મારા પ્રતિભાવો – ભારતના રાષ્ટ્રધ્વજ નું અપમાન કરતા આ મહિલા કોણ છે? (via “કુરુક્ષેત્ર”)


ભારતના રાષ્ટ્રધ્વજ નું અપમાન કરતા આ મહિલા કોણ છે? * આ છે અધ્યાત્મિક જગત ના ગુરુ અને પોતાને ભગવાન કહેવડાવતા માતાજી નિર્મલાદેવી.
જુઓ એમના પગ પાસે ભારત નો રાષ્ટ્રધ્વજ પડેલો છે.પોતાને આદિશક્તિ નું રૂપ કહેવડાવે છે.
*માતાજી નીર્માંલાદેવીએ ઇન્ડિયન સિવિલ સર્વન્ટચંદ્રિકાપ્રસાદ શ્રીવાસ્તવ સાથે  લગ્ન કરેલા છે.તેઓશ્રીએ લાલબહાદુર શાસ્ત્રીના પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે સેવા આપેલી છે.ભારત સરકાર ના મહત્વના હોદ … Read More
via “કુરુક્ષેત્ર” —ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ :

હવે બાપુ, એક રાષ્ટ્રધ્વજ પગ પાસે રાખ્યો છે તેમાં શું આટલી બુમાબુમ કરવાની !!! લાગે છે હજુ આપના સૌના જિન્સ સુધારવા માટે વધુ હાઇબ્રિડ બાજરો, બિટી રીંગણ અને કંઇ કેટલું ખવડાવવું પડશે !!! અરે અહીં આખો દેશ અન્યનાં ચરણોમાં ધરી દેવાય છે તો પણ ભડનું છોડીયું કોઇ કશું નથી બોલતું ! અને આપ એક ધ્વજ માટે ???
અને ગુરુઓના ચરણમાં તો સ્વર્ગ હોય છે !!! તો ધ્વજને તો સ્વ. થવાનું સન્માન પ્રાપ્ત થયું ને !! આ તો ખેર ‘માતાજી’ છે, બાકી ‘બાબાજી’ઓના ચરણોમાં તો લોકો પોતાનું ’અર્ધું અંગ’ પણ નથી ધરી દેતા ? (ધન સંપતીની જેમ કોઇ સ્કિમ મુજબ કદાચ એ પણ બમણું થઇને મળે તેવી લાલચ હશે !!!)
અને હા લેખનાં શિર્ષકમાં તો લખ્યું છે પણ મને તો ચિત્રમાં એકેય મહિલા દેખાણી નહીં ! (માતાનું અપમાન કરે તેને હું ’મહિલા’ ગણતો નથી !)
નોંધ: આ ચિત્ર જોઇને હું લવારીએ ચઢી ગયો છું, જરૂર જણાયે માફી માગી લઇશું !!! અહીં એ એક ચીજ તરત મળી જાય છે !! ઇઝરાયેલ જેવા દેશોમાં તો આ ’માફી’ શબ્દ કોઇને સમજમાં પણ નથી આવતો ! અબુધ બિચારાઓ !!

Bhupendrasinh Raol : 
શ્રી અશોક ભાઈ,
આ વીરોના દેશ માં ક્ષમા તો તમે નાં માગો તો પણ મળી જાય.આમેય કોઈ સામો થાય એ પહેલા ક્ષમા આપી દેવી સારી,કોણ ઝંઝટ માં પડે.આ બીટી રીંગણ ખાવાથી મારું ફાટેલું જીન્સ પેન્ટ કઈ રીતે સંધાય જશે?આપને ચશ્માં ના નંબર વધી ગયા લાગે છે,આટલી મોટી ભીમકાય મહિલા ના દેખાણી?બાજુમાં એમના છોડિયા(છોતરા) જેવા એમના પતિ તો દેખાણા છે ને?ફૂડ ચેનલ નું બેલેન્સ તો જાળવવું પડેને!એકના ડબલ ની લાલચ માં જ અર્ધું અંગ લોકો ધરતા હશે.પોતાને આખા જગત ની માતા માનવતા હોય તેમાં ભારતમાતા ને કોણ પૂછે છે!!


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.