બ્લૉગ પર પ્રતિભાવનો શિષ્ટાચાર જાણો છો ?


Are you well-versed in comment etiquette? Which comment would you rather receive?  … Read More 

via WordPress.com News

શું તમે પ્રતિભાવ શિષ્ટાચારમાં પાવરધા છો ? આ પ્રશ્ન અને તે પર જાણકારીરૂપે સુંદર લેખ સુ.શ્રી. એરિકા જોન્સને આપ્યો છે. લેખ નવા-જુના સૌ બ્લોગરમિત્રોને ઉપયોગી જણાયો તેથી અહીં તેમના લેખનો ભાવાનુવાદ રજુ કરૂં છું. (અર્થાત આ મારૂં ડહાપણ નથી, હું કોઇ ઊપદેશ આપતો નથી !)

સામાન્ય રીતે તમે કેવા પ્રકારનાં પ્રતિભાવો વધુ મેળવો છો ?
“સરસ લેખ, ઉત્તમ કૃતિ, કૃપયા મારા ’ફલાણા-ઢીકણા’ બ્લોગની પણ મુલાકાત લો”
કે પછી,
“સરસ વાત કરી, આપના કહેવાનો ભાવાર્થ સમજાયો અને મને આનંદ થયો કે આપણા વિચારો મળતા આવે છે. હું પણ આ વિષયે આમજ કહેવા માંગુ છું. આપની નિખાલસતા પ્રસંશાપાત્ર છે. વગેરે વગેરે.”
દેખીતું જ છે કે આ બીજા પ્રકારના પ્રતિભાવ આપને વધુ મળતા હશે. (અને ગમતા હશે) શા માટે ? કારણ કે, તે નીચે આપેલા પ્રતિભાવ આચારસંહીતાનાં નિયમોનું સારી રીતે પાલન કરે છે. અને તે ઉપરાંતની મહત્વની વાત એ છે કે તે સંબંધો વધારવાના ઉદ્દેશથી લખાયેલા જણાય છે નહીં કે માત્ર પોતાનો પ્રચાર કરવાનાં !

માત્ર સ્પામિંગ કરવા કરતાં સંબંધોનું સર્જન કરવું એ આપનાં બ્લોગ પર વાંચકોની સંખ્યા વધારવાનો વધુ ઉત્તમ અને અસરકારક રસ્તો છે. (જો કે કેટલાક મિત્રો પાસે શોર્ટકટ હોય છે, ટુંક સમય માટે અસરકારક પણ રહે પરંતુ સરવાળે ઘોડી અને પછેડી બંન્ને જાય છે !) તો, જો આપ સંબંધો વધારવા અને એ રીતે આપના બ્લોગની નામના પણ વધારવા માં રસ ધરાવતા હો તો અહીં પ્રતિભાવનાં શિષ્ટાચારને લગતા કેટલાક નિયમો આપ્યા છે. સમજીને એ પ્રમાણે અન્ય બ્લોગ્સ પર પ્રતિભાવો અપાશે તો જરૂર અસરકારક રહેશે.

(૧) ચોક્કસ બનો (Be specific):  વ્યક્તિગત પ્રતિભાવ લેખકને એમ જણાવે છે કે તેમણે લખેલા લેખમાં (કે કૃતિમાં) આપ ખરેખર રસ ધરાવો છો, અને તેમણે જે લખ્યું છે તે વાંચવા-સમજવા માટે આપે ખરેખર આપનો કિંમતી સમય આપ્યો છે. આનો અર્થ એ નથી કે આપે લાંબા લાંબા પ્રતિભાવો જ લખવા, પરંતુ લેખકની કૃતિને સુસંગત પ્રતિભાવ રહે તે પર ધ્યાન આપો. આપને આ કૃતિ ગમી તો શા કારણે ગમી, આપને પણ આ પ્રકારનો જ કોઇ અનુભવ હોય તો તે પર વાત કરવી, આપને આ લેખ કે કૃતિમાંથી કશુંક નવું જાણવા મળ્યું તો તે જણાવવું, આપ લેખકના વિચારથી કોઇ ભિન્ન દૃષ્ટિકોણ ધરાવતા હોય તો વિનયપૂર્વક તેનાં કારણો જણાવવા, લેખ કે કૃતિનાં કોઇ ચોક્કસ વાક્ય પર ચર્ચા કરો તો તે વાક્યને ક્વૉટ કરવું.

ધારો કે આપ માત્ર લેખકની કૃતિની માત્ર સરાહના કરવા જ માંગો છો તો આપને શું સરાહનીય લાગ્યું તેટલો ઉલ્લેખ તો અવશ્ય કરવો. સંદિગ્ધ કે અસ્પષ્ટ જેમ કે, “બહુ સરસ, માહિતી બદલ આભાર” જેવા પ્રતિભાવ આપવાનું ટાળવું. આપ જો શું કહેવું તે બાબતે ચોક્કસ ન હોય તો માત્ર “Like”નો ઉપયોગ કરી અને આપને લેખ ગમ્યો કે આપે લેખનીં નોંધ લીધી તેવું જણાવી શકો છો.

(૨) પ્રતિભાવમાં આપનાં બ્લોગની (જાહેરાત કરતી !) લિંક ક્યારેય ન મુકો. વર્ડપ્રેસ પર આપ જ્યારે પ્રતિભાવ આપો છો ત્યારે આપનાં બ્લોગની લિંક, આપનાં નામ પર સ્વચાલિત ઢબે જ મુકાય જાય છે. આથી તેનું પુનરાવર્તન કરવાની કોઇ આવશ્યકતા રહેતી નથી. (આપનાં ડેશબોર્ડ પર એકાઉન્ટ ડિટેઇલ સેક્શનમાં આપ Users → Personal Settingsમાં જઇ અને આ સગવડ સેટ કરી શકો છો) વધારે પડતો ’સ્વપ્રચાર’ કદાચ અન્યને નારાજ કરી મુકે અને આપની તરફ ધ્યાન આપવાનું ઓછું કરાવી પણ દે. આથી સાવચેત રહો અને આપ સ્પામર છો તેવી હલ્કી છાપ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

આ સંદર્ભે અન્ય એક વાત કે, જ્યારે તમે તમારા બ્લોગ પરનાં કોઇ લેખમાં અન્ય બ્લોગર કે તેમની કોઇ રચનાનો ઉલ્લેખ કરો ત્યારે માત્ર તેમનાં બ્લોગનું નામ કે લેખ-રચનાનું મથાળું ન આપતાં તેની લિંક પણ આપો. આમ કરવાથી જે તે બ્લોગ કે રચના પર પિંગબેક જનરેટ થશે અને તે બ્લોગને જાણ થશે કે આપે તેમનો કે તેમની ફલાણી રચનાનો આપનાં બ્લોગ પર ઉલ્લેખ કર્યો છે.

(૩) વિષયને વળગી રહો : (અહીં વિષયનો અર્થ લેખ કે રચનાનો વિષય કરવો 🙂 આ કોઇ ધાર્મિક પ્રવચન નથી !!) મુળ રચનાનાં વિષયવસ્તુથી “વધુ” દુર નીકળી ન જવાય તેનું ધ્યાન રાખવું. અન્ય પ્રતિભાવક મિત્ર શાથેની આપની ચર્ચા લેખનાં મુળ વિષયથી ભટકવા લાગે તો જે તે મિત્રને નમ્રતાથી ચર્ચા વિષયવર્તુળ આસપાસ રાખવા સુચવવું.

પ્રતિભાવની સાથે સંદર્ભ દર્શાવવા માટે જરૂરી લિંક્સ પણ આપી શકાય, પ્રતિભાવ પર લિંક કઇ રીતે મુકવી તે માટે અહીં એક ઉદાહરણ આપ્યું છે. આ લિંક મુળ લેખને સંબંધીત હોય તે ખાસ જોવું.
કોડ: <a href=”link”>text</a>  દા.ત. 

( <a href=”http://wp.me/pf2B5-1DG”>સુ.શ્રી એરિકાનો મુળ અંગ્રેજી લેખ</a> )  એટલે નીચે મુજબ દેખાશે,

સુ.શ્રી એરિકાનો મુળ અંગ્રેજી લેખ આ લિંક આપને આ મુળ અંગ્રેજી લેખ પર લઇ જશે.

(૪) સારા બનો (સજ્જન બનો): આપ અન્ય કોઇ મિત્રના વિચારો સાથે સંમત ન હોય તો પણ અન્યનું અપમાન થાય તેવી ભાષા ન વાપરો, આપ સારી ભાષામાં આપનો ભિન્નમત પ્રગટ જરૂર કરો. અન્ય કોઇ આપની સામે અણછાજતી ભાષાનો પ્રયોગ કરે તો આદરપૂર્વક વિરોધ નોંધાવો પરંતુ ખોટી દલીલમાં પોતાનો સમય ન વેડફતાં તેમને અવગણો. અને આપના બ્લોગ પર આવો કોઇને અપમાનીત કરતો પ્રતિભાવ જણાય તો તેને દુર કરો. અનુચીત કે અણછાજતું વર્તન કરનારને પ્રત્યુત્તર પાઠવવો તે તેમને પ્રોત્સાહન આપવા જેવું થશે, આપના સમયનો ખોટો બગાડ થશે.     

(૫) ટુંકાણ કરો : આપની વાત ટુંકમાં રજુ કરવાની આદત કેળવશો તો અન્ય વાંચકોને આપનો પ્રતિભાવ વાંચવા અને જરૂર જણાય તો પ્રત્યુત્તર આપવામાં સવલતા રહેશે.

જો કે ક્યારેક કોઇ લેખ કે રચના પર આપને ઘણું બધું કહેવાનું હોય તેમ પણ બને. શક્ય તેટલું ટુંકાણમાં જરૂરી બધું જણાવવાની ટેવ કેળવવી. કોઇ કોઇ લેખક આપનાં લાંબા પ્રતિભાવ પસંદ કરતા પણ હોય અને કોઇને લાંબા પ્રતિભાવો અનુકુળ ન પણ લાગે, ટુંકમાં પ્રતિભાવ કેવડો રાખવો તેનો નિર્ણય કયા બ્લોગ પર આપ પ્રતિભાવ આપો છો અને તેઓને શું પસંદ છે તે પર પણ આધાર રાખે છે. કોઇ બ્લોગ પર આપનાં, જરૂરી, લાંબા પ્રતિભાવ યોગ્ય ન ગણાતા હોય તો તે વિષયે, તે લેખનો ઉલ્લેખ કરીને, આપ આપના બ્લોગ પર પણ આપનો પ્રતિભાવ દર્શાવી શકો છો. જો કે આ બાબતે વ્યક્તિગત ભિન્નતા હોય સમજદારીથી નિર્ણય કરવો. આ વિષયે બહેન એરિકાનાં મુળ લેખ પર એક ’પોલ’ મુકાયેલ છે જેનું અધ્યયન પણ કરવું જે મુજબ;

# આપના બ્લોગ પર આવતા લાંબા લાંબા પ્રતિભાવો બાબતે આપનું શું માનવું છે ?
* ૧૬૪૭ (૭૦.૨૬%) વાંચકો : જ્યાં સુધી તે લેખનાં વિષયવસ્તુને અનુરૂપ હોય અને યોગ્ય રીતે ફકરા પાડીને લખાયા હોય ત્યાં સુધી અમને કશો વાંધો નથી.
* ૬૯૭ (૨૯.૭૪%) વાંચકો : અમે લાંબા પ્રતિભાવોને આવકારીએ છીએ, પરંતુ નિબંધ જેટલા લાંબા પ્રતિભાવ એ પ્રતિભાવ ન કહેવાય, આવા નિબંધો તેઓએ પોતાનો સ્વતંત્ર લેખ બનાવી અને મુકવા જોઇએ.

(ટુંકમાં, લેખીકાશ્રીની ધારણાથી થોડું વિપરીત, બહુમતી લેખકોને લાંબા લાંબા પણ વિષયને અનુરૂપ તેવા પ્રતિભાવો સામે કોઇ વિરોધ નથી ! હાશ !! મારે સુધરવાની જરૂર નથી !)

તો આ હતું પ્રતિભાવ સંદર્ભે સુ.શ્રી.એરિકાજીએ આપેલું થોડુંક માર્ગદર્શન, મેં માત્ર તેનો આપણને અનુકુળ તેવો ભાવાનુવાદ રજુ કર્યો છે. ગુજરાતી બ્લોગ જગત માટે વધુ કોઇ સુચનો હોય તો સૌ મિત્રો અહીંના પ્રતિભાવ બોક્ષમાં જરૂર આપે તેવી વિનંતી. આભાર.

અને અંતે બે વાત : (૧) યોગાનુયોગ, ગુજરાતી બ્લોગ જગત અને પ્રતિભાવો પર, ગુરૂવાર તા: ૧૭/૨/૨૦૧૧ના જ ગુ.સ.ની ’હવામાં ગોળીબાર’ કોલમમાં પ્રસિદ્ધ થયેલો શ્રી મન્‍નુ શેખચલ્લી (શ્રી લલિત લાડ)નો, કડવો પણ સત્ય ઉજાગર કરતો હળવો લેખ : ભ્રષ્ટાચાર સામે “બ્લોગ યુદ્ધ” વાંચવા જેવો છે ! (મને વેબ પર આ લેખની લિંક મળી નથી, કોઇ મદદ કરશે ? Plz.) 

(૨) એરિકાજીનાં આ મુળ લેખ પર માત્ર ત્રણ દિવસમાં કુલ પ્રતિભાવો- ૨૧૩, કુલ Like- ૫૮૪, અને પોલમાં ભાગ લેનારા કુલ વાંચકો- ૨૩૪૪. આપણે તો કોઇની મહેનતની કદર કરવાનું શિખ્યા જ નથી !! જાગો ગુજ.બ્લોગરો જાગો !! (આ આટલું અમારા ફાયદા માટે 🙂 ) ધન્યવાદ.

20 responses to “બ્લૉગ પર પ્રતિભાવનો શિષ્ટાચાર જાણો છો ?

 1. હું તો બ્લૉગસ્વામી નથી, તો પણ લખ્યા કરૂં છું. અહીં જણાવેલા માપદંડ પ્રમાણે લખાય છે કે કેમ તે પણ ખબર નથી. પણ સાવધ થઈ ગયો છું.

  Like

 2. Saru janava pamyo..khub upeyogi mahiti aapi..ane aavkaarya chhe..
  shu na lakhvu tey agatyanu chhe..jem ke link..ke mara blog par padhaaro..ghana to comment pachhl padi ugharaavi ne j chhode..tya sudhi..dando lai paachhal pade !! jo ke aam gujarati..english ma vanchvy na game..

  Like

 3. મુળ અંગ્રેજીમાં લેખ વાંચ્યો હતો – આપે ગુજરાતી કરીને વધુ સમજાય તેવો બનાવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર.

  Like

 4. સુંદર રજૂઆત કરીછે , ધન્યવાદ

  Like

 5. આદરણીય શ્રી અશોકભાઈ,

  પ્રતિભાવો વિષે સુંદર અને એના માપ દંડની ખુબ જ સરસ સમીક્ષા કરી છે.

  અમ જેવા બ્લોગરોને જાગરૂકતા કેળવવા માટે ઉતમ સંદેશ બદલ આભાર.

  Like

 6. આદરણીયશ્રી. અશોકભાઈ

  આપે ખુબજ સરસ સમજ આપેલ છે.

  સારા સંદેશાથી સૌને જાણવાનું મળ્યુ.

  કિશોરભાઈ પટેલ

  Like

 7. શ્રી દિપકભાઇ, દિલીપભાઇ, અતુલભાઇ, પ્રહલાદભાઇ, ગૌરાંગીબહેન, માનવભાઇ, ગોવિંદભાઇ (પરાર્થે..), ડૉ.કિશોરભાઇ, સૌ મિત્રોએ સમય કાઢી, લેખ વાંચ્યો અને પ્રોત્સાહન આપ્યું તે બદલ ધન્યવાદ.

  શ્રી વિનયભાઇ, ગોવીંદભાઇ (અભીવ્યક્તી), સોહમભાઇ, રાજેશભાઇ, વિવેકભાઇ, વેદાંગભાઇ, અમરભાઇ, પારૂબહેન, મુન્શીજી, જીગ્નેશભાઇ તથા રૂપેનભાઇ, સૌ મિત્રોએ લેખ વાંચવાનો સમય કાઢ્યો અને લેખની સરાહના પણ કરી તે બદલ આપનો ખુબ ખુબ આભાર.

  Like

 8. શ્રી અશોકભાઈ,
  આજનો આપનો લેખ અને તેમાં રહેલ માર્ગદર્શકરૂપ માહિતી પસંદ આવી.
  આપના લેખ અને પ્રતિભાવ હંમેશ આપના બ્લોગ પર તેમજ ખાસ કરીને કુરુક્ષેત્ર પર વાંચું છું અને આપના પ્રતિભાવ, લેખને સુસંગત આપના વિચારો જાણી અને તેમાં પૂરકરૂપ આપના મૂકેલ નવી પૂરવણી વાંચી ઘણું જ નવું જાણવા અને વિચારવા મળે છે.

  આભાર !

  Like

 9. Fantastic post!

  Blogging is definitely two parts, publishing and propagation, of thoughts; and the best KPI (Key Performance Indicator) is the number of
  waves it triggers in thought processes of other people. These are comments, pingbacks, likes, tweets etc. and all those are countable.

  I believe this post is not about quantity but about quality.
  I mean if I expect the blogger to write meaningful and sensible stuff, in reward, in comments, nothing wrong if s/he does expect a good quality ‘echo’!

  Like

 10. and thats why try to understand my formula/slogan like
  samay + samaj + sanjog = santosh
  સમય + સમજ + સંજોગ = સંતોષ
  Dr.Sudhir Shah

  Like

 11. * મોટાભાગના વિચારોને હું ફોલો કરતો હોવ છું, એટલે મને આ બધું ગમ્યું એ સ્વાભાવિક છે.

  * આ પોસ્ટમાં તમે આપેલ મુદ્દા સિવાય પણ લાઈક/કોમેન્ટ અને પ્રતિકોમેન્ટ કે જવાબ અંગે બ્લોગ પોસ્ટ બની શકે એમ છે.

  * લલિત લાડ મનુશેખ ચલ્લીનો એ લેખ મેં મોબાઈલ પર વાંચ્યો હતો પરંતુ આજે વેબાઅવૃતિ પર મળતો નથી. એ લેખની “સામે” મારા મનમાં તે દિવસથી જ પોસ્ટ ઘડાઈ ચૂકી છે પણ હમણા હમણા સમયની થોડી ખેંચ-તાણના લીધે વર્ડપ્રેસના ચાકડે ચડાવી શક્યો નથી અને કદાચ સમય વિત્યે આ વિષય (મારા દ્વારા સ્તો) અભેરાઈએ ચડાવી દેવાની શક્યતા દેખાઈ રહી છે.

  Like

 12. આભાર શ્રી અશોકકુમારજી, મનિષભાઇ, સુધીરભાઇ તથા રજનીભાઇ.
  હવે આપ સૌ તો સ્વયં બ્લોગ જગતમાં પ્રકાશમાન સૂરજ સમાન છો, આથી વધુ હું તો શું કહું. પરંતુ આપ સૌએ વધુ માર્ગદર્શન કરી મારું માન વધાર્યું તે બદલ આપનો આભારી છું.
  આભાર.

  Like

 13. આપની માર્ગદર્શિકા અભિપ્રાયો લખનારને ખુબ જ ઉપયોગી બની રહેશે.
  પ્રવીણ શાહ

  Like

 14. પિંગબેક: ધર્મ અને વીજ્ઞાન « અભીવ્યક્તી

 15. આપેલી આચારસંહિતા પૂરેપૂરી પાળવી ગુજરાતી બ્લોગ જગત માટે અઘરી જણાય છે છતાં જે કંઈ અસર દેખાય એ નફાની જ ગણવી.

  અનુવાદ પાછળ આપની મહેનતની દેખાય છે. એ માટે દિલથી આભાર.

  શ્રી મન્‍નુ શેખચલ્લી (શ્રી લલિત લાડ)નો લેખ વાંચવા મળે ત ઓ ગમે. ખાંખાખોળા ઉસ્તાદ વિનયભાઈ કંઈ કરી શકો એમ છો? અંગત વાચન માટે કોઈ સ્કેન કરીને ઈમેલમાં મોકલશે તો પણ આભારી થઈશ.

  Like

 16. પિંગબેક: આત્મા વીશે કેટલાક પ્રશ્નો « અભીવ્યક્તી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s