મારા પ્રતિભાવો – વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો,,,, (via “કુરુક્ષેત્ર”)


મિત્રો વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો    ૧)સત્ય ના પ્રયોગો (આત્મ કથા)  :-ગાંધીજી  ૨)કૃષ્ણાવતાર :-ક.માં.મુનશી. ૩)ગુજરાત નો નાથ :- ક.માં.મુનશી. ૪)મળેલા જીવ :- પન્નાલાલ પટેલ  ૫)માનવીની ભવાઈ:-પન્નાલાલ પટેલ  ૬)ગ્રામ લક્ષ્મી:-ર.વ.દેસાઈ  ૭)ગીતાંજલિ:-રવીન્દ્રનાથ ટાગોર ,,,,હિન્દી અનુવાદ ૮)ગબન ,૯) ગોદાન,૧૦)શતરંજ કે ખિલાડી :-પ્રેમચંદ,,,,હિન્દી   ૧૧)દેવદાસ,૧૨)પરિણીતા,૧૩)સ્વામી :–શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાય ,,,,,અનુવાદ ૧૪)કપાલ કુંડલા :-બંકિમ બાબુ,,,,અનુવાદ  ૧૫)માણસા … Read More    (કુરુક્ષેત્ર – ભુપેન્દ્રસિંહ રાઓલ)

મારો પ્રતિભાવ :

બાપુ પ્રથમવર્ગ તો ન આવ્યો !!! ૧૧/૧૯ એટલે ૫૭.૮૯% શાથે સેકન્ડક્લાસ પાસ કર્યો લો !!
@ વોરાસાહેબ, કદાચ મેઘાણીની ’માણસાઇના દીવા’ બાબતે ખોટા ઠરે !! તેમાં મેઘાણીએ ’રવિશંકર મહારાજ’નાં, ખાસ કરીને પાટણવાડીયા તરીકે ઓળખાતા અને ત્યારે પછાત ગણાતા એવા વર્ગના લોકોના હક્ક માટે કરેલા, કાર્યોનો ચિતાર રજુ કરેલ છે. સમાજશાસ્ત્રનાં શોખીનોએ પણ ખાસ વાંચવા જેવું પુસ્તક.
સ_રસ યાદી રજુ કરી, ન વાંચેલા પુસ્તકો વાંચવાનું યાદ કરાવ્યું. આભાર.

Bhupendrasinh Raol : 
શ્રી અશોકભાઈ,
એટલા બધા પુસ્તકો વાચ્યા છે કે મને યાદ પણ નથી રહ્યા.આતો ખાસ છાપ પાડી ગયેલા પુસ્તકો છે.ગુજરાત નો નાથ ની આખી સીરીજ વાચવાની મજા આવશે.ગાંધીજી કે મુનશી સાથે ભલે સંમત ના હોઈએ,પણ એમના પુસ્તકો વાંચવાના,મજા આવે.મુનશી એ કૃષ્ણાવતાર માં કૃષ્ણ ને ભગવાન તરીકે નથી આલેખ્યા.એમાંજ મજા આવે છે.આતો એક મિત્ર ની ફરમાઈશ હતી કે સારા પુસ્તકોના નામ લખો તો વાંચીએ.આ બધા મારા વાંચેલા છે.સ્વામી સચ્ચિદાનંદ ના લેક્ચર્સ ઓનલાઈન સાંભળવા મળશે.બીજી યાદી પછી મુકીશ.થેન્ક્સ.
****************************
(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.