !!) આપને મેઇલ કરીશ. આભાર.

      Like

  7. મિતા બહેન ,
    કંજૂસ શબ્દ પણ ટુંકો પડે હૂ નવા કોઈ શબ્દ ની શોધ માં છૂ, પણ આપ જરૂર થી સિંહ દર્શન કરવા ફરવા પધારો ” સિંહ કે વાઘ ના દર્શન થાય કે ન થાય કંજૂસ ના દર્શન જરૂર થઈ જશે”
    [ખાસ : હુ મજાકમાં અશોકભાઈ ની ખૂબ ખીલ્લી ઉડાઉ છું એક મિત્ર તરીકે પરંતુ સાચું કહુ અશોક એક સાચો મિત્ર,જ્ઞાની વડીલ અને ઉમદા માનવી છે એના વિશે લખવા માટે હુ ખૂબ ટૂકો પડુ,બસ એટલું કહી શકું કે “હુ ખૂબ નસીબદાર છું”]

    Like

    • શકિલભાઇ સાચા મિત્રો વચ્ચે હળવી મજાક તો હોવી જ જોઇએ. મિત્રોની ખિલ્લી ઉડાવવી, નામને લાંબું કે ટુંકું કરવું એ બધું યુવાની કે બાળપણના મિત્રોમાં તો ખાસ હોય જ. અને કોઇપણ ઉંમરે મિત્રો મળે ત્યારે એ ચાલુ જ રહે છે અને તે જ સાચી મિત્રતાનો આનંદ છે. અને સાચે જ નસીબદાર હોય તેને સારા મિત્રો મળતા હોય છે.

      Like

  8. શ્રી વિનયભાઇ, ગોવીંદભાઇ, રાજેશભાઇ, અમરભાઇ, પારુબહેન, અરવિંદભાઇ તથા સૌ વ્હાલા વાંચક મિત્રોનો અમને પ્રોત્સાહિત કરવા બદલ આભાર.

    Like

  9. મારા માટે તો ભુપેન્દ્રસિંહજી કાકા થયા, મારા મિત્રના કાકા-સસરા હોવાને નાતે તો ખરા જ. મેં પણ ફોન પર જ હજી સુધી તો વાત કરી છે. મારો અનુભવ એવો છે કે તેઓ એક નિખાલસ અને મળતાવડા માણસ છે (એ બાબતે સિંહના ગુણ નથી લીધા). વાહ, બ્લોગ્જગતે કેટલા બધા અને કેટલીય જગ્યે મિત્રો આપી દીધા છે! આભાર, બ્લોગવિશ્વ અને દરેક મિત્રોનો.

    Like

  10. સૌ મિત્રોને મારા જય માતાજી – સીતારામ.

    અશોકભાઈ મારા ખાસ મિત્ર છે. એટલે મને પણ થયુ કે, તમ મિત્રોની આ ધુળેટીમાં હું પણ થોડો રંગાઈ જાવ. પણ હુ પાછો અહીં કયારે પ્રગટ થઈશ તે મને પણ ખ્યાલ નથી. જીદંગીમાં કોઇ પણ સમયે આવી હસી મજાક કરીને હળવાશ અનુભવો અને તમારા બધાની મિત્રતા કાયમ રહે તેવી પ્રાર્થના.

    જય માતાજી….

    Like

Leave a reply to અશોક મોઢવાડીયા જવાબ રદ કરો