મારા પ્રતિભાવો – વામન અવતાર (via NET-ગુર્જરી)


– જુગલકીશોર. જન્મથી જ નાનું ને બેડોળ શરીર મળ્યું હતું એને. સાધારણ સ્થીતીના કુટુંબમાં જન્મ, ને વળી દીકરીરુપે. પછી તો પુછવું જ શું ? માબાપને તો બહુ મોડી ખબર પડેલી. પાંચ વર્ષ સુધી તો વહેમ જ શાનો આવે ? સૌની સાથે રમતાંરમતાં એ મોટી થતી ગઈ તેમતેમ વહેમ પડતો ગયો, કે દીકરીમાં કંઈક ખામી છે. સાથેનાં છોકરાં મોટાં થતાં ગયાં તેમતેમ વધતાં ગયાં પણ આનું વધવાનું સૌની જેમ નહોતું. છેવટે એક દીવસ સૌને સમજાઈ ગયું કે દીકરી ચહેરેમહોરે જ નહીં, કદથી પણ કદરુપી રહેવાની છે. એન … Read More  

via NET-ગુર્જરી     —  જુગલકિશોરભાઇ

મારો પ્રતિભાવ :

શ્રી જુગલકિશોરભાઇ, ચિરાગભાઇ.
લગભગ ૨૦ વર્ષથી, મારી નજર સામે જ, પડોશમાં, રોજ આ વાર્તાને રમતી જોઉં છું.
પણ કવિ કે વાર્તાકારનું હ્રદય પામ્યો નથીને ! જો કે ક્યાંક હ્રદયનાં ઊંડાણમાં દુ:ખાવો જરૂર થાય છે. આજે એવું લાગ્યું કે આ દુ:ખાવો શબ્દદેહ પામ્યો. જો કે અહીં આ કિશોરીને તેના માતા-પિતા અને સૌ પાસપડોશીઓ બહુ પ્રેમથી જાળવે છે. અમે સૌ તેની શાથે સામાન્યપણે જ વર્તવાની કોશિશ કરીએ છીએ, પરંતુ તેના અંતરની વ્યથા કોણ સમજી શકે ?
આપની વાર્તા વાંચી આનંદ થયો તેમ તો નહીં કહી શકું !!! પરંતુ આ જ જીવનની વાસ્તવિકતા છે, અહીં બધું સારૂં અને બધું સુંદર જ નથી હોતું એ સ્વિકારવું જ રહ્યું. આભાર.

 Chirag:
જુ.કાકા, હ્રદયસ્પર્શી વાર્તા છે. આશા રાખું કે, આ માત્ર વાર્તા જ હોય અને રહે.

 Bhupendrasinh Raol:
શ્રી જુગલભાઈ તથા અશોકભાઈ,
જનક રાજા ની સભા તો જ્ઞાનીઓ ની સભા હતી ને.યાગ્નવાલ્ક્ય જેવા જ્ઞાની ઋષીઓ જો બેસતા હતા.છતાં અષ્ટાવક્ર ને જોઇને સૌ હસી પડ્યા.આ અષ્ટાવક્ર પેટમાં હતા ને એમના પિતા ની કોઈ વાતે કંઈક દલીલ કરેલી.એટલે પિતાએ શ્રાપ આપેલો કે આઠે અંગે વાંકો જન્મ પામીશ.આવી વાર્તા છે.સારું ખોટું બધું આપણી નજર માં હોય છે.સંસાર તો સંસાર જ છે જેવો છે તેવો જ છે.એટલે અષ્ટાવક્ર બોલેલા કે હે!રાજન તે ચમારો ની સભા ભેગી કરી છે.કે આ લોકોએ મારું ચામડું જોયું મારો આત્મા ના જોયો.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.