મારા પ્રતિભાવો – ભારતની 69%….કુદરતી હાજત ખુલ્લામાં કરે છે !!! (via અરવિંદ અડાલજાનો બ્લૉગ)


. ભારતની 69% ગ્રામ્ય જનતા અને 18% શહેરી જનતા મળ-ત્યાગ/કુદરતી હાજત ખુલ્લામાં કરે છે !!! શરમ કે ગૌરવ ? ! ? નગ્ન સત્ય– દ્રશ્ય 1 થોડા દિવસ પહેલાં એક અંગ્રેજી અખબારમાં સમાચાર વાંચવા મળ્યા જેમાં WHO – UNICEF –ના અહેવાલ મુજબ વિશ્વ સમસ્તની 1.1 બીલીયન વસ્તીમાંથી આપણાં-ભારત-દેશની 58% વસ્તી ખુલ્લામાં મળ-ત્યાગ કરતી હોવાનું જણાવાયું છે. અંદાજે 638 મીલીયન લોકોને ટોઈલેટની સુવિધા પ્રાપ્ત નથી. જેમાંથી 69% ટકા ગ્રામ્ય જનતા અને 18% શહેરી વસ્તીનો સમાવેશ થાય છે. આ ઉ … Read More

via અરવિંદ અડાલજાનો બ્લોગ

મારા પ્રતિભાવો :

શ્રી અરવિંદભાઇ, ’સુંદર’ લેખ અને ઉમદા વિચાર. વિવેકભાઇએ યોજનાઓથી માહિતગાર કર્યા તે પણ બહુ સારૂં કર્યું. સાચી વાત છે, યોજનાઓ ઘણી હોય છે પરંતુ ઘણી જગ્યાએ જરૂરીયાતમંદને જ તેની જાણકારી હોતી નથી. બાપુ અને શૈલેશભાઇની ’તકતી ક્યાં મારવી’ એ વાત પણ બરાબર છે. આ ઉપરાંત બે-ત્રણ દૃષ્યો મારા અનુભવના છે, કદાચ સમસ્યા ઉકેલવામાં કામ લાગે તેમ માની રજુ કરૂં છું.

 (૧) શહેરમાં, મારા વ્યવસાય વિસ્તારમાં, જાહેર મૂતરડી ઉપલબ્ધ છે. છતાં કેટલાયે લોકો, પાછા ગામડાવાળા નહીં હો ! વેપારીઓ પણ, ત્યાં આજુબાજુમાં ખુણેખાંચે લઘુશંકા કરી ગંદકી કરે રાખે છે !!! વર્ષોની આદત ? કે મૂતરડી સુધી ધક્કો ખાવાની આળસ ?
(૨) ગ્રામ્ય વિસ્તારોમાં, જેમની પાસે સગવડ નથી તેમની વાત અલગ રાખો, પણ દોઢ-બે લાખ રૂપિયા ખર્ચી અને મકાન બનાવતા લોકો પણ શાથે શૌચાલય બનાવતા નથી. (અહીં પણ આદત જ જોર કરી જાય છે !)
(૩) સરકારી કે સંશ્થાઓ દ્વારા બનેલા સ્ત્રીઓ માટેના જાહેર શૌચાલયોને (આ ફક્ત અમારા વિસ્તારપૂરતું નિરિક્ષણ છે, અન્ય જગ્યાઓની ખબર નથી) એકાદ અપવાદ બાદ કરતા, તમામ જગ્યાએ તાળાઓ લાગેલા હોય છે. આ જેમને તેની જવાબદારી સોંપાઇ હોય તેમની દાંડાઇ હોય છે, અને દાન આપનાર સંશ્થાનું કાર્ય એળે જાય છે.
(છેલ્લું) અમારે ત્યાં એક નિયમ છે, નાની રીશેષ માટે કોઇ શ્થળ ચોક્કસ કરી રાખવું હોય તો ત્યાં બોર્ડ લગાડી દેવાનું “અહીં પેશાબ કરવો નહીં” !!!!!
આ સમસ્યા આર્થિક, રાજકીય કે ધાર્મિક કરતા માનસિક વધુ લાગે છે. આભાર.

****************************
(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.