વિકિપીડિયા (wikipedia) ગુજરાતી


A google-like Wikipedia logo for my userpage.

Image via Wikipedia

પ્રિય મિત્રો,

આજે આપણે જ્ઞાનપ્રાપ્તિ અને વહેંચણીના એક બહુ જાણીતા છતાં ખાસ ધ્યાને ન આવેલા !!  એક પ્રકલ્પની વાત  કરીશું. વિકિપીડિયા તો બહુ જાણીતું નામ છે. નેટજગતનો, લગભગ શ્રેષ્ઠ અને બહુ ઉપયોગી જ્ઞાનકોષ મનાય છે.  આ એક બીનવ્યાપારી પ્રકલ્પ છે જેનો ઉદ્દેશ માત્ર જ્ઞાનની વહેંચણી છે. આપણે બ્લોગર્સ પણ આમતો નિઃસ્વાર્થપણે જ્ઞાનની વહેંચણી જ કરીએ છીએ. જો કે આપણી પહોંચનું ફલક બહુ સિમિત રહે છે. હવે કોઈ સેવાભાવી મિત્રને એમ થાય કે મારે જરા વિશાળ ફલક પર પણ મારી પાસે ઉપલબ્ધ જ્ઞાન, માહિતીઓને વહેંચવી છે તો વિકિના વિવિધ પ્રકલ્પો તે કાર્ય માટે ઘણું જ સારું સ્ટેજ પુરૂં પાડે છે.

આ કાર્યમાં આમ તો સૌ કોઈ ભાગ લઈ શકે છે. પરંતુ, જેમ આપણે આપણો બ્લોગ બનાવી એક અલાયદી ઓળખ મેળવીએ છીએ, આપણા દ્વારા રચાયેલા લેખ કે કૃતિઓને એક ચોક્કસ સ્થળે એકત્ર કરીએ છીએ, તે રીતે જ વિકિ પર પણ સભ્ય તરીકે નોંધણી કરાવી અને જે કંઈ પ્રદાન (પ્રથમ સભ્ય તરીકે લોગઈન થઈ અને) કરીએ તેનો પણ આપણા સભ્યનામ સાથે,  આપણે આ જ્ઞાનયજ્ઞમાં આપેલા યોગદાનનો કાયમી રેકર્ડ રહે છે. 

જો કે મુળવાત વિકિસ્ત્રોતની કરવી હતી, પરંતુ પ્રથમ, ટૂંકમાં, વિકિપીડિયાના સભ્ય બનવા અને કઈ રીતે યોગદાન આપવું તેની બે‘ક વાતો કરીએ. સૌ પ્રથમ તો વિકિના સભ્ય બનવા માટે (અહીં આપણે ગુજરાતીભાષાના પ્રકલ્પો પર ધ્યાન આપીશું, જો કે આપ ગમે તે ભાષાના પેજ પરથી સભ્ય બન્યા હો તો પણ તે જ સભ્યનામ દ્વારા અન્ય કોઇપણ ભાષા કે વિકિના અન્ય કોઇપણ પ્રકલ્પ પર યોગદાન આપી શકો છો) ગુજરાતી વિકિપીડિયાનાં પેજ પર જઈ ત્યાં “પ્રવેશ કરો/નવું ખાતું ખોલો” (log in) પરથી નવું ખાતું ખોલી સભ્ય બની શકાય છે. આ માટે માત્ર આપ જે પણ સભ્યનામ (user name) રાખવા માંગતા હોય તે અને પછીથી લોગ ઇન થવા માટેનો પાસવર્ડ (ગુપ્ત સંજ્ઞા) તથા આપનું ઈ-મેઇલ આપવાનું રહેશે. (આ ઈ-મેઇલ આપવું મરજિયાત હોય છે, પરંતુ આપો તો આગળ પર પાસવર્ડ ભુલાય ત્યારે કામ લાગશે, અને તે ગુપ્ત તો રહેશે જ).

તો સમજો કે આપ વિકિના સભ્ય તો બની ગયા. હવે આપણા બ્લોગની જેમ જ દર વખતે યુઝરનેમ-પાસવર્ડ આપી લોગ ઇન થઈ જે કંઈ કામગીરી કરશો તેનો તમારા નામે રેકર્ડ રહેશે.  કામ શું કરવાનું ?

* સૌ પ્રથમ તો થોડા લેખ વાંચી અને તે દ્વારા લખાણ કઈ રીતે થાય તે બંધારણ સમજવા પ્રયત્ન કરવો.  લેખની ઉપર “ફેરફાર કરો” અને “ઇતિહાસ જુઓ” ટેબ ક્લિક કરી આપ લેખ કઈ રીતે લખાય છે અને કોણે કોણે આ લેખમાં યોગદાન આપ્યું છે તે જાણી, સમજી શકો છો. વિકિ પર વધુ મદદ માટે અન્ય સભ્ય કે નિયુક્ત કરાયેલા પ્રબંધકશ્રીનું પણ માર્ગદર્શન મેળવી શકાય છે.

* ત્યાં ઉપલબ્ધ વિવિધ લેખોમાં આપ જરૂર જણાય તો સુધારા-વધારા કરી શકો, જેમ કે વ્યાકરણદોષ, જોડણીદોષ, વિગતમાં કોઈ દોષ હોય તો તે સુધારી શકો. લેખનાં વિષય પર આપની પાસે વધુ કશી જાણકારી હોય તો આપી શકો. ફાવટ હોય તો અન્ય ભાષાનાં લેખનું ગુજરાતીમાં ભાષાંતર કરી શકો. આપની પાસે ઉપલબ્ધ હોય તો કોઈ લેખને અનુરૂપ ચિત્રો મૂકી શકો. (જે કાં તો સ્વયંની માલિકીનાં કે કોપિરાઇટ મુક્ત હોવા જરૂરી છે, તદ્‌ઉપરાંત અહીં અપાતા ચિત્રો કે લખાણ અન્ય લોકો પણ, નિયમાનુસાર, વાપરી શકે છે તે ધ્યાને રાખવું.)

* વિકિના એક રિવાજ મુજબ, અપાતી દરેક માહિતી સસંદર્ભ હોય તેવું ઇચ્છવા યોગ્ય છે. અર્થાત્ આપે આપેલી માહિતી અન્ય લોકો પણ ચકાસી શકે તે માટે માહિતીનો સ્ત્રોત જણાવવો એ સારું રહેશે. (અન્ય સભ્ય આ માહિતીની સત્યાર્થના બાબત આપની સાથે ચર્ચા પણ કરી શકે અને જો સત્યાર્થના પુરવાર ન થાય તો તેને એડિટ કે રદ પણ કરી શકે. આપ પણ આ રીતે અન્ય અસંદર્ભ કે જૂઠી પુરવાર થયેલ માહિતીઓને એડીટ કે રદ કરી શકો. ખાસ તો કશું વ્યક્તિગત અહમ્ જેવું ન રાખીને કામ કરવાનું શિક્ષણ પ્રાપ્ત થશે !!)  આ એક સંપૂર્ણ સહયોગી ઢબે ચાલતો પ્રકલ્પ છે.

* વિકિપિડીયા પર, આપણા બ્લોગ લેખનની જેમ, પોતાના વિચારો કે અંગત માન્યતાઓ જેવી બાબતોને સ્થાન નથી.  હા, આપ આપનું અલાયદું સભ્યપેજ (user page) બનાવી ત્યાં આપના વિશે જે કંઈ માહિતી આપવા ઇચ્છો તે આપી શકો. (બસ આ એક પેજ અને દરેક લેખનું ચર્ચાનું પેજ એ બે સ્થળે આપ આપનાં અંગત વિચારો જણાવી શકો ખરા.)  ત્યાં માત્રને માત્ર માહિતી, સસંદર્ભ, ચકાસણી થઈ શકે તેવી, (અને માટે જ સ્ત્રોત દર્શાવતી) માહિતી મૂકવાની હોય છે. જેમ કે ત્યાંના કોઈ લેખમાં ગીરમાં સિંહની સંખ્યા ગત વસ્તિ ગણતરીને આધારે લખેલી હોય તે સાથે હાલમાં થયેલ, છેલ્લી વસ્તિ ગણતરી મુજબની સંખ્યા પણ દર્શાવવા માંગતા હોય તો અધિકૃત વેબસાઇટ કે કોઈ આધારભૂત વર્તમાનપત્રની લિંક કે તારીખ વાર કે વનવિભાગ દ્વારા બહાર પડાયેલા કોઈ પુસ્તકના નામઠામ વગેરે જણાવી અને લખી શકો. એમ નહીં કે હવે ગીરમાં આટલાં સિંહ હશે એમ મારું માનવું છે !!!

* આપ આપના વિસ્તારની, ગામ-શહેરની ભૌગોલિક માહિતી, જોવાલાયક સ્થળો, તેનું વર્ણન વગેરે પણ આપી શકો. (નવો લેખ કે માહિતી આપતા પહેલાં સર્ચમાં જઈ તે વિશે લેખ છે કે નહીં તે ચકાસવું, પ્રથમથી જ લેખ ઉપલબ્ધ હોય તો તેમાં જ પૂરક માહિતી આપવી.)

* વિષયો અને લેખોનું આપની કલ્પના કરતાં પણ ક્યાંય વધારે વૈવિધ્ય અહીં આપને મળશે. અહીં આપણું બહુ જ્ઞાની હોવું પણ જરૂરી નથી. કારણ દરેક પોતાની ક્ષમતા મુજબ અન્યને ઉપયોગી તેવું  કંઈક તો જાણતો જ હોય છે. બસ આપણી ચાંચ ડૂબતી હોય તેવા વિષયોમાં પ્રદાન કરવા લાગવું. નેટ પરથી દરરોજ કંઈક મેળવીએ તો છીએ જ. હવે આપણે કંઈક આપીએ પણ છીએ તેવો આત્મસંતોષ પણ થશે !!

પછીનાં લેખમાં આપણે વિકિના આ ઉપરાંતના વિવિધ પ્રકલ્પો પર અને હજુ વધુ કેટલીક માહિતીઓ પર વાત આગળ ધપાવીશું. આપને વધુ કંઈ જાણકારીની આપ-લે કરવી હોય તો કોમેન્ટબોક્ષનો ઉપયોગ કરવા વિનંતી છે. આભાર.

20 responses to “વિકિપીડિયા (wikipedia) ગુજરાતી

 1. અશોકપીડિયા, [અશોક”જી”]
  વિકિપીડિયા તેમજ તેના ઉપયોગ વિશે ખૂબ સરસ માહિતી

  Like

 2. અશોકભાઇ વિકિપીડિયા ગુજરાતી વિશે સરસ જાણકારી લેખ. વધુ જાણવા માટે બીજા લેખની ઇંતેજારી.

  Like

 3. શ્રી અશોકભાઈ,
  બહુ રસપ્રદ અને ઉપયોગી માહિતિ. ચલો વિકિપીડિયા.

  Like

 4. અશોકભાઈ તમે ઘણી ઉપયોગી માહિતી આપી . તમારું પણ વીકીપીડીયા પર ઘણું યોગદાન છે જે બીજાઓને ઉપયોગી બની રહેશે .

  Like

 5. ખુબ જ સરસ માહિતી. હવે વિકિપીડિયાનો ઉપયોગ કરવાનું મન થશે.
  પ્રવીણ શાહ

  Like

 6. શ્રી મિતાબહેન, અતુલભાઇ, રૂપેનભાઇ, શાહસાહેબ, કાર્તિકભાઇ, વિનયભાઇ અને દિપકભાઇ.
  આપ સૌ મિત્રોનો પ્રોત્સાહન આપવા બદલ ખુબ ખુબ આભાર.

  Like

 7. અશોકભાઇ … ગણી સરસ માહિતિ આપિ આપે.. આપને યાદ હશે આપ દ્વારા સુચવેલ સાઇટ થકિ હું કોમ્પ્યુટર પર ગુજરાતિ લખતા શિખ્યો.. આપ વધુ લખો તેવિ અપેક્શા ……. કારણકે આપનુ લખાણ મૌલિક હોય છે…

  Like

  • આભાર નિતિનભાઇ, ગોવીંદભાઇ, ભુપેન્દ્રસિંહજી.
   @ નિતિનભાઇ, આપને ગુજ. લખવાનું સરસ ફાવી ગયું. મારા ધ્યાને આવ્યું તેટલો સુધારો પણ આપી દઉં.
   (જેમ કે આપ ખરેખર લખવા માંગો છો……)
   * “આપિ” નહીં પણ “આપી” તો.. (Shift દબાવી રાખી I દબાવવું, aapi = aapI)
   * ગણી = ઘણી (એમજ..Shift દબાવી G પ્રેસ કરો, ટુંકમાં g ને બદલે G)
   * અપેક્શા = અપેક્ષા (apekshaa = apekShaa) s નહીં S.
   મારા અન્ય મિત્રોને પણ વધુ જાણવા મળે તે આશયે અહીં સુચન આપ્યું. સદાય આપની સેવામાં…. પ્રતિભાવ અને પ્રોત્સાહન બદલ આભાર.

   Like

 8. સરસ જાણકારી.હું નવરાસની પળોમાં વિકિમાં જ વાંચન કરતો હોવ છું.કોઈ આર્ટિકલ ગમે તો ફેસબુકમાં શેર પણ કરુ છું.ગુજરાતી વિકિપીડિયામાં પણ ખાતુ ઘણા સમય પહેલા ખોલાવ્યું હતું.જો કે હજૂ સુધી એક જ આર્ટિકલમાં ફેરફાર કર્યો છે.જાણકારી બદલ આભાર.

  Like

 9. પિંગબેક: વિકિસ્ત્રોત (Wikisource) ગુજરાતી | વાંચનયાત્રા

 10. પિંગબેક: વિકિસ્રોત (Wikisource) ગુજરાતી | વાંચનયાત્રા

 11. ashokbhai tame to gujarati vishhay na pakka mastar lago chho?

  Like

  • સ્વાગત યોગેશભાઈ, પ્રથમ તો અંગત કારણે મોડો પ્રત્યુત્તર આપવા બદલ ક્ષમાપ્રાર્થના. હું ન તો માસ્તર છું, ન માસ્ટર ! આ લખાણમાં પણ અક્ષમ્ય એવા ઘણા જોડણીદોષ આપે જોયા જ હશે. આપ મને સુધરવા માટે સત્તત પ્રયાસરત એવો વિદ્યાર્થી ગણી શકો. આપની ભલી લાગણી અને પ્રતિભાવ બદલ આભાર.

   Like

   • ઘણાં સમય પછી મીત્ર અશોક ભાઈના આ વીકીપીડીયા માહીતી લેખ ઉપર આવ્યો. આ વીકીપીડીયા ઉપર રામાયણ અને મહાભારતની કથાના પાત્રોમાં જે માહીતી આપેલ છે એ અંધશ્રદ્ધા પ્રેરીત છે. દાખલા તરીકે સીતા કે દ્રૌપદીનો જન્મ કેવી રીતે થયો. રામાયણ અને મહાભારતની કથાના પાત્રોની આ માહીતી વીકીપીડીયા ઉપર મીત્રોએ જ લખી છે.

    એ સીવાય યુનીકોડમાં જે શીફ્ટ અને કી બાબત લખાણ છે એનો ઉપયોગ પાસવર્ડની સલામતી માટે હોવો જોઈએ નહીં કે સજા માટે. હું પહેલાં ગમભન નામનું પાટીયું ગુજરાતી લખાંણ માટે વાપરતો હતો અને એમાં કોપી રાઈટ કે એવો કોઈ પ્રોબ્લેમ થવા લાગ્યો એટલે હવે વીશાલ મોનપુરાનું પાટીયું વાપરું છું. હવે રોજ વીશાલ મોનપુરાના પાટીયું વાપરતા હોઈએ અને વીકીપીડીયાના પાટીયા ઉપર આવીએ તો ચ નું છ કે ચ્છ થવાની પુરી શક્યતા છે. એટલે કે શીફ્ટ અને બીજી કી દબાવીએ તો શીફ્ટ પકડી બીજો અક્ષર લખવો એને હું સજા ઘણું છું. ઝડપથી લખવામાં આ શીફ્ટ અને કી હેરાન કરે છે. ગુજરાતીઓએ અને ખાસ તો વીકીપીડીયાના મેનેજરો આ બાબત યુનીકોડની જેમ એક જ પદ્ધતી બધી જગ્યાએ સ્વીકારે એ અત્યંત જરુર છે.

    મીત્રની પોસ્ટ ઉપર ઘણાં લાંબા સમય પછી લખવાનો મોકો મળ્યો એટલે કોમેન્ટ લખાંણ મોટું થઈ ગયું.

    Like

 12. Thanks. Thinking to start writing.I will contact you after some time as I am prepared.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s