મારા પ્રતિભાવો – ધર્મ, સમાજ અને રાષ્ટ્ર… (via અભીવ્યક્તી)


ભારતની કુલ વસ્તીના 83 ટકાથી વધુ લોકો પોતાને હીંદુ તરીકે ઓળખાવી રહ્યા છે. જાણકારો તો સારી રીતે જાણે જ છે કે, હીંદુ શબ્દ મુળ ભારતીય ભાષાનો શબ્દ નથી. પણ તે ફારસી ભાષાનો એક અપમાનજનક શબ્દ (સંદર્ભઃજુઓ નીચેની વેબસાઈટ http://www.bhagwadgomandal.com/index.php?action=dictionary&sitem=હિંદુ&type=1&page=0 હીન્દુ–ગુલામ, લુંટારુ, ચોર ‘ભગવદ્ગોમંડળ’ પ્રમાણે) છે. વીશેષત: હીંદુઓમાં ધર્મ, સમાજ અને રાષ્ટ્ર બાબતે ઘણી બધી ગેરસમજો પ્રવર્તે છે. મોટાભાગના હીન … Read More

via અભીવ્યક્તી   — ગોવીંદભાઇ મારુ

મારો પ્રતિભાવ :

શ્રી ગોવીંદભાઇ, વિજયભાઇએ સરસ ચર્ચાપત્ર લખ્યું છે. લોકો સંપ્રદાયોને ધર્મ સમજી બેઠા છે તે એકદમ યોગ્ય વિધાન છે. અને સંપ્રદાયોએ આ મુળ વૈદિકધર્મ (કે સનાતન ધર્મ)ને ખંડખંડમાં વિભાજીત કરવામાં મોટો ભાગ ભજવ્યો છે તે વાતને પણ નકારી શકાય નહીં. પરંતુ શું થાય? જંગલમાં વર્ષારૂતુમાં પુષ્કળ ઘાસ ઉગી નીકળે છે ત્યારે મુખ્યમાર્ગ પણ ઘાસથી છવાવાને કારણે લુપ્ત થઇ જાય છે, અને પછી અનેક નાનીમોટી કેડીઓ ફુટી નીકળે છે. ક્યારેક તો કોઇ કોઇ કેડીજ મુખ્ય માર્ગ બનવા લાગે. જો કે આ બધી કેડીઓ પણ નિયત મુકામે પહોંચતી હોય તો તો ઠીક છે, પરંતુ મોટાભાગની કેડીઓ પણ વનમાં ભુલીભટકી હોય છે !!
મને તો એટલી ખબર પડે છે કે મુળ જ્ઞાનના ઉદય અને, અંધશ્રધ્ધારૂપી, અજ્ઞાનના અંત દ્વારા જ ફરી મુખ્ય માર્ગ શોધી શકાશે. કોઇ ને ઝાડીઝાંખરામાં ભટકીને પ્રયત્ન કરવો હોય તો !! આભાર.
****************************
(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.