ચિત્રકથા-પતંગ મહોત્સવ ૨૦૧૧


મિત્રો, નમસ્કાર.

ગઇકાલે, રવિવારે માત્ર ૧૨ કલાક માટે અમદાવાદ રોકાણ કર્યું. એક સામાજીક પ્રસંગ અને થોડું વ્યવસાયને લગતા કામ અર્થે. બપોરે થોડો સમય, બે મુલાકાતો વચ્ચે, નવરાશ મળતાં ’પતંગ મહોત્સવ ૨૦૧૧’  માં પણ ફરી નાખ્યું. બહુ સમય ન હતો છતાં ટુંકા સમયમાં પણ ઘણાં સુંદર પતંગો જોવા મળ્યા. સજાવટ અને કાર્યક્રમની વ્યવસ્થા પણ સરસ લાગી. ટુંકમાં ફરી મેળ પડે તો એક દા‘ડો નિરાંતવા ફરવા જેવું છે, જોઇએ હવે. અત્યારે તો એ બહુ થોડી પળોમાં ઝડપાયેલા કેટલાક ચિત્રો અહીં માણો. 

(ચિત્ર મોટું કરી જોવા માટે તે પર ક્લિક કરો)

અને હા, વિગતવાર સુંદર અહેવાલ માટે શ્રી રૂપેનભાઇની મુલાકાત લો.  સરસ અહેવાલ આપ્યો છે. (યોગાનુયોગ અમે બન્ને એક જ દિવસે, અને કદાચ એકજ સમયે, ત્યાં હતાં પરંતુ કદાચ ઓળખાણના અભાવે મળ્યા નહીં ! રૂપેનભાઇ નસીબદાર !!  નહીં તો તેમણે પતંગોત્સવનો આનંદ માણવાને બદલે અમને સહન કરવા પડત 🙂 )  

ઉડતી અને અચાનક મુલાકાત હોય, અ‘વાદ ખાતેના મિત્રોને જાણ કરવાનું કે મળવાનું પણ ન બની શક્યું તે બદલ દિલગીર છું.  આભાર.

12 responses to “ચિત્રકથા-પતંગ મહોત્સવ ૨૦૧૧

 1. શ્રી અશોકભાઈ
  આ તો ઘરે બેઠાં પતંગો જોવા મળી ગયા – અહેવાલ તો રુપેનભાઈએ સરસ આપેલો જ છે. જો કે તેમને ત્યાં પતંગની ઈમેજ ખુલી શકી નહોતી.

  Like

 2. અશોકભાઈ અમારા કમનસીબ અમે આપ જેવા મહેમાનને ના ખોળી શક્યા . આપ મળ્યા હોત તો કદાચ મને તો આનંદ વધુ મળ્યો જ હોત , આપનું ખબર નહિ . હવે આપણા અમદાવાદની મુલાકાતે મને યાદ જરૂર કરજો જેથી ઓળખાણ થાય અને ભીડમાં પણ ઓળખી શકીએ . મેં તો મારો અનુભવ લખ્યો છે , આપના અનુભવ અને સરકારી આયોજન વિશે થોડું લખશો .

  Like

  • આભાર રૂપેનભાઇ, આપને મળતાં મને પણ ઘણો આનંદ થશે.
   સુંદર અને સગવડયુક્ત આયોજન કરાયું છે. ત્યાંથી બહાર આવવાનું મન નહોતું થતું પરંતુ અમારે મનનું નહીં પણ ફરજનું ધ્યાન વધુ ધરવું પડે તેમ હોય, બે-ચાર ઠુમકા લગાવી કમને ત્યાંથી કન્ની કાટવી પડી !! ( હમણાં તો મન-વચન અને કર્મ (બ્લોગ પર પણ !) બધે પતંગ જ છવાયેલા રહેશે !) આભાર.

   Like

 3. અશોક ’’જી”
  શબ્દો અને સુંદર મજાના ચિત્રો દ્રારા પતંગ મહોત્સવ ૨૦૧૧ માણવા મળ્યૂ, [જોજે ભાઇ કોમેન્ટ વાંચી ને અડધો બિલ ન મોક્લી દેતો]

  Like

 4. શ્રી અશોકભાઇ,
  હવે અમદાવાદમાં આવો ત્યારે અમને પણ યાદ કરજો.
  અને આ ફોટા સરસ છે હો…

  Like

 5. અશોકભાઇ પતંગ મહોત્સવના સુંદર ફોટા દ્વારા અમને ઘરે બેઠાં જ માણવા મળ્યા. આપનો આભાર.

  Like

 6. અશોકભાઇ ખુબ ખુબ આભાર સુંદર ફોટા મુકયા. બધાને મઝા મઝા કરાવી દીધી.

  Like

 7. શ્રી સોહમભાઇ, માધવભાઇ, મિતાબહેન, રામભાઇ, ગોવીંદભાઇ, રજનીભાઇ, સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s