મારા પ્રતિભાવો – ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!! (via “કુરુક્ષેત્ર”)


ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!                     ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!    *ગુલામ માનસિકતા ને ઘણા કોલોનિયલ માઈન્ડ પણ કહે છે.અંગ્રેજો ૨૦૦ વર્ષ ભારત ને ગુલામ રાખી ને ગયા.એટલે પ્રજા ની માનસિકતા માં અંગ્રેજો ને અંગ્રેજી પ્રત્યે ની ગુલામી લોહીમાં વણાઈ ગઈ.પણ ગુરુઓ ની ગુલામી,ગુરુગુલામી પ્રજાના અચેતન મનમાં સમાઈ ગઈ છે અને એ પાછી વારસા માં સંતાનોને પણ જીન્સ માં આપતા જવાની.કોઈ ને ગુરુ વગર ચાલે જ નહિ.ઇન્દિરા ગાંધી હોય કે જવાહર કે ગાંધીજી હોય કે કોઈ પણ નેતા.બધા ગુરુઓ … Read More

via “કુરુક્ષેત્ર”   — ભુપેન્દ્રસિંહ રાઓલ

મારા પ્રતિભાવો :

થોડા આંકડાઓ (મારે નથી બોલવું !!! આંકડાઓને બોલવા દો !!!)
ભારતનું બજેટ ૨૦૧૦-૧૧ નાં થોડા આંકડા :
(૧) ૧,૭૩,૫૫૨ કરોડ = શહેરી અને ગ્રામ્ય વિકાસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) માટે.
(૨) ૩૧,૦૩૬ કરોડ = શિક્ષણ માટે.
(૩) ૨૨,૩૦૦ કરોડ = આરોગ્ય માટે.
(૪) ૬૬,૧૦૦ કરોડ = ગ્રામ્ય વિકાસ માટે.
(૫) અને બાવાઓ માટે = ૯૧૨૫ કરોડ ? (આ તો લેખમાં તારવેલો ઓછામાં ઓછો આંકડો છે !!)  હજુ થોડું વાંચો,
* ભારતમાં કુલ- સ્નાતકો (બધીજ ફેકલ્ટીના) ૧,૮૩,૪૯,૦૦૦
* ” ” – ઇજનેરો ૧૧,૮૦,૦૦૦
* ” ” – સોફ્ટવેરે નિષ્ણાંતો ૧૨,૮૭,૦૦૦
* ” ” – નર્સ, પરિચારીકાઓ ૨,૯૬,૦૦૦ (૨૦૦૮,૦૯ નાં આંકડા)
* ” ” – બાવાઓ ૫૦,૦૦,૦૦૦ !!!
(બાવાઓ સીવાયનો સ્ત્રોત: બજેટ, ટાટા સર્વિસિઝ)

Bhupendrasinh Raol :
શ્રી અશોક ભાઈ,
આ બાવાઓ નો સ્ત્રોત્ર વિકિપીડિયા અને એમના સમર્થક શ્રી કાંતિ ભટ્ટ નો એક આર્ટીકલ છે,જે દિવ્યભાસ્કર માં આવેલો છે.આપે જે આંકડા આપ્યા તે બદલ ખુબ આભાર.બાવાઓ ની મહાનતા દેખતા ભાઈઓ ને એટલું કહેવાનું કે આ ખર્ચ નો બોજો તમારા ખીસા પર પણ પડે છે.કુંભ ના મેલા માં જે સરકારી સગવડો મળે છે એ તમારા જેવાના ટેક્સ ના નાણાં માંથી વપરાય છે.મુરખો જરા વિચારો.આ બાવાઓ કયું મહાન કામ કરે છે?

Bhupendrasinh Raol :
શ્રી અશોકભાઈ,
શ્રી કાન્તીભટ્ટ ના લેખ મુજબ સમર્થ સ્વામી રામદાસ જેવા સાધુઓ કેટલા?બીજું ભટ્ટ સાહેબ આ ગંજેરી અને ચરસી બાવાઓના સમર્થક ના હોય.પણ રોજ નવા મંદિરો બંધાનારા સ્વામીઓ અને મહાન કથાકારો,જે એકની એક ચવાઇ ને કુચ્ચા થઇ ગયેલી કથાઓ કહી કહીને કરોડો ભેગા કરી લેનારા ના સમર્થક તો ખરા.એક સોમપુરા ફેમીલી નું ભલું ના જોવાય,આખા દેશ ના ભલાનો વિચાર કરવો પડે.સાધુ કેવા હોવા જોઈએ એનું વર્ણન એમણે બહુ સારું કર્યું છે.પણ એવા સાચા સાધુઓ કેટલા થવાના?ચાણક્ય અને સ્વામી રામદાસ ના ચરણે આખા રાજ્ય નસીબ હતા,પણ આ લોકો તો એના જરાપણ મોહ નહોતો.જયારે આજના બાપુઓ તો કરોડોમાં આળોટતા હોય છે.
****************************
(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

One response to “મારા પ્રતિભાવો – ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!! (via “કુરુક્ષેત્ર”)

  1. પિંગબેક: ગુરુ – ૨૦૧૪ | વાંચનયાત્રા