મારા પ્રતિભાવો – “ભલે મહાત્માઓ ના કહે!મોહ,મમતા,માયા જરૂરી છે.” (via “કુરુક્ષેત્ર”)


"ભલે મહાત્માઓ ના કહે!મોહ,મમતા,માયા જરૂરી છે."                    *લગભગ બધાજ ગુરુઓ કહે છે મોહ,માયા,મમતા છોડો બધું નકામું છે.નકામું હોત તો મુકત શું કામ?હા!એની લીમીટ હોવી જોઈએ,પણ નકામું તો નથીજ.સાધુઓ બાલ બચ્ચાંનો મોહ છોડી ને ભાગી જાય છે.પછી નવો મોહ વળગે છે.સંપ્રદાય નો,ભક્તો વધારવાનો,મંદિરો ઉપર મંદિરો બનાવવાનો.મોટા ભાગ ના ગુરુઓને એકાદ સ્ત્રી શિષ્યા નો મોહ વળગેલો હોય છે.ઘણા બધા ગુરુઓની શિષ્યાઓ ખુબ નાની ઉમરની હોય છે,તે ગુરુઓ ને આ શિષ્યાઓમાં એમની દીકરીઓ પણ દેખાતી હોય છે.દીકરી પ્રત્યેનો મોહ આ નાનકડી … Read More

via “કુરુક્ષેત્ર”   —  ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ :

શ્રી ભુપેન્દ્રસિંહજી, સરસ લેખ.
અહીં અંતે માયા, મમતા અને મોહ ના થોડા અર્થો આપ્યા છે, આમાંના કેટલાક અર્થો છોડવા જેવા હશે અને કેટલાક અપનાવવા જેવા. ફરીફરીને વાત તો ત્યાંજ આવે છે; કે કુદરત કોઇ કામ અકારણ કરતી નથી. જેમ કે માણસને ઉત્ક્રાંતિ દરમિયાન પૂંછની જરૂર રહી નહીં તેથી નાબુદ થયું !! (જો કે તેના અવશેષરૂપે પૂંછનું હાડકું (Coccyx) રહ્યું, આવું જ એપેન્ડિક્સનું પણ છે.) આપની એ વાત તો ખુબ જ ગમી કે સંતાનો પ્રત્યે પણ અમુક ચોક્કસ સમય અને ચોક્કસ બાબતે જ મોહ લાભદાયી, નહીં તો પછી કાં તો સંતાનો મા-બાપને ધક્કા મારે અને કાં તો લોલા જેવા રહી ગયેલા સંતાનો આ દુનિયાના ધક્કાઓ ખાય !!
એકંદરે આ બધી લાગણીઓ છે, જે યોગ્ય સમયે ઉત્પન્ન થવી બહુ જરૂરી છે નહીંતો સંસારચક્ર ચાલે નહીં. શાથે સમયોચિત્ત રીતે તેનું સમાપ્ત થવું પણ જરૂરી છે નહીં તો ’મહાભારત’ પણ સર્જાય જાય. અને આમે લાગણીઓની બાબતમાં આપણે અન્યનું શા માટે માનવું જોઇએ? (ભલે તે મોટા મહાત્મા હોય કે મોટા વૈજ્ઞાનિક હોય) એક ગીતના શબ્દો કંઇક આમ છે કે; ’એમ પુછીને થાય નહીં પ્રેમ’ !! પોતાના આત્માને સાંભળવાની ક્ષમતા કેળવાઇ જાય એટલે માનો કે અન્યાશ્રયની ઝંઝટ જ સમાપ્ત. આ આપના લેખનું જ તારણ છે જે મેં ’બિટવિન ધ લાઇન્સ’ વાંચી અને કાઢ્યું છે. આશા છે ગમશે.
આપના ખેંચેલા ચિત્રો સ_રસ છે. અર્થાત લાગણીઓને સરહદો નડતી નથી એમને ?? આભાર.

** મોહ = પ્રેમ, આનંદ, આશ્ચર્ય, અચંબો, ઇચ્છા, દુ:ખ, વેદના, અભિમાન, ભય, ભૂલ, ભ્રાંતિ; ભ્રમ; અજ્ઞાન; ભ્રમણા, માયા, મૂર્ખતા, મૂર્છા, રાગ, આસક્તિ.
** મમતા = પ્રેમ, અહંકાર; ગર્વ, ચડસ, તૃષ્ણા, મમત્વ, પોતાપણું, લાગણી, સ્નેહ, માયા, હેત, હઠ, દુરાગ્રહ.
** માયા = મૂળ; અસલ કારણ, માપ, અક્કલ; બુદ્ધિ, અજ્ઞાન; અવિદ્યા, અવ્યાકૃત પદાર્થ કે તત્ત્વ, અસાધારણ શક્તિ કે જ્ઞાન, આદિશક્તિ; પ્રકૃતિ, વૈભવ; ઐશ્વર્ય; પૂંજી; માલમિલકત; દ્રવ્ય; લક્ષ્મીભંડોળ, જાદુ; ચમત્કાર, ઈશ્વરની કલ્પિત શક્તિ, કપટ; દગો; છળ; પ્રપંચ; કૂટ; ઠગાઈ; દંભ; શઠતા, કુદરત, તમાકું, દયા; દાઝ; લાગણી; કરુણા; અનુકંપા; કૃપા, દુર્ગા, દુષ્ટતા, નશ્વરતા, ભાંગ, મા; માતા; જનની. (ભ.ગો.મં.)

Bhupendrasinh Raol : 
શ્રી અશોકભાઈ,
વાહ!!વાહ!!વાહ!!ખુબ સરસ.મોહ અને મમતા ના બંનેના પ્રથમ અર્થ માં પ્રેમ છે.માયા નાં અર્થમાં મા,,માતા,જનની એટલે પ્રેમ નું સાક્ષાત રૂપ.હવે આ પ્રેમ કેટલો? ને મોહ માં ક્યાં સુધી પરિવર્તિત કરવો? તે આવડી જાય તો એનો સાચો ઉપયોગ થયો કહેવાય.
ફોટો માં એવું છે કે પહેલો ફોટો સીપોર્ટ આગળ એક ચાઇનીઝ દાદીમાં એમના પૌત્ર કે પૌત્રી ને આગળ બેલ્ટ મારી બાંધીને કેટલા પ્રેમ થી ઉભેલા છે?આ જોયું કે મેં ખેંચી લીધેલો.બીજો વોલ સ્ટ્રીટ આગળ એક ગોરાના ફેમિલીનો છે.ત્રીજો જોયો?અહી સિંગલ મધર ફેમીલી બહુ જોવા મળે.અહી પવિત્ર લગ્ન વ્યવસ્થા ખાસ રહી નથી.જોકે અહીની માતાઓને એનો ખાસ રંજ દેખાતો નથી.ભારત મા જ માતાઓ વધારે પ્રેમાળ હોય અને અહી ના હોય તેવું મને તો જણાતું નથી.ઉલટાનું અહીની માતાઓ ને ધન્યવાદ આપવા ઘટે કે એકલા હાથે સંતાનો ને મોટા કરે છે.મજબુરીમાં ભારત માં પણ માતાઓ એકલા હાથે સંતાનો મોટા કરવામાં ક્યાં પાછી પડે છે? માટે તો બાપ મરજો પણ ‘મા’ ના મરજો,એવી કહેવતો બનેલી છે.’મા’ તો ગમેત્યા જાવ બધે સરખી જ રહેવાની.એક ચીની છોકરીને એની માને સંબોધતા મેં શું સાંભળ્યું ખબર છે?મા!!મને થયું આ “મા”શબ્દ યુનિવર્સલ લાગે છે.ખુબ આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.