મારા પ્રતિભાવો – વૈશાખી વાયરે….! (via “ફૂલવાડી”)


વૈશાખી વાયરે....!   (વૈશાખનો વાયરો વાતો હોય, બાળકો ભણી-ગણી, પરણી પોતાનો  સંસાર શરૂ કર્યો હોય, અને દૂર દૂર વસ્યા હોય, પતિ-પત્નિ ઉતરાર્ધ  અવસ્થાએ પહોંચ્યા હોય, હિંચકા પર હિંચકતા હોય…ત્યારે  બન્ને આવી સુખદ પળોમાં પોતાને યુવાનીના પ્રણયના દિવસો યાદ કરી..કેટલો આનંદ માળી રહ્યા છે તે આ ગીતમાં પ્રતિતી થશે..) વ્હાલા,આવો બેસી , હિડોળે  હિચકીએ,          ગીત મીઠા ગાઈ એ, વૈશાખી વાયરે. વ્હાલી,જીવનમાં મીઠી પ્યારી તું કોયલ,           કોઈ મધુરી વાતકર, વૈશાખી વાયરે. વ્હાલા, મેળામા … Read More  

via “ફૂલવાડી”  — વિશ્વદીપ બારડ

મારો પ્રતિભાવ :

“વ્હાલી,જીવનમાં મીઠી પ્યારી તું કોયલ,
કોઈ મધુરી વાતકર, વૈશાખી વાયરે.”
શ્રી બારડ સાહેબ,
સુખી દાંપત્યનાં ઊત્તરાર્ધનું સુંદર શબ્દચિત્ર દોર્યું છે. ઈશ્વર સૌને આવા નસીબદાર બનાવે.
બાકી અમે કિશોરાવસ્થામાં,વૈશાખી વેકેશનમાં, પોરબંદર ચોપાટી પર પડ્યા પાથર્યા રહેતા ત્યારે એક નિરીક્ષણ કરેલું કે ચોપાટીની પાળે જે ’સજોડાં’ સામાસામા જોઇને બેઠા હોય તે હાલમાં પરણેલા કે સગાઇ કરેલા જ હોય, સમુદ્ર સામે મો કરીને બેઠેલાં લગભગ એકાદ વર્ષથી પરણેલા હોય અને એકબીજા તરફ પીઠ રાખીને બેઠેલાં બધાં જુના જોડાઓ સમજવા !!
બાકી આવું સુંદર દાંપત્ય જળવાઇ રહે તો જીવન સફળ થયું સમજો. સરસ ગીત


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.