મારા પ્રતિભાવો – માર્ગ અકસ્માતમાં વિશ્વમાં પ્રથમ નંબરે ભારત !!! મેરા ભારત મહાન !!! ( ??? ) (via અરવિંદ અડાલજાનો બ્લૉગ)


માર્ગ અકસ્માતમાં વિશ્વમાં પ્રથમ નંબરે ભારત !!! મેરા ભારત મહાન !!! ( ??? ) થોડા સમય પહેલાં સમાચાર માધ્યમોમાં એક સમાચાર પ્રસિધ્ધ થયેલા જેમાં જણાવવામાં આવેલું કે માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં આપણાં દેશનો નંબર પ્રથમ આવે છે. આ સમાચાર પ્રમાણે હર એક કલાકે 14 વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજે છે. અને આ મૃત્યુ વાર્ષિક અંદાજે 1.18 લાખ થી પણ વધારે થવા જાય છે. ટ્ર્ક/લોરી અને સ્કૂટરને કારણે થતા આવા મૃત્યુ 40% જેટલા થવા જાય્ છે. આ આંક તો હાઈ-વે ઉપર થતા … Read More
via અરવિંદ અડાલજાનો બ્લોગ

મારો પ્રતિભાવ :

આપે ઘણું સંશોધન કર્યું છે, કશું ઉમેરવા જેવું રહેવા દીધું નથી !!
ક્યારેક તો એવું લાગે છે કે લોકો પણ જાણીજોઇને ટ્રાફિકના કાયદાનો ભંગ કરવામાં ગર્વ અનુભવે છે. અમારા પડોશમાં વિદેશથી (સ્વિડનથી) મહેમાન આવેલા, એ લોકોને સૌથી મોટું આશ્ચર્ય એ થયું કે શહેરમાં જ્યાં વન-વે ’એક માર્ગી રસ્તો’ નાં પાટીયા મારેલા હોય ત્યાં પોલીસને પણ શા માટે ઉભા રાખવામાં આવે છે !! મારે માભો જાળવી રાખવા માટે કહેવું પડ્યું કે બહેન અહીં વાંચતા કે નિશાનીઓ સમજતા લોકોને બહુ આવડતું નથી માટે !! તો નવો પ્રશ્ન: જેને માર્ગની નિશાનીઓમાં સમજ નથી પડતી તેમને વાહનચાલન માટેનું લાયસન્સ કઇ રીતે મળે ?? મારો બચાવનો છેલ્લો પ્રયાસ: અરે લાયસન્સ રાખીને વાહનો તો બિકણ અને કાયરો જ ચલાવે !! ભાયડાઓ પાસે લાયસન્સ, બાયસન્સ ના હોય !!! અને કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે તેઓ….. પેટ તો બધાય ને હોય ને !!! છેલ્લે ઉપાયરૂપે એક નુસ્ખો સુચવવાની ધૃષ્ટતા કરૂં તો, ’વાહન હંમેશા એમ સમજીને જ ચલાવવું કે સામે કોઇને પણ વાહન ચલાવતા આવડતું નથી’ !! આ અકસ્માતથી બચાવનો, અજમાવાયેલો, કારગર ઉપાય છે. આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.