મારા પ્રતિભાવો – સંપાદકીય (‘રૅશનાલીઝમના રંગ’ પુસ્તકમાંથી…) (via અભીવ્યક્તી)


સંપાદકીય (‘રૅશનાલીઝમના રંગ’ પુસ્તકમાંથી...) સંપાદકીય (‘રૅશનાલીઝમના રંગ’ પુસ્તકમાંથી…) મારા પીતા અત્યંત ચુસ્ત જૈન-ધાર્મીક વેપારી હતા. ધંધામાં તો કેટલાય ચડાવ-ઉતાર આવ્યા જ કરે. તેની સીધી અસર પરીવારની જીવનશૈલી પર પડતી. તે, તથા હું આઠમા ધોરણમાં હતો ત્યારથી જ મારી આસપાસ બનતી ઘટનાઓ વીશે મારા મનમાં કીશોરવયસહજ કેટલાય પ્રશ્નો ઉદ્  ભવતા. મારા પ્રશ્નોનું નીરાકરણ કરી શકે તેવું મારા મીત્રોમાં કે વડીલોમાં કોઈ તે વેળા મળ્યું નહીં. તે કાળે મારા તો સંપર્કોય સીમીત ! મારા મનમાં સતત તેની ગડમથલ રહેતી. શાળામાં … Read More
via અભીવ્યક્તી   —  ગોવીંદભાઇ મારુ

મારો પ્રતિભાવ :

     શ્રી ગોવીંદભાઇ, સુંદર સંપાદકીયથી પરિચિત કરાવવા બદલ આભાર. રૅશનાલીઝમ બાબતે થોડું વધુ જાણવા મળ્યું, ગળે પણ ઉતર્યું. ખાસ તો તેનો ગુજરાતી અર્થ ’વીવેકબુદ્ધીવાદ’ વાંચતા જ સ્વયંસ્પષ્ટ લાગ્યો.
વિવેક અને બુદ્ધિના સમન્વય દ્વારા ચકાસણી કરવાની આદત, હજુ વધુ વાંચન થશે તેમ કદાચ વધશે.
     આપ જે પણ લેખ લાવો છો તેમાં કોઇ પણ બાબતનો આંધળો વિરોધ કે ફક્ત વિરોધ ખાતર વિરોધ ન હોતા વિવેકપૂર્ણ, બુદ્ધિયુક્ત, તર્કબદ્ધ સમજણ કેમ હોય છે, તે પણ સમજાયું. વધુ વાંચનની રાહ રહેશે. આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.