મારા પ્રતિભાવો – સાચો વાંક કોનો? (via Read, Think, Respond)


સમાજ હમણાં ‘અભિયાન’ માટે બગડેલા બાવાઓ ઉપર લેખ લખતી વખતે વિચાર આવ્યો કે વર્ષોથી નહીં પણ સદીઓથી ધર્મના નામે ધતિંગો કરનારા, પાખંડીઓ, કામલીલા આચરનારા ધર્મગુરુઓના કિસ્સા બનતા આવ્યા છે. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પણ આવા કિસ્સા મળી આવે છે. ભારતના ઉપલક્ષ્યમાં વાત કરીએ અને આ ધર્મના ધૂરંધરોના ઉપલક્ષ્ય કરતાં થોડા મોટા ફલકમાં વાત કરીએ તો એમ થાય કે લોકો હંમેશાં છેતરાતા આવ્યા છે. રાજકારણીઓના કરોડો નહીં, પરંતુ અબજો રૂપિયાના કૌભાંડો …
Read More  (Read, Think, Respond – જયવંત પંડ્યા)

મારો પ્રતિભાવ :

એકદમ સાચી વાત છે,જયવંતભાઇ. રાજકારણમાં બાહુબલીઓ અને ધર્મમાં લુચ્ચાઓ ઘુસી ગયા છે ની બૂમરાણ કરનારાઓ પાછા પોતાના કાર્યક્રમોમાં,ઉદ્ઘાટનોમાં,લગ્નોમાં, વગેરેમાં એ જ લોકોને બોલાવી હારતોરા કરે છે. ગાંધીજીએ વર્ષો પહેલાં બહિસ્કારનો પાઠ ભણાવેલ, આજે પણ એ શસ્ત્ર એટલુંજ અસરદાર છે. હવે કોઇ ઘરમાંથી ખેંચીને તો આપણને સભાઓ કે કથાઓમાં લઇ જતું નથી !! અને મતદાન પણ, ક્યાંક અપવાદ સિવાય, આપણે વિના ડરે અને આપણી ઇચ્છા અનુસાર જ કરી શકીએ છીએ ને ? (પણ કરીએ તો ને !!)
ક્યાંક વાંચેલું કે બહેનો કથામાં ઓછી દેખાય તો ૯૦% મહારાજો કથા વાંચવાનું બંધ કરી દે !!
આ તો સ્વાર્થ અને લાલચનો ખેલ છે ! સાચો વાંક આપણો (જન સામાન્યનો)જ છે.
આભાર


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.