મારા પ્રતિભાવો – પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!! (via “કુરુક્ષેત્ર”)


પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!! પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!                    *કોઈ પણ લેખ વાંચીને અભિપ્રાય આપવો કે ના આપવો તે વાચકે નિર્ણય લેવાનો છે.પ્રતિભાવ માંગવો તે કોઈ મોટો ગુનો તો નથી જ.આપણે સ્વતંત્ર છીએ પ્રતિભાવ આપવા માટે.નાં આપો તો કોઈ ઘેર આવીને કડક ઉઘરાણી તો કરતુ નથી.ઘણા મિત્રો ને ફરિયાદ છે કે કોમેન્ટ્સ માટે ખુબ ઉઘરાણી થાય છે.ચાલો કોઈ મિત્રે કવિતા ,ગઝલ કે આર્ટીકલ લખીને મુક્યો,તો એ મિત્ર એક વાર રૂટીન મુજબ લખશે કે મેં આ કૃતિ મૂકી છે પ્રતિભાવ આપસો.એ કાઈ એક જ કૃતિ માટ … Read More    —– ’કુરુક્ષેત્ર’  — ભુપેન્દ્રસિંહ રાઓલ 

મારો પ્રતિભાવ :

શ્રી ભુપેન્દ્રસિંહજી, આજે પણ હું જ મોડો પડ્યો !!! (જો કે મોળો નથી પડ્યો !!) આ કોપીરાઇટ બાબતે અભ્યાસ કરવા બેઠો તેમાં રોજનું વાંચવાનું જરા રહી ગયું. બીજું કે હું અહીં ઉપસ્થિત તમામ મિત્રોની જેમ જ આપની શાથે સંપૂર્ણ સહમત છું. કોઇ પણ વ્યક્તિ કશુંક નવું કરે !! તો સૌને જાણ થાય, સૌનો અભિપ્રાય મળે એવું તો ઇચ્છેજ ને !! હવે આમાં ક્યાં કોઇ ચાંદલો લખાવવાનો છે કે આટલી બધી નારાજગી !! આપે સાચું કહ્યું કે કોઇની કૃતિ ગમે તો અને પાછું આપણને મન થાય તો પ્રતિભાવ લખવો નહીં તો ક્યાં કોઇ મારી નાખવાનું છે !! સાચું કહું તો મને તો દરેક મિત્રો મેઇલ દ્વારા પોતાના નવા લેખની જાણ કરે છે તે ખુબ જ ગમે છે. જો કે મોટા ભાગનાં મિત્રોના બ્લોગ મેં સબસ્ક્રાઇબ કરેલા છે એટલે ઓટોમેટિક જ નવા લેખનો મેઇલ મળી જાય છે.
બાપુ, મને યાદ છે કે ગામનો કોઇ ભોજીયોભાઇ તો ઠીક ખુદ અમાર ઘરનાઓ પણ કોઇ બાબતે અમારો અભિપ્રાય પૂછતા નહોતા !!! તેને બદલે આ બ્લોગ જગતમાં મિત્રો પ્રેમપૂર્વક તેમની કૃતિઓ વિશે આપણા વિચાર જાણવા માંગે છે તે કંઇ ઓછું બહુમાન કહેવાય !! મનોવિજ્ઞાનની ભાષમાં પણ કહીએ તો સૌને સલાહ આપવી ગમે જ છે, અને અહીં તો માન. બ્લોગર મિત્રો સામેથી એ તક પુરી પાડે છે, તો પછી કોઇને વાંધો શું છે? મને શ્રી અરવિંદભાઇની વાતમાં દમ તો લાગે જ છે !!! જો કે આવી બધી ચિંતાઓ છોડી અને આપણા કામમાં મગ્ન રહેવું. ટુંકો પ્રતિભાવ આપનાર સ્નેહીઓનો ખાસ આભાર માનવો કેમ કે ખરેખર તેઓ ગંભીરતાથી વાંચી અને આપણી શાથે સંપૂર્ણ સહમત હોય તેવું દર્શાવે છે.
છેલ્લે મારો પ્રતિભાવ: સ_રસ લેખ !!!!

 અશોક મોઢવાડીયા:
અરે બાપુ, અહીં પ્રતિભાવમાં મેં જેમ ઘણી ટાઇપભુલો કરી તેમ આપના લેખમાં “ગુજરાતી બોગ જગત” છપાયું તે ભુલ છે કે પછી જાણી જોઇને !!!
(બોગ = કળણ, કાદવ)

 Bhupendrasinh Raol:
શ્રી અશોકભાઈ,
બહુ સરસ અભિપ્રાય આપ્યો.યાર તમને મારી ભૂલો જ દેખાય જાય છે?અને પાછા જ્ઞાની રાજા ભગવતસિંહ ને યાદ કરી નવા અર્થ પણ લખી નાખો છો.ઈન્ડીક માં આવી ભૂલો થઇ જાય છે.જાણી જોઇને નથી કરી.કેટલીયે વાર સુધારું છું,છતાં કયાંક સંતાઈને અંદર રહી જાય છે.ખેર ધ્યાન દોરવા બદલ આભાર.તમે રીક્વેસ્ટ લીસ્ટ બનાવ્યું હોય તો મારી રીક્વેસ્ટ લખી રાખજો.ટૂંકા અભિપ્રાય વિશેનું આપનું મનોવિજ્ઞાન ખુબ ગમ્યું.હવે પૈસા નહિ પડી જાય.

અશોક મોઢવાડીયા:
બાપુ, આમે ’બ્લોગ’ અને ’બોગ’ વિશે ચિંતન કરતા બન્ને એક જેવા જ લાગે છે !! વિચારજો ! બન્નેમાં પડ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ લાગે, ’માંહે પડ્યા તે મહાસુખ પામે’… (સાચી મજાક છે!) અને બીજું કે, લગભગ તો કબિરજીએ કહેલું કે ’નિંદક નિયરે રાખીએ..’, એટલું તો ચોક્કસ થયું કે હું આપનો બ્લોગ બહુ રસપૂર્વક અને ચોક્કસાઇથી વાંચું છું !!! (જો કે હું બધા જ બ્લોગ અને પુસ્તકો પણ, આમ જ વાંચું છું !). બાકી પ્રતિભાવ વિશેનાં લેખને આટલાબધા પ્રતિભાવો !!! અમારા તો જીવ બળે છે, બાપુ !!! સાંભળો છો મિત્રો !! ’હમ ભી ખડે હૈ રાહો મૈં…..’!! — મજા આવી. આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.